Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અરુણાચલ પ્રદેશમાં કામેંગ સેક્ટરમાં હિમસ્ખલનમાં 7 જવાનો શહીદ, બે દિવસ પહેલા બરફનું આવ્યુ હતું તોફાન

બરફના તોફાનમાં 7 જવાનો શહીદ અરુણાચલ પ્રદેશમાં રવિવારે ભારે હિમસ્ખલન થયું હતું. હિમસ્ખલન બાદ ગુમ થયેલા સેનાના 7 જવાનોના મૃતદેહો મળી આવ્યા છે. સૈન્યના જવાનો છેલ્લા બે દિવસથી બરફમાં ફસાયેલા હતા. ભારતીય સેનાની આધિકારિક માહિતી મુજબ કેમાંગ સેક્ટરના ઊંચાઈવાળા વિસ્તારમાં હિમ સ્ખલનની ઘટના બની હતી, જેમાં ફસાયેલા 7 સેનાના જવાનોના મોત થયાની પુષ્ટિ થઈ છે. બનાવ સ્થળથી તમામ જવાનોના મૃતદેહ બà
અરુણાચલ પ્રદેશમાં કામેંગ સેક્ટરમાં હિમસ્ખલનમાં 7 જવાનો શહીદ  બે દિવસ પહેલા બરફનું આવ્યુ હતું તોફાન
બરફના તોફાનમાં 7 જવાનો શહીદ 
અરુણાચલ પ્રદેશમાં રવિવારે ભારે હિમસ્ખલન થયું હતું. હિમસ્ખલન બાદ ગુમ થયેલા સેનાના 7 જવાનોના મૃતદેહો મળી આવ્યા છે. સૈન્યના જવાનો છેલ્લા બે દિવસથી બરફમાં ફસાયેલા હતા. ભારતીય સેનાની આધિકારિક માહિતી મુજબ કેમાંગ સેક્ટરના ઊંચાઈવાળા વિસ્તારમાં હિમ સ્ખલનની ઘટના બની હતી, જેમાં ફસાયેલા 7 સેનાના જવાનોના મોત થયાની પુષ્ટિ થઈ છે. બનાવ સ્થળથી તમામ જવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.
રેસ્ક્યૂ માટે વિશેષ ટીમની લેવાઈ મદદ
ભારતીય સૈન્યે ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી હતી. સેનાની એક પેટ્રોલિંગ ટીમ અરુણાચલમાં બરફના તોફાનોમાં ફસાઈ ગઈ હતી અને ત્યારથી સેનાએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ હતું. બચાવ કામગીરી માટે એક વિશેષ ટીમને સ્થળ પર એરલિફ્ટ કરવામાં આવી હતી, જો કે ઓપરેશનના બે દિવસ બાદ પણ એક પણ જવાનને બચાવી શકાયો નહીં.
અગાઉ પણ બનેલી છે દુર્ઘટના
ભારતીય સેનાના અધિકારીઓએ આપેલી જાણકારી મુજબ  'શિયાળાના મહિનાઓમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવું મુશ્કેલ હોય છે, જેના કારણે ભૂતકાળમાં પણ ઘણી ઘટનાઓ બની છે અને અમે અમારા ઘણા સૈનિકો ગુમાવ્યા છે'. મે 2020માં હિમસ્ખલનમાં સિક્કિમમાં સેનાના બે જવાનોના આ રીતે મોત થયા હતા.
વર્ષ 2019માં હિમસ્ખલનમાં 17 સૈનિકો શહીદ થયા હતા
ઓક્ટોબર 2021માં ઉત્તરાખંડમાં ત્રિશુલ પર્વત પર હિમસ્ખલનમાં 5 નેવીના જવાનોના મોત થયા હતા. ફેબ્રુઆરી 2020માં, કેન્દ્રએ સંસદમાં જણાવ્યું હતું કે 2019માં, સિયાચીન ગ્લેશિયરમાં હિમસ્ખલનથી 6 આર્મી જવાનો શહીદ થયા હતા, જ્યારે અન્ય ઘટનાઓમાં 11 લોકો માર્યા ગયા હતા.
જવાનોને મળે છે વિશેષ તાલીમ 
કેન્દ્ર સરકારે સંસદમાં એ પણ જણાવ્યું કે 'ઊંચાઈવાળા વિસ્તારોમાં સામેલ તમામ સશસ્ત્ર દળોના જવાનોને વિશેષ તાલીમ આપવામાં આવે છે. બરફથી આચ્છાદિત વિસ્તારોમાં ટકી રહેવા અને હિમસ્ખલન જેવી કોઈપણ ઘટનાને પહોંચી વળવા, પેટ્રોલિંગ દરમિયાન ઈમરજન્સીનો સામનો કરવા માટે પૂરતી તાલીમ આપવામાં આવે છે'.
Advertisement
Tags :
Advertisement

.