Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રયાગરાજમાં એક જ પરિવારના પાંચ લોકોની હત્યા, એક સપ્તાહમાં બીજી ઘટના

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના સંગમ શહેરમાં એક જ પરિવારના પાંચ લોકોની હત્યાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. થરવઈ પોલીસ સ્ટેશન વિસ્તારના ઘેવરાજપુર ગામમાં ઈંટો વડે 5 લોકોની હત્યા કરવામાં આવી હતી. એવા પણ સમાચાર છે કે હત્યા બાદ ઘરમાં આગ લગાવી દેવામાં આવી હતી. સામૂહિક હત્યાની આ માહિતી મળતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.સામુહિક હત્યાની માહિતી મળતાની સાથે જ પોલીસ અધિકારીઓ, ફોàª
પ્રયાગરાજમાં એક જ પરિવારના પાંચ લોકોની હત્યા  એક સપ્તાહમાં બીજી ઘટના
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના સંગમ શહેરમાં એક જ પરિવારના પાંચ લોકોની હત્યાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. થરવઈ પોલીસ સ્ટેશન વિસ્તારના ઘેવરાજપુર ગામમાં ઈંટો વડે 5 લોકોની હત્યા કરવામાં આવી હતી. એવા પણ સમાચાર છે કે હત્યા બાદ ઘરમાં આગ લગાવી દેવામાં આવી હતી. સામૂહિક હત્યાની આ માહિતી મળતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
સામુહિક હત્યાની માહિતી મળતાની સાથે જ પોલીસ અધિકારીઓ, ફોરેન્સિક ટીમ અને ડોગ સ્કવોડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પ્રયાગરાજના ગંગાપર વિસ્તારમાં સતત હત્યાની ઘટનાઓ બની રહી છે. ઉત્તર પ્રદેશ પોલીસ માટે આ એક મોટો પડકાર બની ગયો છે. આ વિસ્તારમાં દર ચાર-પાંચ મહિને આવી જ ઘટનાઓ બને છે. રાતના અંધારામાં આખો પરિવાર મોતને ભેટે છે.
અહીં પરિવારના વડા 55 વર્ષીય રાજકુમાર યાદવ, તેમની 50 વર્ષીય પત્ની કુસુમ, 25 વર્ષની પુત્રી મનીષાની પણ હત્યા કરવામાં આવી હતી. 30 વર્ષની પુત્રવધૂ સવિતા અને બે વર્ષની માસૂમ પૌત્રી સાક્ષીની પણ હત્યા કરવામાં આવી છે. પ્રદીપ કુમાર યાદવે પોલીસને તેના સાળા અને અન્ય લોકોના મૃત્યુ અંગે જાણ કરી હતી.
પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. મૃતક મહિલાઓના કપડા અવાવરુ હાલતમાં મળી આવ્યા છે. પુત્રવધૂ અને પુત્રી સાથે દુષ્કર્મની પણ આશંકે વ્યક્ત કરવામાં આવી છે. પોલીસ હત્યા પાછળનું કારણ જાણવા પ્રયાસ કરી રહી છે અને ગ્રામજનો અને સંબંધીઓની પૂછપરછ કરી રહી છે.
માયાવતીએ કાર્યવાહીની માંગ કરી હતી
આ ઘટના પર ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બસપાના અધ્યક્ષ માયાવતીએ કહ્યું છે કે, "ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક જ પરિવારના પાંચ લોકોની ક્રૂર હત્યાના સમાચાર ખૂબ જ દુઃખદ, નિંદનીય અને ચિંતાજનક છે. સરકારે ઘટનાની ઊંડી તાપસ કરવી જોઈએ અને દોષિતો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ.
છેલ્લા 10 વર્ષના આંકડા 
આવા મોટા ભાગના કિસ્સામાં પોલીસના હાથ ખાલી જ રહે છે. અહીં સીરિયલ કિલિંગની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. આવી જ ઘટના ગયા શનિવારે  જ ગંગાપર વિસ્તારમાં બની હતી. જ્યાં એક જ પરિવારના પાંચ સભ્યોની હત્યા કરવામાં આવી હતી. આ બંને સ્થળો વચ્ચેનું અંતર માત્ર 15 કિલોમીટર છે. છેલ્લા 10 વર્ષમાં આવી ઓછામાં ઓછી 20 મોટી ઘટનાઓ બની છે. મોટા ભાગના કેસોમાં પોલીસ કંઈ ખાસ કરી શકી નથી. એક અઠવાડિયામાં લગભગ એક જ વિસ્તારમાં આખા પરિવારની હત્યા કરવી એ કાયદો અને વ્યવસ્થા માટે મોટો પડકાર છે. મોટા ભાગના કિસ્સાઓમાં પોલીસ ઘટનાના મૂળ સુધી જવાનો પ્રયાસ કરતી નથી.
Advertisement
Tags :
Advertisement

.