Earthquake : અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના લગાતાર બે આંચકા અનુભવાયા
Earthquake : ભારતમાં પણ હવે ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યાં છે. વર્તમાનની વાત કરવામાં આવે તો અરૂણાચલ પ્રદેશમાં ગુરૂવારે ભૂકંપના બે આંચકા અનુભવાયા છે. જેને લઈને લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે, ગુરુવારે અરુણાચલ પ્રદેશમાં અલગ-અલગ સમયે ભૂકંપના આંચકા અનુભવાયા, જેના કારણે લોકો ભયભીત થઈ ગયા હતાં. જોકે, અત્યારે રાહતની વાત એ છે કે, આ બંને ભૂકંપમાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યાં નથી.
Earthquake of Magnitude:3.4, Occurred on 21-03-2024, 03:40:12 IST, Lat: 27.46 & Long: 92.82, Depth: 5 Km ,Location: East Kameng, Arunachal Pradesh, India for more information Download the BhooKamp App https://t.co/dt9x4EJLjK @ndmaindia @Indiametdept @KirenRijiju @Dr_Mishra1966… pic.twitter.com/yxr3a4TBZ9
— National Center for Seismology (@NCS_Earthquake) March 20, 2024
પહેલો ભૂકંપ વહેલી સવારે આવ્યો હતો
વિગતે વાત કરવામાં આવે તો, પહેલો ભૂકંપ ગુરૂવારે વહેલી સવારે 1 વાગીને 49 મીનિટ પર આવ્યો હતો, તેની તીવ્રતાની વાત કરવામાં આવે તો તે ભૂકંપ 3.7 જેટલી નોંધાઈ છે. જો આ ભૂકંપના કેન્દ્ર બિંદુની વાત કરવામાં આવે તો, અરૂણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગમાં નોંધાયું છે. જેની ઊંડાઈ લગભગ 10 કિલોમીટર હતી.
Earthquake of Magnitude:3.2, Occurred on 21-03-2024, 05:13:29 IST, Lat: 27.46 & Long: 92.82, Depth: 5 Km ,Location: East Kameng, Arunachal Pradesh, India for more information Download the BhooKamp App https://t.co/gfQAe2BJE7 @ndmaindia @Indiametdept @KirenRijiju @Dr_Mishra1966… pic.twitter.com/gcSbPn1YDD
— National Center for Seismology (@NCS_Earthquake) March 20, 2024
બે ભૂકંપ આવવાથી લોકોમાં ભારે ડરનો માહોલ
જો બીજા ભૂકંપની વિગતે વાત કરીએ તો, પહેલા ભૂકંપના માત્ર બે કલાક પછી બીજો ભૂકંપ આવ્યો હતો. બપોરે 3.40 કલાકે અરુણાચલ પ્રદેશમાં જ ભૂકંપનો બીજો આંચકો અનુભવાયો હતો. ઉપરાઉપર બે ભૂકંપ આવવાથી લોકોમાં ભારે ડરનો માહોલ જોવા મળ્યો હતો. બીજા ભૂકંપનું કેન્દ્ર અરુણાચલ પ્રદેશમાં પૂર્વ કામેંગ હતું અને આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4 માપવામાં આવી હતી. આ ભૂકંપની ઊંડાઈ પૃથ્વીની અંદર 5 કિલોમીટર હતી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપી હતી.જો કે, બન્ને ભૂકંપમાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.