Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Education Minister : પ્રફુલ પાંસેરિયાની સ્કૂલ સંચાલકોને અપીલ, કહ્યું - તમને કોઈ વ્યક્તિ બ્લેકમેઇલ કરે તો..!

ગુજરાતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની RTI થકી વિગતો મેળવી ખોટી અરજીઓ કરીને શાળા સંચાલકો-ટ્રસ્ટીઓ પાસેથી લાખો રૂપિયાનો તોડ કરનાર શિક્ષણ માફિયા અને આરટીઆઈ (RTI) એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલની ગઈકાલે સીઆઈડી (CID) ક્રાઇમે ધરપકડ કરી હતી. ત્યાર બાદ આરોપીને જજ સામે રજૂ કરી...
education minister   પ્રફુલ પાંસેરિયાની સ્કૂલ સંચાલકોને અપીલ  કહ્યું   તમને કોઈ વ્યક્તિ બ્લેકમેઇલ કરે તો

ગુજરાતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની RTI થકી વિગતો મેળવી ખોટી અરજીઓ કરીને શાળા સંચાલકો-ટ્રસ્ટીઓ પાસેથી લાખો રૂપિયાનો તોડ કરનાર શિક્ષણ માફિયા અને આરટીઆઈ (RTI) એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલની ગઈકાલે સીઆઈડી (CID) ક્રાઇમે ધરપકડ કરી હતી. ત્યાર બાદ આરોપીને જજ સામે રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારે આવા તોડબાજોને લઈ વડોદરામાં શિક્ષણમંત્રી (Education Minister) પ્રફુલ પાંસેરિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે.

Advertisement

શાળા સંચાલકો- ટ્રસ્ટીઓને ડરાવી, ધમકાવી લાખો રૂપિયાનો તોડ કરતા તોડબાજો અંગે વડોદરામાં (Vadodara) શિક્ષણમંત્રી (Education Minister) પ્રફુલ પાંસેરિયાએ કહ્યું કે, સ્કૂલ સંચાલક પાસેથી તોડ કરનારા આવા તત્વો સામે કડક કાર્યવાહી કરાશે. તેમણે કહ્યું કે, આવા તોડબાજોને છોડવામાં આવેશે નહીં. આ સાથે તેમણે સ્કૂલ સંચાલકોને અપીલ કરી કે, તમને કોઈપણ વ્યક્તિ બ્લેકમેઇલ કરી રહી હોય તો શિક્ષણ વિભાગના અધિકારીઓને જરૂરથી ફરિયાદ કરો. આવા લોકો સામે શિક્ષણ વિભાગ કડક કાર્યવાહી કરશે.

Advertisement

શિક્ષણમંત્રી (Education Minister) પ્રફુલ પાંસેરિયાએ (Praful Panseria) આગળ કહ્યું કે, સ્કૂલ સંચાલકોને બ્લેકમેઈલ કરવું એ નહિ ચલાવી લેવાય. ઉપરાંત, વડોદરાની હરણી લેક ઝોન બોટ દુર્ઘટના મામલે દુ:ખ વ્યક્ત કર્યું. સાથે જ તેમણે કહ્યું કે, આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. જણાવી દઈએ કે, હરણી લેક દુર્ઘટનામાં અત્યાર સુધી 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આજે પોલીસે ઘટના પછીથી ફરાર આરોપી નિલેશ જૈનની ધરપકડ કરી હતી.

Advertisement

આ પણ વાંચો - Harani Lake : વડોદરાની હરણી લેક દુર્ઘટના મામલે વધુ એક આરોપીની ધરપકડ, અત્યાર સુધી 10 ઝડપાયા

Tags :
Advertisement

.