Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

માંગરોળના મોટા બોરસરા ગામે ગેસ ગળતરથી ૪ કામદારોના મોત

અહેવાલઃ ઉદય જાદવ, સુરત  સુરત જિલ્લાના માંગરોળ તાલુકા બોરસરા ગામે  આવેલા નીલમ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં મોટી દુર્ઘટના બની હતી. કેમિકલ વાળું ડ્રમ ખોલતા જ ગેસ ગળતરના કારણે ૪ લોકોના મોત થયા હતા.. બીજી તરફ બનાવની જાણ થતા જીપીસીબી વિભાગ ઘટના સ્થળે...
માંગરોળના મોટા બોરસરા ગામે ગેસ ગળતરથી ૪ કામદારોના મોત

અહેવાલઃ ઉદય જાદવ, સુરત 

Advertisement

સુરત જિલ્લાના માંગરોળ તાલુકા બોરસરા ગામે  આવેલા નીલમ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં મોટી દુર્ઘટના બની હતી. કેમિકલ વાળું ડ્રમ ખોલતા જ ગેસ ગળતરના કારણે ૪ લોકોના મોત થયા હતા.. બીજી તરફ બનાવની જાણ થતા જીપીસીબી વિભાગ ઘટના સ્થળે પહોચ્યું છે. જીપીસીબી દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ કંપનીના માલિકની અટકાયત કરવામાં આવી છે

Advertisement

સુરત જિલ્લાના માંગરોળના બોરસરા ગામે નીલમ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કેમિકલ વાળું ડ્રમ ખોલતા જ ગેસ ગળતરના કારણે ૫ લોકો બેભાન થયા હતા. પાંચેય લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં પાંચ પૈકી ૪ લોકોના મોત થયા છે. આ ઘટનાને લઈને ત્યાં ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ બનાવની જાણ થતા મામલતદાર તેમજ ફાયર વિભાગ, પોલીસ કાફલો અને જીપીસીબીની ટીમ ઘટના સ્થળે પહોચી હતી. આ સમગ્ર મામલે જીપીસીબી દ્વારા  તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે તો બીજી તરફ પોલીસ દ્વારા કંપનીના માલિકની અટકાયત કરી લેવામાં આવી છે. સેફટી માસ્ક અને ઓક્સીજનની બોટલ સાથે અહી તપાસ હાથ ધરવામાં આવી હતી.

માંગરોળ મામલતદાર પાર્થ જયસવાલે જણાવ્યું હતું કે માંગરોળના મોટા બોરસરા ગામે બપોરના ૪ વાગ્યાની આસપાસ ઘટના અંગે સમાચાર મળ્યા હતા. અહી નીલમ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીનું મટીરીયલ સ્ટોર કરવામાં આવ્યું હતું. જે કેમિકલ પાસે પાંચેક જણાએ ડ્રમનું ઢાંકણું ખોલતા ડ્રમમાંથી કેમિકલની ફ્યુમસના કારણે ૫ લોકો બેભાન થયા હતા જેથી તેઓને નજીકની સાધના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમાં ૫ માંથી ૪ લોકોના મોત થયા છે. એક વ્યક્તિ હજુ પણ સારવાર હેઠળ છે. આ બાબતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમ દ્વારા કેમિકલના સેમ્પલ લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે  તેમજ પોલીસ દ્વારા કંપનીના માલિકની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

Tags :
Advertisement

.