Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં આજે પણ અતિ ભારે વરસાદની આગાહી 

ગુજરાતમાં સર્વત્ર ભારેથી અતિ ભારે વરસાદ થઇ રહ્યો છે. આજે શુક્રવારે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે..સવારથી જ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સર્વત્ર સારો વરસાદ વરસી રહ્યો છે. શહેરી...
રાજ્યમાં આજે પણ અતિ ભારે વરસાદની આગાહી 
ગુજરાતમાં સર્વત્ર ભારેથી અતિ ભારે વરસાદ થઇ રહ્યો છે. આજે શુક્રવારે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે..સવારથી જ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સર્વત્ર સારો વરસાદ વરસી રહ્યો છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારો જળબંબાકાર જોવા મળી રહ્યા છે. હવામાન ખાતાની આગાહી મુજબ હજું આગામી 4 દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે.
દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપી, વલસાડ, ડાંગ, વલસાડમાં રેડ એલર્ટ જારી કરાયું છે. જ્યારે સુરત, અમરેલી, ગીર સોમનાથ, નર્મદામાં ઓરેન્જ એલર્ટ અપાયુ છે. આ સાથે અમદાવાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, ભાવનગર, વડોદરા, ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સવારથી જ વરસાદી માહોલ
શુક્રવાર સવારથી જ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેમાં સવારના બે કલાકમાં રાજ્યના 70 તાલુકામાં વરસાદ નોંધાયો છે. પ્રાપ્ત આંકડા મુજબ સવારના 2 કલાકમાં  વ્યારામાં પોણા 3 ઈંચ વરસાદ, વાલોડમાં 2 ઈંચ, જામનગરમાં પોણા 2 ઈંચ, સુબીર, ઉચ્છલ, બારડોલીમાં દોઢ ઈંચ વરસાદ, મહુવા, સંજેલી, આહવામાં સવા 1 ઈંચ વરસાદ અને તાપીના સોનગઢમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.
 હજું ચાર દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડશે
હવામાન વિભાગની આગાહી મુજબ હજું 4 દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડશે. ખાસ કરીને  દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે તથા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં પણ  અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોન્સુન ટ્રફ અને સર્ક્યુલર સિસ્ટમ એમ બે સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે.
રાજ્યના ડેમોમાં પાણીની સપાટી વધી
ભારે વરસાદના કારણે રાજ્યના ડેમોમાં પાણીની સપાટી વધી રહી છે અને નદીઓમાં પણ નવા નીર આવ્યા છે. સવારે જામનગરમાં ધોધમાર વરસાદ વરસતાં બાળકો સ્કુલમાં જતાં અટવાઇ ગયા હતા જ્યારે રાજકોટ શહેરમાં પણ ગત રાત્રીએ 2 ઇંચ વરસાદ ખાબક્યા બાદ આજે સવારથી પણ ઝરમર વરસાદ વરસી રહ્યો છે. કચ્છ જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના કારણે ભાદર-2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે જ્યારે આજી ડેમના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે.
 ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદ 
બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં ડુબી જવાથી તથા વીજ કરંટ લાગવાથી બેના મોત થયા છે. દાહોદ જિલ્લામાં પણ મેઘમહેર જોવા મળી રહી છે.નવસારીમાં પણ ભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે નર્મદા ડેમની સપાટી સવારે 8 વાગે 120.60 મીટરે પહોંચી છે જ્યારે અરવલ્લીના વાત્રક ડેમમાં પણ સતત પાણીની આવક વધી રહી છે.

Advertisement

Tags :
Advertisement

.