Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઐઠોરનું ગણપતિ મંદિર છે ખાસ, જાણો આ જગ્યાનું નામ ઐઠોર કઇ રીતે પડ્યું

મહેસાણાના ઉંઝા તાલુકામાં આવેલું ઐઠોર ગણપતિ મંદિર પુષ્પવતી નદી કીનારે આવેલું છે. આ મંદિર સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે.. મંદિરમાં સ્થાપિત ગણેશજીની મૂર્તિ પાંડવયુગની માનવામાં આવે છે.. અહીં જે ગણેશજીની મૂર્તિ છે તેની ખાસિયત એ છે કે તે કોઇ ધાતુમાંથી...

મહેસાણાના ઉંઝા તાલુકામાં આવેલું ઐઠોર ગણપતિ મંદિર પુષ્પવતી નદી કીનારે આવેલું છે. આ મંદિર સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે.. મંદિરમાં સ્થાપિત ગણેશજીની મૂર્તિ પાંડવયુગની માનવામાં આવે છે.. અહીં જે ગણેશજીની મૂર્તિ છે તેની ખાસિયત એ છે કે તે કોઇ ધાતુમાંથી નથી બની પરંતુ માટીમાંથી બનેલી છે. આ મૂર્તિને સિંદુર અને ઘી ચઢાવવામાં આવે છે.અહીંના ડાબી સુંઢવાળા ગણપતિ શ્રધ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. અહીં મંદિરમાં શિવજી, પાર્વતી સહિત શેષનાગની પણ સ્થાપના થયેલી છે.. માનવામાં આવે છે કે 11મી સદીમાં આ મંદિરની સ્થાપના થઇ હતી..

Advertisement

Tags :
Advertisement

.