Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Valsad: અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર બાઈકર્સના જીવલેણ સ્ટંટ, આયોજક સહિત 9 સામે ગુનો

વલસાડમાં જોખમી સ્ટંટ ઈવેન્ટનું આયોજન કરવું ભારે પડ્યું વલસાડ નજીક ખાનગી પાર્કિંગમાં કરાયું હતું સ્ટંટ શોનું આયોજન સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા બાઈક સ્ટંટના વીડિયો બાઈક સ્ટંટના વીડિયો વાયરલ થતા પોલીસ સક્રિય થઈ Valsad: વલસાડમાં થોડા દિવસ પહેલા...
valsad  અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બાઈકર્સના જીવલેણ સ્ટંટ  આયોજક સહિત 9 સામે ગુનો
  1. વલસાડમાં જોખમી સ્ટંટ ઈવેન્ટનું આયોજન કરવું ભારે પડ્યું
  2. વલસાડ નજીક ખાનગી પાર્કિંગમાં કરાયું હતું સ્ટંટ શોનું આયોજન
  3. સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા બાઈક સ્ટંટના વીડિયો
  4. બાઈક સ્ટંટના વીડિયો વાયરલ થતા પોલીસ સક્રિય થઈ

Valsad: વલસાડમાં થોડા દિવસ પહેલા હાઈવે પર બાઈક સ્ટંટના વીડિયો વાયરલ થયો હતો. નોંધનીય છે કે, નેશનલ હાઇવે પર જોખમી બાઇક સ્ટંટના ઇવેન્ટનું આયોજન થયું હતું. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે બાઇક સ્ટંટ શોનું આયોજન કરવું એ લોકોને ભારે પડ્યું છે. સોશિયલ મીડિયામાં વીડિયો થયા વાયરલ ડુંગરી પોલીસ દ્વારા તાબડતોડ કાર્યવાહી કરવામાં આવી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: Rain forecast: ગુજરાતમાં ફરી છૂટા છવાયા વરસાદની આગાહી, જાણો કેવી રહેશે નવરાત્રી

Advertisement

આયોજન અને બાયકર સહિત 9 લોકો સામે ગુનો દાખલ

ઉલ્લેખનીય છે કે, બાઇક સ્ટંટ ઇવેન્ટના આયોજન અને બાયકર સહિત 9 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વલસાડ નજીક ટેસ્ટી ટચ રેસ્ટોરન્ટની પાર્કિંગમાં બાઈક સ્ટંટ શોનુ આયોજન કરાયું હતું. મહત્વની વાત એ છે કે, લોકોની ભીડ વચ્ચે બાઇકરે જોખમી સ્ટંટ કર્યા હતા. કાયદેસર રીતે જોવામાં આવે તો લોકોની ભીડ હોય તેવી જગ્યાએ લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતે સ્ટંટ કરવા ગુનો બને છે. જેથી આ લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Gujarat: 500 રૂપિયાની લાંચ લેનાર પોલીસકર્મીને 5 વર્ષની જેલ, 10 વર્ષ બાદ કોર્ટે આપ્યો ચુકાદો

Advertisement

નેશનલ હાઇવેના મેઈન ટ્રેક પર પણ બાઈકરે જોખમી સ્ટંટ

આ સ્ટંટ શોના આયોજનની વાત કરવામાં આવે તો, રેસ્ટોરન્ટની બાજુમાંથી અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવેના મેઈન ટ્રેક પર પણ બાઈકરે જોખમી સ્ટંટ કર્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે, કોઈપણ જાતની પરવાનગી વિના આ બાઈક સ્ટંટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આવી રીતે સ્ટંટ કરવા માટે પોલીસની પરવાનગી હોવા ખુબ જ જરૂરી હોય છે. આ સાથે સાથે લોકોનું પણ ખાસ ધ્યાન રાખવાનું હોય છે. પરંતુ અહી નિયમોનો ભંગ થયો હોવાથી ડુંગરી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Andhra Pradesh : તિરુપતિ મંદિરમાં લાડુ વિવાદને લઇને શાંતિ યજ્ઞનું થશે આયોજન

Tags :
Advertisement

.