Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ghaziabad : શેખ હસીનાના સેફ હાઉસનો રસ્તો કોઇ ભુલભુલામણીથી...

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ સેફ હાઉસમાં બીજી રાત વીતાવી ટૂંક સમયમાં જ શેખ હસીનાની મૂવમેન્ટની યોજના બની શકે સેફ હાઉસ પાસે એરફોર્સના ગરુડ કમાન્ડો તૈનાત Ghaziabad : બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના ગાઝિયાબાદ ( Ghaziabad) ના હિંડોન એરબેઝના...
ghaziabad   શેખ હસીનાના સેફ હાઉસનો રસ્તો કોઇ ભુલભુલામણીથી
  • બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ સેફ હાઉસમાં બીજી રાત વીતાવી
  • ટૂંક સમયમાં જ શેખ હસીનાની મૂવમેન્ટની યોજના બની શકે
  • સેફ હાઉસ પાસે એરફોર્સના ગરુડ કમાન્ડો તૈનાત

Ghaziabad : બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના ગાઝિયાબાદ ( Ghaziabad) ના હિંડોન એરબેઝના સેફ હાઉસમાં પોતાની બહેન સાથે રોકાયા છે. શેખ હસીનાએ બીજી રાત સેફ હાઉસમાં વિતાવી. આ પહેલા મંગળવારે હિંડન એરબેઝ પર દિવસભર VVIP મુવમેન્ટ જોવા મળી હતી. બાંગ્લાદેશ એમ્બેસીના ઘણા વાહનો પણ હિંડન એરબેઝની અંદર જતા જોવા મળ્યા હતા. સૂત્રોનું માનીએ તો, ટૂંક સમયમાં જ શેખ હસીનાની મૂવમેન્ટની યોજના બની શકે છે, જેના માટે સતત તૈયારીઓ કરવામાં આવી રહી છે.

Advertisement

સેફ હાઉસની આસપાસ કડક સુરક્ષા

હિંડન એર બેઝની બહાર બધું જ સામાન્ય રીતે ચાલી રહ્યું છે, પરંતુ અંદરના સેફ હાઉસની આસપાસ સુરક્ષા કડક કરવામાં આવી છે. સામાન્ય માણસ માટે સેફ હાઉસ સુધી પહોંચવું બિલકુલ અશક્ય છે. વળી, હિંડન એરબેઝના મુખ્ય દ્વારથી સેફ હાઉસ તરફનો રસ્તો પણ કોઈ ભુલભુલામણીથી ઓછો નથી. માત્ર ત્યાંના કર્મચારીઓ જ જાણે છે કે કેટલાંક કિલોમીટર દૂર આવેલા પ્રથમ ભારતીય એર બેઝ પર સેફ હાઉસ કેવી રીતે પહોંચવું.

Advertisement

આ પણ વાંચો----Hindu સિંગર રાહુલનું 140 વર્ષ જૂનુ ઘર સળગાવી દેવાયું...

એરફોર્સના ગરુડ કમાન્ડો તૈનાત

Advertisement

બાંગ્લાદેશમાં હિંસા બાદ ભારત પહોંચેલી બાંગ્લાદેશની પૂર્વ પીએમ શેખ હસીનાએ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના હિંડોન એર બેઝ પર બનેલા સેફ હાઉસમાં બીજી રાત વિતાવી છે. શેખ હસીના સોમવારે સાંજે બાંગ્લાદેશ વાયુસેનાના વિમાનમાં તેની બહેન રિહાન્ના સાથે ગાઝિયાબાદના હિંડોન એર બેઝ પર ઉતર્યા હતા. તેમની સુરક્ષા વ્યવસ્થા માટે એરફોર્સના ગરુડ કમાન્ડોને તૈનાત કરવામાં આવ્યા છે.

શેખ હસીના સેફ હાઉસમાં હજુ થોડા દિવસો વિતાવી શકે છે

આ સાથે હિંડન એર બેઝના મુખ્ય દરવાજાથી અંદર સુધી દરેક જગ્યાએ વધારાના સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. સેફ હાઉસમાં કોઈને જવાની પરવાનગી નથી. ભવિષ્યની સ્થિતિ શું હશે તે સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. તેથી, એવું માનવામાં આવે છે કે શેખ હસીના હિંડન એરબેઝના સેફ હાઉસમાં તેની બહેન સાથે થોડા દિવસો વિતાવી શકે છે.

આ પણ વાંચો----Bangladesh માં તખ્તાપલટની સ્ક્રિપ્ટ કોણે લખી..?

Tags :
Advertisement

.