Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરતમાં તૈયાર થઇ રહ્યા છે સોના-ચાંદી અને ડાયમંડના દાંતના ચોકઠાં....!

અહેવાલ---આનંદ પટણી, સુરત સુરત શહેરને ટેક્સટાઇલ સિટી અને ડાયમંડ સિટી કહેવામાં આવે છે. ત્યારે હવે સુરત શહેર અવનવી જ્વેલરીઓ બનાવવામાં પણ મોખરે હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં સોના-ચાંદી અને ડાયમંડના ચોકઠાં બની રહ્યા છે અને આ ચોકઠાંની ડિમાન્ડ વિદેશમાં...
સુરતમાં તૈયાર થઇ રહ્યા છે સોના ચાંદી અને ડાયમંડના દાંતના ચોકઠાં
Advertisement
અહેવાલ---આનંદ પટણી, સુરત
સુરત શહેરને ટેક્સટાઇલ સિટી અને ડાયમંડ સિટી કહેવામાં આવે છે. ત્યારે હવે સુરત શહેર અવનવી જ્વેલરીઓ બનાવવામાં પણ મોખરે હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં સોના-ચાંદી અને ડાયમંડના ચોકઠાં બની રહ્યા છે અને આ ચોકઠાંની ડિમાન્ડ વિદેશમાં ખૂબ જ વધારે છે. આ ચોકઠું અંદાજે 25 લાખથી લઈ 40 લાખ રૂપિયામાં તૈયાર થાય છે અને વિદેશના લોકોમાં આ ચોકઠાંની કિંમત ખૂબ જ વધારે છે.
સુરતમાં બની રહ્યા છે અનોખા ચોકઠાં
સુરતને ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ સીટીનું બિરુદ મળ્યું છે. ત્યારે સુરત અવનવી વસ્તુઓ બનાવવા માટે પણ જાણીતું છે. કારણ કે સુરતમાં અવનવી વસ્તુ ચર્ચા જગાવે તેવી જ્વેલરીઓ પણ બની રહી છે. મહત્વની વાત છે કે, ડાયમંડ સિટી સુરતમાં સોના-ચાંદી, નેચરલ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડના દાગીનાઓ તો બને જ છે પરંતુ હવે સુરત શહેરમાં સોના ચાંદીના તેમજ નેચરલ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડ તેમજ મોઝોનાઇટ ડાયમંડમાંથી ચોકઠાં પણ બનાવવામાં આવી રહ્યા છે.
ચોકઠાંમાં અલગ અલગ પ્રકારની ડિઝાઇનો
ચોકઠાંની કિંમત ઘણી ઊંચી હોય છે અને અંદાજિત આ ચોકઠાં 25 લાખ રૂપિયા સુધીમાં તૈયાર થતા હોય છે. સુરતના એક જ્વેલર્સ દ્વારા આ પ્રકારના ચોકઠાં બનાવવામાં આવી રહ્યા છે. આ ચોકઠાંમાં 16 દાંત બનાવવામાં આવે છે જેમાં આઠ દાંત મોઢાની ઉપરની સાઈડના અને આઠ દાંત નીચેની સાઈડના હોય છે. આ 16 દાંતમાં સોના ચાંદીની સાથે સાથે અંદાજીત 2000 જેટલા ડાયમંડનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત ઘણી વખત લોકો આ ચોકઠાંમાં અલગ અલગ પ્રકારની ડિઝાઇનો પણ લગાવતા હોય છે. જેમાં કોઈ વ્યક્તિ હાર્ટ શેપ, તો કોઈ વ્યક્તિ ગનની સેપની ડિઝાઇન આ ચોકઠાંમાં ફીટ કરાવતા હોય છે.
દાંતના ચોકઠાં સરળતાથી પહેરી પણ શકાય છે
અન્ય જ્વેલરી જેમ કે, વીટી, નેકલેસ કે, પછી કાનમાં પહેરવાની બુટી રેગ્યુલર રીતે પહેરતા હોય છે અને તેને કાઢી પણ શકતા હોય છે. તે જ પ્રકારે સોના ચાંદી અને હીરામાંથી બનાવવામાં આવેલા આ દાંતના ચોકઠાં સરળતાથી પહેરી પણ શકાય છે અને તેને કાઢી પણ શકાય છે. આ ચોકઠું બનાવવામાં ચાંદી ઉપરાંત 10 કેરેટ ગોલ્ડ 14 કેરેટ ગોલ્ડ અને 18 કેરેટ ગોલ્ડનો ઉપયોગ કરી શકાય છે.
 1 લાખ રૂપિયાનો ખર્ચ
મહત્વની વાત છે કે સિલ્વર અને મોઝોનાઈટ ડાયમંડમાંથી 16 દાંતનું ચોકઠું બનાવવામાં અંદાજે 1 લાખ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે, તો ગોલ્ડ અને લેબગ્રોન ડાયમંડનું ચોકઠું 5 લાખ રૂપિયામાં તૈયાર થાય છે અને નેચરલ તેમજ સોનામાંથી બનાવવામાં આવેલું ચોકઠું 20થી 25 લાખ રૂપિયામાં તૈયાર થતું હોય છે અને આ ચોકઠાંનું વજન અંદાજિત 25 ગ્રામથી લઈને 40 ગ્રામ સુધી હોય છે.
ચોકઠાંની ડિમાન્ડમાં પણ ખૂબ વધારો
આ ચોકઠાંની ડિમાન્ડ વિદેશમાં ખૂબ જ છે અને તેના કારણે વિદેશી ગ્રાહકો દાંતનું ચોકઠું બનાવવા માટે પહેલા તો બીબુ મોકલતા હોય છે અને ત્યારબાદ આ બીબાના આધારે તેનો પીઓપી બેઝ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ ગોલ્ડ કે સિલ્વરમાં આ દાંતનું ચોકઠું તૈયાર કરવામાં આવે છે અને પછી તેના પર ડાયમંડ લગાડી ચોકઠું તૈયાર થાય છે અને ત્યારબાદ અલગ અલગ પેટર્ન તેના પર તૈયાર કરવામાં આવે છે. ઘણા ગ્રાહકો ડાયમંડની જગ્યા પર પોતાનું નામ અથવા તો અન્ય ડ્રોઈંગ પણ કરાવતા હોય છે. હાલ સુરતમાં તૈયાર થતા આ ચોકઠાંની ડિમાન્ડમાં પણ ખૂબ વધારો થયો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

Trending News

.

×