Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ત્રણ ગણા ભાવ આપીને એલએનજીની ખરીદી કરવા સરકાર મજબૂર

વીજ સંકટથી ઘેરાયેલી કેન્દ્ર સરકાર ત્રણ ગણી કિંમત આપીને લિક્વીડ ગેસ ખરીદવા મજબૂર બની છે. આકરી ગરમી વચ્ચે લગાતાર વધી રહેલી વીજ માંગને સંતોષવા માટે સરકારે આ નિર્ણય કર્યો છે. કોલસાની અછતથી દેશમાં વીજ સંકટ તોળાઇ રહ્યું છે. ટોરેન્ટ પાવર લિમીટેડ અને ગેલ ઇન્ડીયા લિમીટેડે મે માસ માટે એલએનજીની ખરીદી કરી છે. દેશમાં કોલસાની અછત સામે ઝઝૂમી રહેલા પાવર પ્લાન્ટમાં એલએનજીનો ઉપયોગ કરીને ઝડપથી à
ત્રણ ગણા ભાવ આપીને એલએનજીની ખરીદી કરવા સરકાર મજબૂર
વીજ સંકટથી ઘેરાયેલી કેન્દ્ર સરકાર ત્રણ ગણી કિંમત આપીને લિક્વીડ ગેસ ખરીદવા મજબૂર બની છે. આકરી ગરમી વચ્ચે લગાતાર વધી રહેલી વીજ માંગને સંતોષવા માટે સરકારે આ નિર્ણય કર્યો છે. કોલસાની અછતથી દેશમાં વીજ સંકટ તોળાઇ રહ્યું છે. 
ટોરેન્ટ પાવર લિમીટેડ અને ગેલ ઇન્ડીયા લિમીટેડે મે માસ માટે એલએનજીની ખરીદી કરી છે. દેશમાં કોલસાની અછત સામે ઝઝૂમી રહેલા પાવર પ્લાન્ટમાં એલએનજીનો ઉપયોગ કરીને ઝડપથી વીજળી ઉત્પન્ન કરી શકાય તેમ છે, જેથી વીજ સંકટ ઓછું થઇ શકે છે. જાણકારોના કહેવા મુજબ રશિયા અને યુક્રેન વચ્ચે લગાતાર ચાલી રહેલા યુદ્ધના કારણે અત્યારે એલએનજીની વાસ્તવીક કિંમત કરતાં ત્રણ ઘણા વધારે ભાવથી વેચાઇ રહ્યો છે અને સમગ્ર વિશ્વ એલએનજી ખરીદવા મજબૂર છે. ખાસ કરીને સાઉથ એશિયાના ભારત અને પાકિસ્તાન જેવા દેશોને મોં માંગ્યા ભાવે વીજળી ખરીદવી પડી રહી છે.
ભારતે ક્યારેય આટલા વધારે ભાવથી એલએનજીની ખરીદી કરી નથી પણ આ વખતે વીજ સંકટને જોતાં અને કોલસાની અછતને જોતાં ભારતે પણ વધારે ભાવ આપીને મજબૂરીમાં એલએનજીની ખરીદી કરવાની જરુર પડી છે જેથી દેશના લોકોને વીજકાપ સહન ના કરવો પડે. 
ઉલ્લેખનિય છે કે ભારતમાં કુલ વીજ ઉત્પાદનમાં ગેસનો હિસ્સો માત્ર 4 ટકા છે જયારે 71 ટકા વીજળી માત્ર કોલસાથી જ બને છે. પરંતુ આ વર્ષે ભારતમાં કોલસાની કમી જોવા મળી છે. બીજી તરફ દેશમાં ભીષણ ગરમી પડી રહી છે જેથી વીજળીની માંગ પણ વધી છે. પ્રાપ્ત માહિતી મુજબ ગેઇલ મેના અંત સુધીમાં એલએનજીની વધુ એક શિપ મંગાવી શકે છે અને આ સિવાય અનેક ભારતીય કંપનીઓ પણ ભાવની માહિતી મેળવી રહી છે. 
ભારતના પાડોશી પાકિસ્તાનને પણ વધારે ભાવ આપીને એલએનજીની ખરીદી કરવી  પડી છે જેથી ઇદના તહેવારમાં દેશમાં વીજ સંકટ પેદા ના થાય 
Advertisement
Tags :
Advertisement

.