Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ક્રિપ્ટોકરન્સી નાણાકીય સ્થિરતા માટે અત્યંત જોખમી : RBI ગવર્નર

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ગવર્નરે ફરી એકવાર દેશની અર્થવ્યવસ્થા પર મહત્વની ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું છે કે, ભારતની અંતર્ગત આર્થિક પ્રવૃત્તિ મજબૂત છે, અને આવનારા સમયમાં મજબૂત રહેવાની શક્યતા છે. જોકે, RBI ગવર્નરે એમ પણ કહ્યું છે કે, દેશના બાહ્ય પરિબળો અર્થતંત્રને થોડું નુકસાન પહોંચાડી શકે છે. આમાં ભૌગોલિક રાજકીય તણાવ અને વૈશ્વિક મંદીના ભયનો સમાવેશ થાય છે. ભારતના મધ્યસ્થ બેંકના à
ક્રિપ્ટોકરન્સી નાણાકીય સ્થિરતા માટે અત્યંત જોખમી   rbi ગવર્નર
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ગવર્નરે ફરી એકવાર દેશની અર્થવ્યવસ્થા પર મહત્વની ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું છે કે, ભારતની અંતર્ગત આર્થિક પ્રવૃત્તિ મજબૂત છે, અને આવનારા સમયમાં મજબૂત રહેવાની શક્યતા છે. જોકે, RBI ગવર્નરે એમ પણ કહ્યું છે કે, દેશના બાહ્ય પરિબળો અર્થતંત્રને થોડું નુકસાન પહોંચાડી શકે છે. આમાં ભૌગોલિક રાજકીય તણાવ અને વૈશ્વિક મંદીના ભયનો સમાવેશ થાય છે. 

ભારતના મધ્યસ્થ બેંકના વડાએ બુધવારે ચેતવણી આપી હતી કે, આગામી નાણાકીય કટોકટી ખાનગી ક્ષેત્રની ક્રિપ્ટોકરન્સી (Cryptocurrencies) થી આવશે, અને તેઓ હજુ પણ માને છે કે ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવો જોઈએ. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ગવર્નર શક્તિકાંત દાસ (Governor Shaktikant Das) એ પણ કહ્યું હતું કે ક્રિપ્ટોકરન્સીનું કોઈ સ્વાભાવિક મૂલ્ય નથી અને તે મેક્રો ઈકોનોમિક અને નાણાકીય સ્થિરતા માટે જોખમ ઊભું કરે છે. BFSI સમિટને સંબોધતા RBI ગવર્નરે કહ્યું કે, ક્રિપ્ટોકરન્સી નાણાકીય સ્થિરતા માટે અત્યંત જોખમી છે. આરબીઆઈ (RBI) ગવર્નર પહેલા જ કહી ચૂક્યા છે કે આનાથી દેશની મેક્રો ઈકોનોમિક અને નાણાકીય સ્થિરતા માટે ગંભીર ખતરો ઉભો થઈ શકે છે.


ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.