બોલિવૂડના પ્રખ્યાત ફેશન Fashion designer Rohit Bal નું હૃદય રોગથી થયું નિધન
- Rohit Bal નું હૃદય રોગના કારણે નિધન થયું
- Rohit Bal ને પહેલાથી જ હાર્ટની બિમારી હતી
- Rohit Bal એ મૂળ કાશ્મીરના રહેવાસી હતા
Fashion designer Rohit Bal Passed Away : Fashion designer Rohit Bal નું આજરોજ લાંબી બીમારીના કારણે નિધન થયું છે. Rohit Bal એ લાંબા સમયથી હૃદયની બીમારીથી પીડિત હતા. નવેમ્બર 2023 માં તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સ્થિતિ વધુ ખરાબ થતાં તેમને ICU માં તેમની સારવાર ચાલી રહી હતી. પરંતુ આજરોજ સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. જોકે 63 વર્ષીય Fashion designer એ આ વર્ષની શરૂઆતમાં પુનરાગમન કર્યું અને ગયા મહિને દિલ્હીમાં લેક્મે ઇન્ડિયા ફેશન વીકમાં તેનો છેલ્લો શો રજૂ કર્યો.
Rohit Bal ને પહેલાથી જ હાર્ટની બિમારી હતી
Fashion designer Rohit Bal ના સ્વાસ્થ્યને લઈને ચિંતાજનક સમાચારો અવાર-નવાર સામે આવી રહ્યા હતા. ફેશન ડિઝાઇન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ પણ પ્રખ્યાત Fashion designer Rohit Bal ના નિધન પર શોક સંદેશ પોસ્ટ કર્યો છે. એફડીસીઆઈએ ફેશન આઈકોનની તસવીર સાથે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, 'અમે પીઢ Fashion designer Rohit Bal ના નિધન પર શોક વ્યક્ત કરતા દુઃખી હૃદય સાથે આ પોસ્ટ શેર કરી રહ્યા છીએ. તેઓ ફેશન ડિઝાઇન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (FDCI) ના સ્થાપક સભ્ય હતા. પરંપરાગત પેટર્ન અને આધુનિક સંવેદનાઓના અનન્ય મિશ્રણ માટે જાણીતા, બાલના કામે ભારતીય ફેશનને ખૂબ જ વ્યાખ્યાયિત કરી છે અને નવી પેઢીઓને પણ પ્રેરણા આપી છે.
આ પણ વાંચો: વરુણ ધવનની ફિલ્મ Baby John નું ટીઝર રિલીઝ, આ તારીખે થશે રિલીઝ
View this post on Instagram
Rohit Bal એ મૂળ કાશ્મીરના રહેવાસી હતા
Rohit Bal ને પહેલાથી જ હાર્ટની બિમારી હતી અને 2010 માં હાર્ટ એટેક આવ્યા બાદ તેની ઈમરજન્સી એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. આ પહેલા પણ એવા અહેવાલ હતા કે બાલ ઘણા વર્ષોથી પેસમેકર દ્વારા પોતાનું જીવન જીવી રહ્યા હતા, જેના કારણે ગયા વર્ષે સમસ્યાઓ શરૂ થઈ હતી અને તેને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. Rohit Bal નું હૃદય રોગના કારણે નિધન થયું છે. જોકે, ડિસેમ્બર 2023 માં, તેણે એક નિવેદન બહાર પાડ્યું અને કહ્યું કે તે ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યો છે અને મિત્રો અને પરિવાર તરફથી મળેલા પ્રેમ અને પ્રાર્થના માટે આભાર વ્યક્ત કર્યો હતો. જોકે Rohit Bal એ મૂળ કાશ્મીરના રહેવાસી હતા અને ભારતના સૌથી પ્રખ્યાત Fashion designer માંના એક હતા.
આ પણ વાંચો: Diwali ઉપર બોલિવૂડ સ્ટાર્સ આ ખાસ રીતે ઉત્સવની ઉજવણી કરીને શુભાકામના પાઠવી