ખેતીની માહિતી હવે આંગળીના ટેરવે, જાણો ખેડૂત પુત્રના સ્ટાર્ટ અપ વિશે
મૂળ ખેતી સાથે જોડાયેલા એક યુવાને ખેતીની લગતી તમામ માહિતી અને ખેતી સાથે સંકળાયેલી તમામ માહિતી આંગળીઓના ટેરવાં પર મળી રહે તેવો પ્રયાસ કર્યો છે. પત્રકારત્વ ક્ષેત્રે સંકળાયેલા હર્ષદ ગોહિલે ઇન્ટરનેટ યુગના જમાનામાં ખેડૂતોને તમામ માહિતી સરળતાથી મળી રહે તે માટે સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ શરુ કર્યા છે અને આ પ્રકારે તેમણે એક નવું સ્ટાર્ટઅપ (Startup) શરુ કર્યું છે. તેમંણે ખેતીને લગત
Advertisement
મૂળ ખેતી સાથે જોડાયેલા એક યુવાને ખેતીની લગતી તમામ માહિતી અને ખેતી સાથે સંકળાયેલી તમામ માહિતી આંગળીઓના ટેરવાં પર મળી રહે તેવો પ્રયાસ કર્યો છે. પત્રકારત્વ ક્ષેત્રે સંકળાયેલા હર્ષદ ગોહિલે ઇન્ટરનેટ યુગના જમાનામાં ખેડૂતોને તમામ માહિતી સરળતાથી મળી રહે તે માટે સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ શરુ કર્યા છે અને આ પ્રકારે તેમણે એક નવું સ્ટાર્ટઅપ (Startup) શરુ કર્યું છે. તેમંણે ખેતીને લગતી ખાસ એપ્લિકેશન પણ વિકસાવી છે.
હર્ષદ ગોહિલે સોશિયલ મીડિયાના માધ્યમથી ખેડૂતોને તમામ માહિતી મળી રહે તેવા પ્રયાસો કર્યા છે અને તેમાં તે સફળ પણ રહ્યા છે. માસ્ટર ઇન કોમ્યુનિકેશન અને જર્નાલિઝમનો અભ્યાસ કરીને હર્ષદ ગોહિલ ગુજરાતની જાણીતી ન્યૂઝ ચેનલમાં જોડાયા હતા અને ત્યારબાદ જાણીતા અખબારમાં પણ કામ કર્યું છે.
હર્ષદ ગોહિલ પોતે ખેડૂત હોવા છતાં પત્રકારત્વ ક્ષેત્રે તેમણે પોતાના કામમાં ખેતી ક્ષેત્રને જ અગ્રીમતા આપી હતી અને વર્ષો સુધી તેઓ ખેતીની બીટ કરતા રહ્યા હતા. ખેતીની સમસ્યા, ખેડૂતોની સમસ્યા, પ્રશ્નો અને મંઝુવણો અને નવા નવા સંશોધનો તથા ફાયદાને લગતી વાતો તેઓ પોતાના અખબાર કે ન્યૂઝ ચેનલ દ્વારા ખેડૂતો સમક્ષ રજુ કરતા હતા.
જો કે આખરે તેમણે 2016 માં ખેડૂતોને તમામ માહિતી મોબાઇલમાં મળી રહે તેવા ઉદ્દેશ્યથી ખેડૂતો માટે સોશિયલ મીડિયાના માધ્યમથી કામ શરુ કરવાનો નિર્ણય કર્યો હતો અને ખેતીને લગતી એપ્લિકેશન રજૂ કરી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં ઇન્ટરનેટ ક્રાંતિ થવાના કારણે હવે ખેડૂતો પણ મોબાઇલનો ઉપયોગ કરતા થઇ ગયા છે અને તેથી ખેડુતોને મોબાઇલમાં જ ખેતીને લગતી તમામ માહિતી મળી રહે તે માટે તેમણે એપ્લિકેશન વિકસાવી હતી.
હર્ષદ ગોહિલે પોતાની મિત્ર સંજય રાજપુત સાથે મળીને વર્ષ 2016 માં Culgrow Agriscience Private Limited કંપનીની શરૂઆત કરી. આ કંપનીના નેજા હેઠળ AGRISCIENCE KRUSHI મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવી.
હર્ષદ ગોહિલ કહે છે કે તેમની એપ્લિકેશનમાં ખેતીને લગતા વિડીયો, ખેડૂતોને ફાયદો થાય તેવી સરકારી યોજનાઓ, પાકને લગતી માહિતી, બજારભાવ સહિતની તમામ માહિતી અપલોડ કરવામાં આવે છે. હાલ તેમની એપ્લિકેશનના 5 લાખ ડાઉનલોડ છે જ્યારે તેમના ફેસબુક પેજ પર 1 લાખ 60 હજાર ફોલોઅર્સ છે. યુ ટયુબ પર પણ તેમના 75 હજાર સબસ્ક્રીપ્શન છે.
ખેતીને લગતી માહિતી સોશિયલ મીડિયા અને એપ્લિકેશન દ્વારા મળવાના કારણે ખેડૂતોનો પણ ભારે પ્રતિસાદ મળી રહ્યો છે. ખેડૂતોને પાક, જીવાત, ક્યાં વેચવું તે સહિતની બાબતોની મુંઝવણના પ્રશ્નો પણ મળી રહે છે. એટલે સુધી ખેડૂતોને માહિતી મળી રહે છે કે પાક વેચવા માટે ક્યાં જવું.
હર્ષદ ગોહિલ કહે છે કે હું પોતે ખેડૂત છું અને વ્યાવસાયીક રીતે પણ તેમણે ખેતીનું બીટ સંભાળેલું હતું અને તેથી તેમના અનુંભવનો નિચોડ તેઓ ખેડૂતોને પીરસી રહ્યા છે. ઇન્ટરનેટ અને મોબાઇલનો સદપયોગ કરીને ખેતીને લગતી તમામ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવું તે તેમની નેમ છે અને તે દિશામાં તેઓ આગળ વધી રહ્યા છે.
હર્ષદ ગોહિલનું મુળ વતન સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકાનું સાવડા ગામ છે. પોતાના ગામ વિશે વાત કરતા હર્ષદ જણાવે છે કે, આમારૂ ગામ ખારાઘોડાના મીઠાના અગરને બિલકુલ અડીને આવેલુ છે. મીઠામાંથી કેમિકલ બનાવતી ફેક્ટીઓ અમારા ખેતરોમાંથી જોઇ શકાય એટલી નજીક છે. રેતાળ અને ખારાશવાળી જમીન હોવા છતાં અમારા ગામના ખેડૂતોએ પોતાની મહેનત અને કોઠાસુઝથી આર્થિક પ્રગતિ કરી છે. આવી જ સ્થિતિ ગુજરાતના હજારો ગામડાઓની છે કે જ્યાં અનેક પ્રતિકુળતાઓ વચ્ચે ખેતીને ફરીથી ઉત્તમ બનાવવા ખેડૂતો મથામણ રહ્યા છે. આવી જ મથામણને વેગ આપવાનો પ્રયાસ AGRISCIENCE દ્વારા થયો છે.