ગોંડલ વોરકોટડા પાસે આવેલ ધાબીમાં ગણેશ વિસર્જન, 3 દિવસમાં 400 જેટલી મૂર્તિનું વિસર્જન થયું
અહેવાલ - વિશ્વાસ ભોજાણી
ગોંડલમાં ઠેર ઠેર ગણેશ ઉત્સવના પંડાલ ઉભા કરીને ગણેશ ઉત્સવ ઉજવી રહ્યા છે. અનેક નાના મોટા ગણેશ મહારાજની ઓફિસો, ઘરે, ફેકટરી, સોસાયટી સહિતના સ્થળો પર ગણેશ સ્થાપના કરવામાં આવી રહી છે. 10 દિવસ સુધી અલગ અલગ થાળ અને શણગાર સાથે ગણેશ ઉત્સવો ઉજવે છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા ગણેશ વિસર્જન ગોંડલ વોરાકોટડા ધાબી એ પાસે રાખવામાં આવ્યું છે. વરસતા વરસાદ માં વિધ્નહર્તા ગણેશ વિસર્જન કરવામાં આવ્યું
વિસર્જન સમયે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેને લઈને ગોંડલ તાલુકા પોલીસ ના PSI જે.એમ.ઝાલા, સીટી PSI જે.એલ.ઝાલા, મહિલા પોલીસ, GRD જવાનો, સહિત 40 જેટલા પોલીસ જવાનો તૈનાત રાખવામાં આવ્યા છે. બોડી કેમેરા સાથે પણ પોલીસ જવાનો ખડેપગે રાખવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા મેડિકલ ટિમ, એમ્બ્યુલન્સ સહિત ના ઇમરજન્સી વાહનો સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. ગોંડલ નગરપાલિકા ના ફાયર ઓફિસર સહિત 35 જેટલા ફાયર જવાનો ખડેપગે રાખવામાં આવ્યા છે.
વિસર્જન સ્થળ પર તમામ નાની મોટી મૂર્તિ વિસર્જન સમયે એન્ટ્રી કરવામાં આવે છે. આ વર્ષે ધાબી પાસે ટ્રાફિક ના સર્જાય તેને લઈને આગળ વિશાળ પાર્કિંગ રાખવામાં આવ્યું છે. વિસર્જન કરવા માટે 5 જેટલા વ્યક્તિ ગણેશ ની મૂર્તિ ફાયર જવાન ને સોંપી આપે છે. ત્યાર બાદ ફાયર જવાનો મૂર્તિ ને લઈને નદી ની વચ્ચે વિસર્જન કરે છે. મોટી મૂર્તિ ને ક્રેઇન ની મદદ થી નદી માં વિસર્જન કરે છે. ફાયર સ્ટાફ દ્વારા નાની મૂર્તિ ને ફાયર દ્વારા એક તરાપો તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ફાયર સ્ટાફ ના જવાનો નાની મૂર્તિ તરાપો માં લઈને જઈને નદી માં વચ્ચે વિસર્જન કરવામાં આવે છે. જ્યારે મોટી મૂર્તિ ને ક્રેન ની મદદ થી સીધી જ નદી માં વિસર્જન કરવામાં આવ્યું હતું.
આ ધાર્મિક પ્રસંગે યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ચનીયારા, ઉપ પ્રમુખ પ્રતિનિધિ જેન્તીભાઈ સાટોડીયા, કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, ઋષિરાજસિંહ જાડેજા, સમીરભાઈ કોટડીયા, સંજયભાઈ ધીણોજા,મનીષભાઈ રૈયાણી, ભાવેશભાઈ પીપળીયા, કૌશિકભાઈ પડાળીયા સહિતનો નગરપાલિકાના સદસ્યો તેમજ કર્મચારીઓ ખડેપગે રહ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે