Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BJP : પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના પૌત્ર વિભાકર શાસ્ત્રી ભાજપમાં જોડાયા

BJP : કોંગ્રેસના નેતા અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી ( Lal Bahadur Shastri)ના પૌત્ર વિભાકર શાસ્ત્રી (Vibhakar Shastri) ભારતીય જનતા પાર્ટી ( BJP)માં જોડાઈ ગયા છે. કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યાના એક કલાક બાદ જ વિભાકર શાસ્ત્રી ભાજપ ( BJP)માં...
bjp   પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના પૌત્ર વિભાકર શાસ્ત્રી ભાજપમાં જોડાયા

BJP : કોંગ્રેસના નેતા અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી ( Lal Bahadur Shastri)ના પૌત્ર વિભાકર શાસ્ત્રી (Vibhakar Shastri) ભારતીય જનતા પાર્ટી ( BJP)માં જોડાઈ ગયા છે. કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યાના એક કલાક બાદ જ વિભાકર શાસ્ત્રી ભાજપ ( BJP)માં જોડાઈ ગયા છે. તેમણે લખનૌમાં ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીનું સભ્યપદ લીધું.

Advertisement

મને મારા દાદા લાલ બહાદુર શાસ્ત્રીના વિઝનને આગળ વધારવાની તક મળશે

ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ વિભાકર શાસ્ત્રીએ પોતાનો જવાબ આપતા કહ્યું, 'હું મારા માટે ભાજપના દરવાજા ખોલવા બદલ પીએમ નરેન્દ્ર મોદી, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા, અમિત શાહ, સીએમ યોગી આદિત્યનાથ અને બ્રજેશ પાઠકનો આભાર વ્યક્ત કરું છું. ' વિભાકર શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે, 'મને લાગે છે કે મને મારા દાદા લાલ બહાદુર શાસ્ત્રીના વિઝનને આગળ વધારવાની તક મળશે. હું પાર્ટી નેતૃત્વની સૂચના મુજબ કામ કરીશ.

વિભાકર શાસ્ત્રીએ કોંગ્રેસ છોડવાનું કારણ જણાવ્યું

વિભાકર શાસ્ત્રીએ કોંગ્રેસ છોડવાનું કારણ પણ આપ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે INDI ગઠબંધનની કોઈ વિચારધારા નથી, તેનો ઉદ્દેશ્ય મોદીજીને હટાવવાનો છે. તેમણે સવાલો ઉઠાવતા કહ્યું કે રાહુલ ગાંધી જણાવે કે કોંગ્રેસની વિચારધારા શું છે?

Advertisement

વિભાકરે ભાજપમાં જોડાવાના એક કલાક પહેલા કોંગ્રેસ છોડી દીધી હતી

ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવાના લગભગ એક કલાક પહેલા વિભાકર શાસ્ત્રીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. વિભાકર શાસ્ત્રીએ સોશિયલ મીડિયા સાઇટ 'X' પર લખ્યું, 'આદરણીય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જી, હું કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપું છું.' વિભાકરે આ પોસ્ટ સાથે કોંગ્રેસ પાર્ટી એકાઉન્ટને પણ ટેગ કર્યું છે.

Advertisement

કોંગ્રેસને અઠવાડિયામાં બીજો ઝટકો

પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના પૌત્ર વિભાકર શાસ્ત્રી પણ કોંગ્રેસ પાર્ટીમાં રાષ્ટ્રીય સચિવનું પદ સંભાળી ચુક્યા છે. વિભાકર શાસ્ત્રીના રાજીનામા સાથે એક જ સપ્તાહમાં કોંગ્રેસ પાર્ટીને આ બીજો ફટકો છે. સોમવારે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. ચવ્હાણનું કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું પગલું મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ બાબા સિદ્દીકી અને મિલિંદ દેવરાએ પાર્ટી છોડ્યાના દિવસો પછી આવ્યું છે. ચવ્હાણે કહ્યું કે કોંગ્રેસ છોડવાનો નિર્ણય તેમનો અંગત નિર્ણય છે. જો કે અશોક ચવ્હાણ બાદમાં ભાજપમાં જોડાયા હતા.

આ પણ વાંચો-----ભાજપે ASHOK CHAVAN ને કેમ બનાવ્યા રાજ્યસભાના ઉમેદવાર ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.