Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dheeraj Sahu IT Raid : 353 કરોડ રોકડા મળ્યા, હજી ગણતરી યથાવત

કોગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુના 9 સ્થળો પર આવકવેરાના દરોડાનો આજે છઠ્ઠો દિવસ છે. જો કે હાલમાં પણ રાંચી સ્થિત તેના ઘરે રૂપિયાની ગણતરી ચાલી રહી છે. પરંતુ અત્યાર સુધીમાં 353.5 કરોડ રોકડ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. જો કે...
dheeraj sahu it raid   353 કરોડ રોકડા મળ્યા  હજી ગણતરી યથાવત

કોગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુના 9 સ્થળો પર આવકવેરાના દરોડાનો આજે છઠ્ઠો દિવસ છે. જો કે હાલમાં પણ રાંચી સ્થિત તેના ઘરે રૂપિયાની ગણતરી ચાલી રહી છે. પરંતુ અત્યાર સુધીમાં 353.5 કરોડ રોકડ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. જો કે આજની ગણતરી ચાલી રહી છે જેથી આ આંકડો વધી પણ શકે છે.

Advertisement

નોટોની ગણતરીમાં લાગ્યા અધિકારીઓ

Advertisement

સ્થાનિક બેંકોના જણાવ્યા અનુસાર સ્ટેટ બેંકના 50 થી વધુ કર્મચારીઓએ 25 થી વધુ મશીનોનો ઉપયોગ કરીને આ નોટોની ગણતરી કરવામાં આવી છે.ગણતરી દરમિયાન મશીનો બે વખત તો મશીન ગરમ થઈ જતા કામગીરી બંધ રાખવી પડી હતી. જો કે આટલી મોટી રકમ જોઇને આવકવેરા અધિકારીઓ પણ ક્ષણભર માટે આશ્ચર્યચકિત થઈ ગયા છે. અગાઉ 2019માં કાનપુરમાં GSTના દરોડામાં 257 કરોડ રૂપિયા મળી આવ્યા હતા.

Advertisement

સત્તાવાર નિવેદન ક્યારે બહાર પાડવામાં આવશે?

દરોડા પૂરા ન થાય ત્યાં સુધી આવકવેરા વિભાગ કોઈપણ દરોડા અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરતું નથી. ઉપરાંત, રોકડ, ઘરેણાં, મિલકત સહિત તમામ દસ્તાવેજોની આકારણી કર્યા પછી જ, ભારત સરકારના આવકવેરા વિભાગ તેનું સત્તાવાર નિવેદન આપે છે. ઓપરેશન પૂર્ણ થયા બાદ જ વિભાગ સંબંધિત વ્યક્તિને રોકડ અને અન્ય વસૂલાત અંગે પ્રશ્નો પૂછે છે.

સાચી વિગતો ન આપે તો નાણાં થશે જપ્ત

જો રોકડ, વસૂલ કરેલ ઘરેણાં, મિલકતની સાચી વિગતો આપવામાં ન આવે તો વસૂલાત જપ્ત કરવામાં આવે છે અને બેંકમાં જમા કરવામાં આવે છે. રાંચીમાં મતગણતરી પૂર્ણ થયા બાદ આવકવેરા વિભાગ ધીરજ સાહુની પૂછપરછ કરશે. સાહુના પરિવારના સભ્યો પાસેથી ઘણી રોકડ પણ મળી આવી હોવાથી આવકવેરા વિભાગ તમામને તપાસની નોટિસ આપશે અને આગળની કાર્યવાહી કરશે.

આ  પણ  વાંચો -જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો નિર્ણય કેટલો યોગ્ય? આજે સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો

Tags :
Advertisement

.