Dhanush-Aishwarya એ 2 વર્ષના સેપરેશન પછી લગ્નજીવન લગાવ્યું પૂર્ણવિરામ
- છૂટાછેડાના મામલે આ પહેલા પણ 3 વાર સુનાવાણી થઈ
- વર્ષ 2022 માં સેપરેશનની માહિતી શેર કરી હતી
- Dhanush એ નયનતારા પાસે 10 કરોડ રૂપિયા માગ્યા
Dhanush-Aishwarya Rajinikanth Divorce : સાઉથ સુપરસ્ટાર Dhanush અને તેની પત્ની એશ્વર્યા રજનીકાંતે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. તો Dhanush-Aishwarya Rajinikanth એ લગ્નના 20 વર્ષ પછી છૂટાછેડા લઈને પોતાના જીવનના રસ્તાઓ બદલવા માટે હામી ભરી છે. જોકે 2 વર્ષ પહેલા Dhanush-Aishwarya Rajinikanth એ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી દાખલ કરી હતી. ત્યારે કોર્ટ દ્વારા તેમને ફરી એકવાર વિચારવા માટે અમુક નિશ્ચિત સમય આપવામાં આવ્યો હતો. તો બે વર્ષ સુધી અલગ-અલગ રહીને આખરે Dhanush-Aishwarya Rajinikanth એ પોતાના લગ્નજીવન ઉપર પૂર્ણવિરામ લગાવ્યું છે.
છૂટાછેડાના મામલે આ પહેલા પણ 3 વાર સુનાવાણી થઈ
એક અહેવાલ અનુસાર, ચેન્નાઈમાં આવેલી પરિવાર કલ્યાણ કોર્ટમાં Dhanush-Aishwarya Rajinikanth એ છૂટાછેડા માટે અરજી દાખલ કરી હતી. તો આજરોજ આ કોર્ટમાંથી બન્નેના છૂટાછેડા ઉપર મહોર લગાવવામાં આવી છે. જોકે પરિવાર કલ્યાણ કોર્ટમાં Dhanush-Aishwarya Rajinikanth ના છૂટાછેડાના મામલે આ પહેલા પણ 3 વાર સુનાવાણી થઈ હતી. પરંતુ Dhanush-Aishwarya Rajinikanth બંનેમાંથી એકપણ વ્યક્તિ ક્યારે પણ સુનાવણીમાં હાજર રહ્યા ન હતા.
આ પણ વાંચો: Divya Prabha નો MMS લીક થતા અભનિત્રીએ મૌન તોડીને કહ્યું....
#Dhanush and #Aishwarya Rajinikanth got officially divorced Today pic.twitter.com/45C4Hvxajb
— Milagro Movies (@MilagroMovies) November 27, 2024
વર્ષ 2022 માં સેપરેશનની માહિતી શેર કરી હતી
પરંતુ જ્યારે અંતિમ તબક્કામાં છૂટાછૂડા માટે નિર્ણય લેવાનો હતો, ત્યારે કોર્ટમાં એશ્વર્યા હાજર રહી હતી. તો Dhanush-Aishwarya Rajinikanth એ વર્ષ 2004 માં લગ્ન કર્યા હતા. તો દંપતીને બે પુત્રો છે. ત્યારે વર્ષ 2022 માં Dhanush-Aishwarya Rajinikanth એ સેપરેશનની માહિતી શેર કરી હતી. ત્યારે Dhanush એ એક્સ ઉપર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે, આખરે 18 વર્ષ પછી એક દંપતીના ભાગરૂપે અમે અલગ થવાનો નિર્ણય લીધો છે. આજે અમે એ રસ્તા ઉપર ઉભા છીએ, જ્યાં અમારા રસ્તાઓ અલગ થવાના છે.
Dhanush એ નયનતારા પાસે 10 કરોડ રૂપિયા માગ્યા
જોકે આ પહેલા Dhanush સાઉથ અભિનેત્રી નયનતારા સાથેના વિવાદને કારણે ચર્ચામાં આવ્યા હતા. Dhanush એ જણાવ્યું છે કે, નયનતારાની વેડિંગ ડોક્યુમેન્ટ્રીમાં તેની વર્ષ 2015 માં બનેલી તમિલ ફિલ્મ નાનુમ રાઉડીની ઝલક દર્શાવવામાં આવી છે. આના માટે ડોક્યૂમેન્ટ્રી નિર્માતાઓ અને અભિનેત્રી નયનતારા દ્વારા પરવાનગી લેવામાં આવી ન હતી. ત્યારે Dhanush એ આ કૃત્ય માટે ભૂગતાનના સ્વરૂપે નયનતારા પાસે 10 કરોડ રૂપિયા માગ્યા છે.
આ પણ વાંચો: Keerthy Suresh એ પ્રેમ સંબંધની અફવાઓ પર તસવીર શેર કરી લગાવી મહોર