મોંઘવારી મુદ્દે ધોરાજીના ખેડૂતોએ કર્યો અનોખો વિરોધ
દિન પ્રતિદિન વધતી મોંઘવારી અને પેટ્રોલ, ડીઝલ, ગેસ સિલિન્ડર અને ખાતરના ભાવો વધી રહયા છે. આ મોંઘવારીથી મધ્યમ પરીવાર હેરાન પરેશાન થઇ ગયો છે. પરીવારનું ગુજરાન કઈ રીતે ચલાવવું એ પણ એક મોટો પ્રશ્ન છે. મહિલાઓનું બજેટ ખોરવાઈ ગયુ છે. પેટ્રોલ ડીઝલના ભાવો દિવસેને દિવસે વધી રહયા છે જેથી વાહન ચાલકો પણ ચિંતિત થયા છે.મોંઘવારીના મારથી ગુજરાતના ધરતીપુત્રો પણ બાકાત નથી રહ્યા. પેટ્રોલ ડીઝલ મોંઘુ થà
Advertisement
દિન પ્રતિદિન વધતી મોંઘવારી અને પેટ્રોલ, ડીઝલ, ગેસ સિલિન્ડર અને ખાતરના ભાવો વધી રહયા છે. આ મોંઘવારીથી મધ્યમ પરીવાર હેરાન પરેશાન થઇ ગયો છે. પરીવારનું ગુજરાન કઈ રીતે ચલાવવું એ પણ એક મોટો પ્રશ્ન છે. મહિલાઓનું બજેટ ખોરવાઈ ગયુ છે. પેટ્રોલ ડીઝલના ભાવો દિવસેને દિવસે વધી રહયા છે જેથી વાહન ચાલકો પણ ચિંતિત થયા છે.
મોંઘવારીના મારથી ગુજરાતના ધરતીપુત્રો પણ બાકાત નથી રહ્યા. પેટ્રોલ ડીઝલ મોંઘુ થતુ જાય છે ખાતરના ભાવો વધતા જાય છે ત્યારે ખેડૂતોને ખેતી કરવી પોસાય તેમ નથી. ખેડૂતો ચિંતિત થઈ ગયા છે તો બીજી બાજુ ખેડૂતોને સમયસર વિજળી મળતી નથી. ખેત વિજળીમાં પણ ધાંધીયા જોવા મળે છે. ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. પેટ્રોલ ડીઝલ તથા ખાતરના ભાવો વધતા ખેડૂતો ચિંતાજનક પરિસ્થિતિમાં મુકાય ગયા છે.
ખેતરમાં વપરાતા વિવિધ સાધનો જે ડીઝલથી ચાલતા હોય તે વાહનોમાં હવે ડીઝલ નાખવું પોસાય તેમ નથી. ખેત વિજળી આપવામામાં પણ તંત્રના ધાંધીયાથી કંટાળીને ધોરાજીના ખેડૂતોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યો છે. સામાન્ય રીતે ખેતરમાં વિવિધ કામો માટે બળદ કે ટ્રેક્ટર હળનો ઉપયોગ થતો હોઈ છે. મોંઘવારીનો વિરોધમાં ખેડૂત પોતે બળદની જગ્યાએ હળ ચલાવી રહયા છે.
હળમાં બળદની જગ્યાએ ખેડૂત પોતે બળદ બનીને ખેતરમાં હળ ચલાવી અને મોંઘવારી સામે વિરોધ કર્યો છે. સરકાર સુધી પોતાની વ્યથા વ્યક્ત કરવા માટે આવો અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. ખેતરમાં ખેડૂતો એકઠા થઈને પેટ્રોલ ડીઝલ ખાતરના ભાવો ઘટાડો અને સમયસર ખેત વિજળી આપો તેવા સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.