Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નર્મદામૈયા બ્રીજ ઉપર ભારે વાહનો પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું માત્ર કાગળ ઉપર જ..

ભરૂચ-અંકલેશ્વરને જોડતા ગોલ્ડન બ્રિજની બાજુમાં નર્મદામૈયા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. પરંતુ બ્રિજ ઉપર ભારે વાહનોની પણ અવરજવર રહેતા વારંવાર અકસ્માતની ઘટનાઓના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું ૨૫મે અંગેનું જાહેર કરાયું હતું. પરંતુ આ જાહેરનામામાં પાલન ન હોવાના કારણે ભારે વાહàª
નર્મદામૈયા બ્રીજ ઉપર ભારે વાહનો પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું માત્ર કાગળ ઉપર જ
ભરૂચ-અંકલેશ્વરને જોડતા ગોલ્ડન બ્રિજની બાજુમાં નર્મદામૈયા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. પરંતુ બ્રિજ ઉપર ભારે વાહનોની પણ અવરજવર રહેતા વારંવાર અકસ્માતની ઘટનાઓના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું ૨૫મે અંગેનું જાહેર કરાયું હતું. પરંતુ આ જાહેરનામામાં પાલન ન હોવાના કારણે ભારે વાહનોની અવરજવર નર્મદામૈયા બીજું પણ યથાવત રહી હતી.
ભરૂચ અંકલેશ્વર અને જોરદાર નર્મદામૈયા બ્રીજ ઉપર લોકાર્પણ થયાના એક વર્ષના ટૂંકા ગાળામાં જ અકસ્માતોની ઘટનામાં ધરખમ વધારો થયો હતો. નર્મદામૈયા બ્રીજ પરથી મોતની છલાંગ લગાવવાની ઘટનાઓ પણ વધુ પ્રમાણમાં નોંધાઈ હતી. બ્રિજ ઉપર સર્જાતી દુર્ઘટના ઉપર અંકુશ મેળવવા માટે સ્થાનિક ધારાસભ્ય અને જિલ્લા પ્રભારીની રજૂઆતના પગલે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નર્મદામૈયા બ્રીજ ઉપર ભારે વાહનો ઉપર પ્રતિબંધ ફરમાવતું ૧૫ દિવસનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું.
ભરૂચ જિલ્લા વહીવટી તંત્રે નર્મદામૈયા બ્રીજ ઉપર ભારે વાહનો ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું ૨૧મેના રોજ પ્રસિદ્ધ કર્યું હતું.આ જાહેરનામાનો અમલ ૨૫મે બાદ એટલે કે ૨૬મી મેની સવારથી પોલીસે કરાવવાનું હોય છે. પરંતુ ૨૬મી મેની સવાર બાદ પણ ભરૂચ અંકલેશ્વર વચ્ચે નર્મદામૈયા બ્રીજ ઉપરથી ભારે વાહનો પસાર થતા જોવા મળ્યા હતા.બંને છેડા ઉપર ભારે વાહનો ઉપર પ્રતિબંધ ફરમાવતું કોઈપણ હોડીગનું લગાવવામાં આવ્યું ન હતું. જેના કારણે નર્મદામૈયા બ્રીજ ઉપર ભારે વાહનોની અવરજવર યથાવત રહી હતી. ત્યારે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રસિદ્ધ કરાયેલ જાહેરનામાનું પાલન કોણ કરાવશે તે પ્રશ્ન ઊભો થયો છે.
અંકલેશ્વરના દક્ષિણ તરફ સવારના સમયે ખાનગી કપડામાં એક વ્યક્તિ પોલીસ કર્મી હોવાનું જણાવી અંકલેશ્વર તરફથી આવતા વાહન વ્યવહારને રોકવાના પ્રયત્નો કરતો હતો. પરંતુ મીડિયાના કૅમેરા બાદ ખાનગી કપડામાં રહેલો વ્યક્તિ સ્થળ ઉપરથી ભાગી જવામાં સફળ રહ્યો હતો ત્યારે ખરેખર તે વ્યક્તિ પોલીસ કર્મી છે કે કેમ તે પણ તપાસ થાય તે જરૂરી છે. કારણકે જિલ્લા વહીવટી તંત્રના જાહેરનામાનો પાલન આજે સવારથી કરાવવાનું હોય છે અને પોલીસ કર્મીઓ હાજર ન હોવાના કારણે ખાનગી વ્યક્તિ વાહનોને રોકવાના પ્રયાસ કરતો હોય તો પોલીસ માટે પણ સમગ્ર ઘટનાની તપાસનો વિષય બની ગયો છે.
ભરૂચ અંકલેશ્વરના બંને છેડા ઉપર એટલે કે ભરૂચ તરફ દૂધધારા ડેરી નજીક ભારે વાહનો પસાર ન થાય તે માટે લોખંડની એંગલ લગાવવાની જરૂર છે. અંકલેશ્વર તરફ પણ ગડખોલ પાટિયા નજીક ભારે વાહનો ઉપર પ્રતિબંધ અંગે લોખંડની એંગલ લગાવી ભારે વાહનો નર્મદામૈયા બ્રીજ પરથી પસાર ન થાય તેવા પ્રયાસો પોલીસ તંત્ર કરવાની જરૂર છે ત્યારે જિલ્લા વહીવટી તંત્રના જાહેરનામાનું પાલન કોણ કરાવશે તે પ્રશ્ન હાલ તો લોકોમાં ચર્ચાસ્પદ બની ગયો છે.
Advertisement
Tags :
Advertisement

.