Dev Deepawali ને દેવતાઓ કેમ ઉજવે છે અને પૃથ્વી ઉપર વિવિધ સ્વરૂપ...
- Dev Deepawali ને દેવતાઓની Diwali કહેવામાં આવે છે
- Dev Deepawali એ 15 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે
- લોકો મુખ્યત્વે જળાશયો પાસે દીવા પ્રગટાવે છે
Dev Deepawali 2024 : Diwali એ યશ અને પ્રકાશનો તહેવાર છે. જોકે પ્રાચીન કાળથી હિન્દુ ધર્મમાં Diwali ની પછી Dev Deepawali પણ ઉજવવામાં આવે છે. ત્યારે ભારતમાં જેટલું Diwali નું મહત્વ છે, તેટલું જ Dev Deepawali નું પણ મહત્વ છે. Diwali એ કુલ પાંચ દિવસનો તહેવાર છે. ત્યારે Diwali નો પાંચ દિવસનો તહેવાર ધનતેરસથી શરૂ થાય છે. Diwali નો તહેવાર દર વર્ષે કારતક મહિનાની અમાવાસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. તો Dev Deepawali દર વર્ષે કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે.
Dev Deepawali ને દેવતાઓની Diwali કહેવામાં આવે છે
આ વર્ષે Diwali 31 મી ઓક્ટોબરે ઉજવવામાં આવી રહી છે. તો Diwali ના 15 દિવસ પછી Dev Deepawali નો તહેવાર ઉજવવામાં આવે છે. કાર્તિક પૂર્ણિમાના રોજ દેવતાઓ Diwali ઉજવે છે, તેથી આ ખાસ દિવસને Dev Deepawali કહેવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર, આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર રાક્ષસનો વધ કર્યો હતો. ત્યારબાદ તમામ દેવતાઓએ સ્વર્ગમાં દીવા પ્રગટાવ્યા હતા. એવું માનવામાં આવે છે કે ત્રિપુરાસુરના વધ પછી, બધા દેવતાઓએ સ્વર્ગમાં Diwali ની ઉજવણી કરી હતી. ત્યારથી આ દિવસે Dev Deepawali ની ઉજવણી શરૂ થઈ.
આ પણ વાંચો: Diwali ના 5 દિવસના તહેવારમાં આ વસ્તુઓનું દાન કરવાથી સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે
Dev Deepawali 15 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે
આ વર્ષે Dev Deepawali 15 નવેમ્બરે છે. કાર્તિક પૂર્ણિમા તિથિ 15 નવેમ્બરે બપોરે 12 વાગ્યે શરૂ થશે અને 16 નવેમ્બરે સાંજે 05:10 વાગ્યે સમાપ્ત થશે. ત્યારે ઉદય તિથિ અનુસાર Dev Deepawali 15 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. Dev Deepawali હંમેશા Diwali ના 15 દિવસ પછી ઉજવવામાં આવે છે. તે ઉપરાંત કાર્તિક પૂર્ણિમાના દિવસે ઘણી જગ્યાએ તુલસી વિવાહ ઉત્સવ પણ ઉજવવામાં આવે છે.
લોકો મુખ્યત્વે જળાશયો પાસે દીવા પ્રગટાવે છે
Dev Deepawali ને દેવતાઓની Diwali કહેવામાં આવે છે. આ દિવસે તમામ દેવતાઓ વિવિધ સ્વરૂપમાં પૃથ્વી પર આવે છે અને Diwali ઉજવે છે. તેથી આ દિવસે દેવતાઓ માટે દીવા પ્રગટાવવાની પરંપરા છે. વારાણસીમાં Dev Deepawali નું વિશેષ મહત્વ છે. વર્ષે Dev Deepawali ના દિવસે વારાણસીમાં ગંગાના કિનારે લાખો દીવા પ્રગટાવવામાં આવે છે. Dev Deepawali ના અવસરે આખા વારાણસી એટલે કે પ્રાચીન કાશીમાં એક અદ્ભુત નજારો જોવા મળે છે. આ દિવસે લોકો મુખ્યત્વે જળાશયો પાસે દીવા પ્રગટાવે છે.
આ પણ વાંચો: આ દિવાળીમાં તેલ અને ઘીની કરો બચત, આ રીતે પાણીથી દીપક પ્રગટાવો