Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આખરે Gondal સ્ટેટનાં નામે 'નકલી રાજા' વિવાદનો આવ્યો સુખદ અંત, ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં સમાધાન

Gondal સ્ટેટ 'નકલી રાજા' વિવાદનો સુખદ અંત આવ્યો ગોંડલ ઓર્ચેડ પેલેસ ખાતે ક્ષત્રિય આગેવાની બેઠક યોજાઈ બેઠકમાં યદુવેન્દ્રસિંહ અને ગોંડલ સ્ટેટ હિમાંશુંસિંહજી એક મંચ યદુવેન્દ્રસિંહ જાડેજાએ સમગ્ર મામલે દિલગીરી વ્યક્ત કરી ગોંડલ સ્ટેટનાં (Gondal) નામે 'નકલી રાજા' ફરતા હોવાનો...
આખરે gondal સ્ટેટનાં નામે  નકલી રાજા  વિવાદનો આવ્યો સુખદ અંત  ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં સમાધાન
Advertisement
  1. Gondal સ્ટેટ 'નકલી રાજા' વિવાદનો સુખદ અંત આવ્યો
  2. ગોંડલ ઓર્ચેડ પેલેસ ખાતે ક્ષત્રિય આગેવાની બેઠક યોજાઈ
  3. બેઠકમાં યદુવેન્દ્રસિંહ અને ગોંડલ સ્ટેટ હિમાંશુંસિંહજી એક મંચ
  4. યદુવેન્દ્રસિંહ જાડેજાએ સમગ્ર મામલે દિલગીરી વ્યક્ત કરી

ગોંડલ સ્ટેટનાં (Gondal) નામે 'નકલી રાજા' ફરતા હોવાનો દાવો કરાતા ખળભળાટ મચી ગયો હતો. જો કે હવે, આ વિવાદનો સુખદ અંત આવી ગયો છે. ગોંડલ ઓર્ચેડ પેલેસ ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનોની હાજરીમાં બેઠક યોજાઇ હતી, જેમાં યદુવેન્દ્રસિંહ (Yaduvendrasingh Jadeja) અને ગોંડલ સ્ટેટ હિમાંશુંસિંહજી એક મંચ પર ભેગા થયા હતા. સમાધાનમાં ક્ષત્રિય સમાજનાં અગ્રણીઓ, આગેવાનો, પદાધિકારીઓ અને ગોંડલ સ્ટેટનાં ભાયાતો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો - Rajkot : AIIMS નાં ડાયરેક્ટર, ડીન સહિત 4 સામે મહિલા તબીબનાં ગંભીર આરોપ, પો. કમિશનરના તપાસનાં આદેશ

Advertisement

યદુવેન્દ્રસિંહ જાડેજાએ સમગ્ર મામલે દિલગીરી વ્યક્ત કરી

ગોંડલ સ્ટેટનાં પ્રતિનિધિ રાજેન્દ્રસિંહ જાડેજાએ (Rajendrasinh Jadeja) સમગ્ર મામલે જણાવ્યું હતું કે, યદુવેન્દ્રસિંહ જાડેજાએ સમગ્ર મામલે દિલગીરી વ્યક્ત કરી હતી અને ભવિષ્યમાં ગોંડલ મહારાજા સાહેબ કે ગોંડલ યુવરાજ સાહેબ (Gondal Yuvraj Saheb) જેવા ટાઇટલનો ઉપયોગ નહીં કરે અને કોઇ બીજું પણ કરશે તો તેઓ ખુલાસો કરશે કે તેઓ મહારાજા નથી.

Advertisement

આ પણ વાંચો - નવરાત્રિ બગાડશે વરસાદ! Ambalal Patel એ કરી 'ચક્રવાત' ની આગાહી, આ વિસ્તારોને ગંભીર અસર!

સમાજની એકતા જાળવી રાખવા સાથે મળીને કામ કરશે

અમદાવાદમાં યોજાયેલા ક્ષત્રિય સમાજનાં (Kshatriya Community) સંમેલન યદુવેન્દ્રસિંહ રાજા ન હોવા છતાં હાજર રહ્યા હોવાનો આક્ષેપ થયો હતો અને મહારાજા હિમાંશુસિંહનાં પ્રતિનિધિએ કહ્યું હતું કે, નવ પેઢીથી છૂટા પડેલા ભાયાત યદુવેન્દ્રસિંહ પોતાને ગોંડલનાં મહારાજ ગણાવે છે. ત્યારે સમગ્ર વિવાદને લઇ સમાધાન લાવવા ગોંડલ પેલેસ ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનોની હાજરીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાધાન થયું છે. બેઠકમાં ક્ષત્રિય સમાજનાં અગ્રણીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગોંડલ સ્ટેટનાં ભાયાતો હાજર રહ્યા હતા અને યદુવેન્દ્રસિંહ અને ગોંડલ મહારાજા સાહેબ હિમાંશુસિંહજી (Himanshunsinghji) એક મંચ પર જોવા મળ્યા હતા. સમાધાનમાં રાજેન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ઝાલા તેમ જ અર્જુનસિંહ (Arjunsinghji) ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં નિર્ણય લેવાયો કે યદુવેન્દ્રસિંહ અને ગોંડલ મહારાજા સાહેબ હિમાંશુસિંહજી સમાજની એકતા જાળવી રાખવા સાથે મળીને કામ કરશે.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો - Gir-Somnath : મેગા ડિમોલિશનને લઈ HC માં બંને પક્ષની સામસામી ધારદાર દલીલ, વાંચો સમગ્ર અહેવાલ

Tags :
Advertisement

.

×