Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Digital Crop Survey : મહેસાણા સહિત 6 જિલ્લાઓમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ

અહેવાલ -મુકેશ જોશી -મહેસાણા   Digital Crop Survey : ખેડૂતોને પાણી પત્રક માટે હવે તલાટી પાસે હવે રૂબરૂ જવું નહિ પડે.કારણ કે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં સૌ પ્રથમવાર ડિજિટલ ક્રોપ સર્વેનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. રાજ્યમાં 6 જિલ્લામાં...
digital crop survey   મહેસાણા સહિત 6 જિલ્લાઓમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ

અહેવાલ -મુકેશ જોશી -મહેસાણા

Advertisement

Digital Crop Survey : ખેડૂતોને પાણી પત્રક માટે હવે તલાટી પાસે હવે રૂબરૂ જવું નહિ પડે.કારણ કે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં સૌ પ્રથમવાર ડિજિટલ ક્રોપ સર્વેનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. રાજ્યમાં 6 જિલ્લામાં આ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. જેમાં ગામના ખેડૂતો નહિ પણ ગામના યુવાનો ડિજિટલ ક્રોપ સર્વે કરશે અને આવક પણ મેળવશે.

Advertisement

રાજ્યમાં સૌ પ્રથમવાર ડિજિટલ ક્રોપ સર્વે ની કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી ખેડૂતો એ કયા પાકની કેટલા વિસ્તારમાં ખેતી કરી છે તેની માહિતી તલાટી ને રૂબરૂ જઈને આપવી પડતી હતી. એટલે કે પાણી પત્રક માટે ખેડૂતો એ રૂબરૂ તલાટી પાસે જવું પડતું હતું. હવે ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં ખેડૂતોએ તલાટી પાસે જવાની જરૂર નહિ પડે. ગામના યુવાનોને સ્માર્ટ ફોન પર ડિજિટલ ક્રોપ સર્વે (Digital Crop Survey) ની કામગીરી સોંપવામાં આવી છે. જેથી ગામના યુવાનો જ પોતાના ગામના ખેડૂતોના ખેતરો સુધી રૂબરૂ પહોંચી, મોબાઈલ એપ માં ખેતરના પાક, વિસ્તાર, લોકેશન દરેક માહિતી એડ કરી ને સર્વે કરી રહ્યા છે.

હવે આપને લઈ જઈએ સીધા ખેતરોમાં કે જ્યા ગામના ખેડૂતો નહિ પણ ગામના યુવાનો પોતાના સ્માર્ટ ફોન થી ડિજિટલ ક્રોપ નો સર્વે કઈ રીતે કરે છે અને ગામના યુવાનો અને ખેડૂતો ને આ સર્વેથી શું લાભ થઈ રહ્યો છે. ડિજિટલ ક્રોપ સર્વે હાલમાં રાજ્યમાં 6 જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવ્યો છે. જેમાં મહેસાણા જિલ્લાનો પણ સમાવેશ થતા મહેસાણા જિલ્લા બાગાયત વિભાગ દ્વારા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના યુવાનો ને કામગીરી સોંપવામાં આવી છે. આ કામગીરી કરવા માટે યુવાનો એ અઠવાડિયાના રજાના દિવસે પણ કામગીરી કરી પોતાની નોકરી કે ધંધો બગડ્યા સિવાય કામ કરી ને વધારાની કમાણી પણ મેળવી લે છે. આ કામગીરી માટે પોતાના મોબાઈલમાં એપ દ્વારા સર્વે કરનાર યુવાનો ને ચોક્કસ મહેનતાણું પણ ચૂકવવામાં આવે છે.

Advertisement

Image preview

બીજી તરફ ખેડૂતો ને પણ હવે ગ્રામ પંચાયત સુધી જવું નહિ પડે અને પોતાના પાકની વિગત અને સ્થિતિ સરકાર સુધી પહોંચી જશે. સર્વેયરો દ્વારા 582052 સર્વે નંબરોમાં થયેલા વાવેતરની ડિજિટલ રીતે ગણતરી કરવામાં આવશે . સર્વેયરો જે તે સર્વે નંબરમાં જઈ પાકનો ફોટો લઈ એપ્લિકેશનમાં અપલોડ કરી રહ્યા છે જીપીએસ ટેકનોલોજી આધારિત આ ગણતરીમાં ફોટો અપલોડ થતા ખેડૂતનું નામ તેની જમીનનો સર્વે નંબર અને કયા પાકનું કેટલું વાવેતર કર્યું છે તેના ડેટા એપ માં ઓટોમેટીક અપલોડ થઈ જાય છે આ પ્રોજેક્ટ થી સરકારનો આશાએ પ્રથમ તબક્કે વાવેતર વિસ્તારની ચોકસાઈ મેળવવાનો છે સર્વેયરો એ અપલોડ કરેલા ડેટાને જે તે ગામના ગ્રામ સેવકો દ્વારા ખરાઈ કરવામાં આવશે તેમજ તલાટી દ્વારા આખરી મંજૂરી આપવામાં આવશે. આ પ્રોજેક્ટમાં શિયાળું સીઝનના મુખ્ય છ પાકોને આવરી લેવામાં આવ્યા છે. આ સર્વેમાં સર્વેયરો દ્વારા 66432 હેક્ટરના ઘઉં , 23634 હેક્ટરના રાઈ, 15194 હેક્ટરના તમાકુ,949 હેક્ટરના સવા,5160 ટ્રેક્ટરના વરિયાળી તેમજ 5843 હેક્ટરમાં વાવેતર કરાયેલ અજમાના પાકને આવરી લેવામાં આવશે.

Image preview

ડિજિટલ ક્રોપ સર્વે (Digital Crop Survey) નો પાયલોટ પ્રોજેક્ટમાં પ્રથમ તબક્કે વાવેતર ના વાસ્તવિક આંકડા મેળવવા શરૂ કરાયેલા આ સર્વેમાં શિયાળુ વાવેતરની ગણતરી માટે 1021 સર્વેયરોને કામ સોંપવામાં આવ્યું છે ડિજિટલ ક્રોપ સર્વેનો પાયલોટ પ્રોજેક્ટ મહેસાણા ઉપરાંત અરવલ્લી, નર્મદા, ડાંગ, વલસાડ અને પોરબંદર જિલ્લામાં પણ શરૂ કરવામાં આવ્યો છે ગત ચોમાસું સિઝનમાં મહેસાણા જિલ્લામાં 854 સર્વેયરની મદદથી 580341 સર્વે નંબરોમાં થયેલા વાવેતરનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું ચાલુ સિઝનમાં આ કામગીરી 1021 સર્વેયરોને સોપાઈ છે.

આ પણ વાંચો - Flower Show : અમદાવાદ ફ્લાવર શોના સમાપનની તારીખ લંબાવવામાં આવી

Tags :
Advertisement

.