Cyclone Dana : વૃદ્ધનો જીવ બચાવતી આશા વર્કરની હૃદયસ્પર્શી સેવા
- ચક્રવાત Dana : આશા વર્કરની સમર્પિત સેવા લોકો માટે પ્રેરણા બની
- વૃદ્ધાને પીઠ પર સલામત સ્થળે લઈ જવામાં આવ્યા
- એક વૃદ્ધનો જીવ બચાવવા આશા વર્કર આગળ આવી
Cyclone Dana : પશ્ચિમ બંગાળ અને ઓડિશાના અનેક વિસ્તારોમાં ચક્રવાત Dana એ લોકો માટે મુશ્કેલીઓ ઉભી કરી દીધી છે. તોફાનથી બચાવવા માટે સરકારે વહીવટી તંત્રને સચેત કરી લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવા માટે વહેલી તકે પગલાં લીધા હતા, જેના લીધે અનેક લોકોના જીવ બચી શક્યા છે. આ ચક્રવાતી તોફાન વચ્ચે એક એવી તસ્વીર સામે આવી છે, જેના દ્વારા લોકોમાં આશાવાદ અને માનવતાનું જીતુંજાગતું ઉદાહરણ પ્રસરતું જોવા મળી રહ્યું છે.
આશા વર્કર સિબાની મંડલની પ્રેરક સેવા
તસવીર ઓડિશાના કેન્દ્રપારાના ખાસમુંડા ગામની છે, જ્યાં એક માન્યતા પ્રાપ્ત આરોગ્ય કાર્યકર તરીકે કાર્યરત આશા વર્કર, સિબાની મંડલ, લોકોની મદદ કરતા જોવા મળ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ તસવીરમાં સિબાની એક વૃદ્ધ મહિલાને પોતાની પીઠ પર ઉઠાવીને સલામત સ્થળે લઈ જઈ રહી છે. આ વીડિયો ચક્રવાતના આગમન પહેલા લીધેલો હોવાનું માનવામાં આવે છે. સિબાનીના આ કાર્યની લોકો દ્વારા ખાસ પ્રશંસા થઈ રહી છે. લોકો તેમના સોશિયલ મીડિયામાં ખૂબ વખાણ કરી રહ્યા છે. સિબાની મંડલએ વૃદ્ધ મહિલાને સલામત સ્થાન પર લઈ જવાની કામગીરી દરમિયાન એક એવું ઉદાહરણ પૂરું પાડ્યું છે, જે લોકોને હૃદયસ્પર્શી લાગ્યું છે. કાદવવાળા રસ્તા અને મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે સિબાનીએ વૃદ્ધાને પીઠ પર ઉઠાવી સુરક્ષિત સ્થળે પહોંચવા મદદ કરી છે.
Ahead of #CycloneDana, Sibani Mandal, an Anganwadi worker from Khasamunda village in Rajnagar block, Kendrapara district, displays true heroism!
Going beyond her call of duty, she carried an elderly woman on her shoulders to safety.#Odisha | #CycloneUpdate | pic.twitter.com/haT1wusd75
— All India Radio News (@airnewsalerts) October 24, 2024
સન્માન અને પ્રશંસાનું મોજું
વીડિયોમાં દર્શાવાતી સિબાનીની કામગીરીને જેણે પણ જોએ તે લોકો આ આશા કાર્યકરની પ્રશંસા કરતા થાકતા નથી. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે, "આ કાર્ય સહેલું નથી, તેની સાચી પ્રસંશા થવી જોઈએ."અન્ય એકે લખ્યું કે આશા વર્કર્સને ખૂબ જ ઓછો પગાર આપવામાં આવે છે, તેમને કોઈ સામાજિક સુરક્ષા લાભો મળતા નથી અને તેમને સરકારી કર્મચારી તરીકે પણ માન્યતા આપવામાં આવતી નથી. બીજાએ લખ્યું કે સંકટના આ સમયમાં મદદ માટે આગળ આવવું એ મોટી વાત છે.
આશા વર્કરોને વધુ ભથ્થાં આપવાની માંગ
સિબાનીના આ કાર્ય બાદ સોશિયલ મીડિયા પર લોકોએ સરકારને આ આશા વર્કરોને વધુ ભથ્થાં આપવાની માંગ કરી છે. લોકોનું માનવું છે કે આરોગ્ય કર્મચારીઓ તરીકે સક્રિય સેવામાં રહેલા આશા વર્કર્સને સરકારી સુરક્ષા અને તકો મળવી જોઈએ, અને તેમને આરોગ્ય વિમો આપવો જોઈએ. એક યુઝરે સરકાર પાસે એ પણ વિનંતી કરી કે આ મુશ્કેલીભર્યું કામ કરવા માટે સિબાનીને પુરસ્કાર મળવો જોઇએ, જેથી આ સમર્પિત આશા કાર્યકરોને વધુ મજબૂતી મળે.
આ પણ વાંચો: લો બોલો! ઓનલાઈન Ludo રમતા થયો પ્રેમ, લગ્ન કરવા કાપ્યું આટલું અંતર