AAP નેતા દિલ્હીમાં BJP ના ધારાસભ્યોના પગ પકડવા માટે થયા મજબૂર!
- BJP ના ધારાસભ્યના પગ પકડવામાં આવ્યા છે
- BJP ના ધારાસભ્યોને LG House માં લઈ જવાયા
- લેગ હોલ્ડિંગ મુદ્દે અરવિંદ કેજરીવાલનું નિવેદન પણ આવ્યું
AAP MLA falls on BJP leader's feet : દિલ્હીમાં એક સપપ્રદ અને ચોંકાવનારી ઘટના બની છે. જોકે આ ઘટના રાજનીતિ સાથે સંબંધ ધરાવે છે. આ ઘટનામાં એક એક રાજકારણી BJP ના નેતાના પગ પકડતા જોવા મળી રહ્યો છે. ત્યારે આ ઘટનાના વીડિયો તસવીરો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહી છે. જોકે આ ઘટના ખુજ રાજકરણીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.
BJP ના ધારાસભ્યના પગ પકડવામાં આવ્યા છે
AAP મંત્રી સૌરભ ભારદ્વાજ BJP ના ધારાસભ્યના પગ પકડવામાં આવ્યા છે. AAP એ ખુદ પોતાના એક્સ હેન્ડલ પર આ તસવીર પોસ્ટ કરી છે. AAP મંત્રી સૌરભ ભારદ્વાજે X ઉપર લખ્યું હતું કે, ઐતિહાસિક. બસ માર્શલોને પુનઃસ્થાપિત કરવા માટે આજે બીજેપી ધારાસભ્યો સમક્ષ કેબિનેટ નોટ પસાર કર્યા પછી, સીએમ આતિશી, AAP મંત્રીઓ અને ધારાસભ્યો તે નોંધ લઈને LG પાસે ગયા હતાં. બીજેપીના ધારાસભ્યોએ બચવાનો પૂરો પ્રયાસ કર્યો હતો પરંતુ મંત્રી સૌરભ ભારદ્વાજ અને AAP નેતાઓએ તેમને ભાગવા દીધા ન હતાં.
આ પણ વાંચો: IndiGo Airline ની મુસાફરીમાં લાગી બ્રેક, એરપોર્ટ લાંબી લાઈનો જોવા મળી
बस मार्शलों की बहाली के लिए किसी भी हद तक जाएगी AAP 🙏💯
बस मार्शलों की बहाली के लिए जब LG House जानें से बचकर भाग रहे थे भाजपा के विधायक तो मंत्री @Saurabh_MLAgk जी ने पकड़ लिए उनके पैर।
कठिन संघर्ष के बाद आखिर भाजपा के विधायकों को LG House ले जाया जा सका। pic.twitter.com/IW2uHWig2y
— AAP (@AamAadmiParty) October 5, 2024
BJP ના ધારાસભ્યોને LG House માં લઈ જવાયા
AAP એ કહ્યું છે કે, બસ માર્શલોની પુનઃસ્થાપના માટે કોઈપણ હદ સુધી જશે. જ્યારે BJPના ધારાસભ્યો LG House માંથી બસ માર્શલની પુનઃસ્થાપના માટે ભાગી રહ્યા હતાં. ત્યારે મંત્રી સૌરભ ભારદ્વાજે તેમના પગ પકડી લીધા હતાં. તો ભારે જહેમત બાદ આખરે BJPના ધારાસભ્યોને LG House માં લઈ જવામાં આવ્યા હતાં. દિલ્હીમાં ભરતીનું કામ બીજેપીના LG પાસે છે.
લેગ હોલ્ડિંગ મુદ્દે અરવિંદ કેજરીવાલનું નિવેદન પણ આવ્યું
પરંતુ BJP ના ધારાસભ્યોએ માત્ર પોતાના LG દ્વારા માર્શલોની પુનઃસ્થાપના માટે કેબિનેટ નોટ પાસ કરાવવાની વાત કરી હતી. સૌરભ ભારદ્વાજના લેગ હોલ્ડિંગ મુદ્દે અરવિંદ કેજરીવાલનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું, 'મને મારા મંત્રીઓ પર ગર્વ છે, જેઓ લોકોના કામ કરાવવા માટે કોઈના પગ પર પકડવા માટે પણ મજબૂર થઈ જાય છે. હું LG સાહેબ અને BJPના લોકોને વિનંતી કરું છું કે તેઓ આ મુદ્દે વધુ રાજકારણ ન કરે અને તરત જ માર્શલોની ભરતી કરવાની અરજી બહાર પાડે.
આ પણ વાંચો: Uttar Pradesh માં વિદ્યાર્થિનીઓને ઘસેડીને ખેતરમાં લઈ જવાનો પ્રયાસ....