રાજકોટમાં 9 માસના બાળક પર શ્વાનનો હુમલો, હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
રાજ્યમાં રખડતા શ્વાનનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. વળી આ સાથે, આ રખડતા શ્વાન હવે બાળકો પર હુમલો કરતા પણ કિસ્સાઓમાં વધારો થયો છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, રાજકોટમાં એક 9 માસના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો. ત્યારબાદ બાળકને હોસ્પિટલ લઇ જવામાં આવ્યું, જ્યા તેનું મોત થયું હતું.રાજ્કોટ શહેરના ઠેબચડા ગામની સીમમાં એક કરૂણ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. અહીં હડકાય શ્વાને ઘોડિયામાà
Advertisement
રાજ્યમાં રખડતા શ્વાનનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. વળી આ સાથે, આ રખડતા શ્વાન હવે બાળકો પર હુમલો કરતા પણ કિસ્સાઓમાં વધારો થયો છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, રાજકોટમાં એક 9 માસના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો. ત્યારબાદ બાળકને હોસ્પિટલ લઇ જવામાં આવ્યું, જ્યા તેનું મોત થયું હતું.
રાજ્કોટ શહેરના ઠેબચડા ગામની સીમમાં એક કરૂણ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. અહીં હડકાય શ્વાને ઘોડિયામાં સુતેલા 9 માસના બાળક પર હુમલો કર્યો હતો. આ બાળક અને તેના પિતા પર શ્વાને હુમલો કરતા બચકા ફર્યા હતા. જે બાદ પિતા અને તેના 9 માસના બાળકને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, જ્યા બાળકનું મોત થયું હતું. જો વિગતે વાત કરીએ તો ઠેબચડા ગામની સીમમાં પારસભાઈ વિનુભાઈ પસાયા ખેડૂત લક્ષ્મણભાઈની વાડીએ રહેતા અને ખેતી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેઓ ગઇ કાલે એટલે કે 8 જૂનના રોજ વહેલી સવારે ખેતી કામ કરી રહ્યા હતા જે દરમિયાન વાડીની ઓરડીમાં તેમનું નવ માસનું બાળક ઘોડિયામાં સુઇ રહ્યું હતું. આ દરમિયાન એક હડકાયું થયેલું શ્વાન ત્યા આવી પહોંચ્યું અને ઘોડિયામાં સુઇ રહેલા 9 માસના બાળકને બચકા ફર્યા હતા, આ દરમિયાન બાળકના પિતા બચાવવા માટે આવ્યા તો આ શ્વાને તેમને પણ બચકા ફર્યા હતા.
હડકાયા શ્વાને બચકા ભર્યા બાદ પિતા અને બાળકને બંનેને હોસ્પિટલ સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જે દરમિયાન બાળકનું મોત નિપજ્યું હતું. શ્વાને બાળકને એવા બચકા ભર્યા હતા કે તે લોહીથી લથપથ હતું. આવી સ્થિતિમાં તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યું અને જ્યા તે જીવનની શરૂઆતમાં જ મોતને ભેટી ગયું હતું. આ પહેલા સમગ્ર મામલાની જાણ થતા વાડી માલિક લક્ષ્મણભાઈ વાડીએ આવી પહોંચ્યા હતા અને તાત્કાલિકમાં 108 મારફતે નજીકની સિવિલ હોસ્પિટલે તેમને ખસેડ્યા હતા. હોસ્પિટલમાં બાળકનું મોત થતા પરિવાર પર જાણે આભ તુટી પડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ ગુજરાતનું પડોશી રાજ્ય જયપુરથી પણ આવી જ એક ઘટના સામે આવી હતી. જોકે, આ ઘટનામાં બાલકનું મોત નથી થયું પરંતુ આ ઘટનામાં 6થી પણ વધારે શ્વાન ભેગા થઇને એક નાના બાળક પર હુમલો કરે છે. આ હુમલાનો વિડીયો પણ તે સમયે ઘણો વાયરલ થયો હતો. જેમા સ્પષ્ટપણે જોવા મળે છે કે, માસૂમ બાળક પોતાનો જીવ બચાવવા દોડે છે, પરંતુ કૂતરાઓ તેને ઘેરી લે છે અને પકડી તીક્ષ્ણ દાંત વડે બચકા ભરવા લાગે છે. બાળક પોતાનો જીવ બચાવવા રડી રહ્યું હોય છે. દરમિયાન બાળકનો અવાજ સાંભળીને સાઇકલ પર સવાર બે બાળક અને સ્કૂટી પર સવાર બે મહિલા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બે મહિલાએ કૂતરાઓને ભગાડીને બાળકનો જીવ બચાવ્યો હતો. આવી ઘટનાઓ સતત બની રહી હોવાના કારણે લોકો પોતાના બાળકને બહાર મોકલવામાં પણ ડરી રહ્યા છે.