Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Delhi માં UPSC ની તૈયારી કરતી યુવતીના રૂમમાંથી મળ્યા Hidden Cam

બેડરૂમ-ટોયલેટમાં આવેલા બલ્બમાંથી Hidden Cam મળ્યા મકાન માલિકના દીકરાની પૂછતાછ પોલીસે કરી હતી મેમેરી કાર્ડ મેળવીને વીડિયો લેપટોપમાં સેવ કરતો હતો Delhi Hidden Cam in UPSC Aspirant Room : Delhi ના શકરપુર વિસ્તારમાંથી સિવિલ સર્વિસ માટે તૈયારી કરતી યુવતીના...
delhi માં upsc ની તૈયારી કરતી યુવતીના રૂમમાંથી મળ્યા hidden cam
  • બેડરૂમ-ટોયલેટમાં આવેલા બલ્બમાંથી Hidden Cam મળ્યા
  • મકાન માલિકના દીકરાની પૂછતાછ પોલીસે કરી હતી
  • મેમેરી કાર્ડ મેળવીને વીડિયો લેપટોપમાં સેવ કરતો હતો

Delhi Hidden Cam in UPSC Aspirant Room : Delhi ના શકરપુર વિસ્તારમાંથી સિવિલ સર્વિસ માટે તૈયારી કરતી યુવતીના બેડરૂમ અને ટોયલેટમાં આવેલા બલ્બમાંથી Hidden Cam મળી આવ્યા છે. ત્યારે Delhi Police ને આ મામલે યુવતીએ ફરિયાદન નોંધાવી હતી. જે અંતર્ગત Delhi Police એ મકાન માલિકના દીકરાની ધરપકડ કરી છે. જેણે બંને Hidden Cam લગાવવાની વાત સ્વીકારી છે. આ આરોપીનું નામ દિવ્યાંગ છે. તેની ઉંમર 30 વર્ષની છે. જે આજ ઈમારતની અંદર અન્ય માળે રહે છે. તે ઉપરાંત પોલીસ પૂછતાછમાં યુવકે યુવતીના અનેક વીડિયો હોવાની કબૂલાત કરી છે. યુવકે કબૂલ્યું છે કે, આ Hidden Cam તેણે ત્યારે લગાવ્યા હતાં, જ્યારે યુવતી પોતાના વતને ગઈ હતી.

Advertisement

બેડરૂમ-ટોયલેટમાં આવેલા બલ્બમાંથી Hidden Cam મળ્યા

Delhi Police ના જણાવ્યા અનુસાર, પીડિતાએ Delhi Police માં ફરિયાદ દાખલ કરતી વખતે જણાવ્યું હતું કે, તેણીના વ્હોટ્સએપમાં અમુક અસામાન્ય ગતિવિધિઓ જોવા મળી હતી. તેણે તેના એ ગેજેટ્સની તપાસ કરવાનું શરું કર્યું હતું, જેની સાથે તેનું વ્હોટ્સએપ એકાઉન્ટ લીંક હતું. ત્યારે તેને એક લેપટોપની જાણ થઈ હતી. જે લેપટોપ તેનું ન હતું. જોકે તેણે તેની અંદરથી તુરંત પોતાનું એકાઉન્ટ લોગ આઉટ કરી નાખ્યું હતું. ત્યારે બાદ તેણે પોતોના રુમમાં સર્વિલાંસ ડિવાઈસ હોવાની શંકા થતાં, તેણી રૂમમાં તમામ વસ્તુઓની તપાસ કરવાનું શરું કર્યું હતું.

આ પણ વાંચો: Gangraped ના આરોપીઓને યુવતીએ નિર્દોષ જાહેર કરવા કરી અરજી! જાણો, કેમ

Advertisement

મકાન માલિકના દીકરાની પૂછતાછ પોલીસે કરી હતી

ત્યારે યુવતીને બેડરૂમ અને ટોયલેટમાં લગાવવામાં આવેલા બલ્બમાંથી Hidden Cam મળી આવ્યા હતાં. ત્યારે તેણે તુરંત Delhi Police માં ફરિયાદ નોંધાવી હતી. તો Delhi Police એ તુરંત આ મામલે તજવીજ હાથ ધરી હતી. પોલીસે જ્યારે યુવતીને પૂછ્યું હતું કે, મકાનની અન્ય ચાવીઓ કોની પાસે રહે છે. ત્યારે તેણીએ જણાવ્યું હતું, અન્ય ચાવી મકાન માલિકના દીકરા પાસે હોય છે. ત્યારે મકાન માલિકના દીકરાની પૂછતાછ પોલીસે કરી હતી, ત્યારે તેણે આરોપની કબૂલાત કરી હતી. તેણે જણાવ્યું કે, યુવતીની ગેરહાજરીમાં આ Hidden Cam લગાવ્યા હતાં.

Advertisement

મેમેરી કાર્ડ મેળવીને વીડિયો લેપટોપમાં સેવ કરતો હતો

Delhi Police ને આરોપી વધુમાં જણાવ્યું છે કે, આ Hidden Camમાંથી વીડિયો લેવા માટે તેની અંદર આવેલું મેમેરી કાર્ડ નીકાળવું પડે છે. તેના માટે તે યુવતી પાસેથી મેન્ટેનસ અને અન્ય કારણો બતાવીને ફ્લેટની ચાવી માગી લેતો હતો. ત્યાર બાદ તે મેમેરી કાર્ડ મેળવીને વીડિયો પોતાના લેપટોપમાં સેવ કરતો હતો. તેની પાસે કુલ 2 લેપટોપ આવેલા છે. તો Delhi Police એ આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા હેઠળ ધારાઓ દાખલ કરીને કેસ નોંધ્યો છે.

આ પણ વાંચો: 16 વર્ષ બાદ Girlfriend ની મળી લાશ, Boyfriend ની એક નજીવી ભૂલે....

Tags :
Advertisement

.