Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઠંડીનો ચમકારો વધ્યો! રાજ્યમાં આગામી દિવસમાં હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી, જાણો ક્યાં કેટલું તાપમાન?

રાજ્યમાં છેલ્લા અમુક દિવસીથી ઠંડીનું જોર વધ્યું છે. ઉત્તર-પૂર્વીય પવન વહેતા રાજ્યમાં ઠંડી વધી છે. ત્યારે હવે આગામી દિવોસમાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. તાજેતરમાં મોટાભાગના શહેરોમાં તાપમાન 15 ડિગ્રી નજીક નોંધાયું છે. જ્યારે 8.5 ડિગ્રી સાથે નલિયા...
ઠંડીનો ચમકારો વધ્યો  રાજ્યમાં આગામી દિવસમાં હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી  જાણો ક્યાં કેટલું તાપમાન

રાજ્યમાં છેલ્લા અમુક દિવસીથી ઠંડીનું જોર વધ્યું છે. ઉત્તર-પૂર્વીય પવન વહેતા રાજ્યમાં ઠંડી વધી છે. ત્યારે હવે આગામી દિવોસમાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. તાજેતરમાં મોટાભાગના શહેરોમાં તાપમાન 15 ડિગ્રી નજીક નોંધાયું છે. જ્યારે 8.5 ડિગ્રી સાથે નલિયા રાજ્યમાં સૌથી ઠંડુ શહેર બન્યું છે.

Advertisement

રાજ્યના મોટાભાગમાં શહેરોમાં ઠંડીએ જોર પકડ્યું છે. ઘણા શહેરોમાં તાપમાન 15 ડિગ્રી નજીક નોંધાયું છે. જો કે, અમદાવાદની વાત કરીએ તો હાલ પણ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. સવારે અને રાતે ઠંડી તો બપોરના સમય લોકો ગરમી અનુભવી રહ્યા છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો અનુભવાય છે. જ્યારે નલિયામાં પણ ઠંડી સતત વધી રહી છે. સોમવારની વાત કરીએ તો નલિયામાં ઠંડીનો પારો 8.5 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે અમદાવાદમાં 16.5 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.

Advertisement

આ શહેરોમાં તાપમાન 15 ડિગ્રી નજીક

અમદાવાદમાં મહત્તમ તાપમાન 29.9 ડિગ્રી જ્યારે ગાંધીનગરની વાત કરીએ તો લઘુતમ તાપમાન 14.8 ડિગ્રી અને મહત્તમ તાપમાન 29.6 ડિગ્રી નોંધાયું હતું. વડોદરામાં લઘુતમ 16.6 ડિગ્રી, સુરતમાં 19.0 ડિગ્રી, કંડલા પોર્ટ 16.6, પોરબંદરમાં 13.4 અને સુરેન્દ્રનગરમાં 15.6, ભુજમાં લઘુતમ તાપમાન 15.6 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, આવનારા દિવસોમાં ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતાઓ છે. આથી વિભાગે નાગરિકોને સુરક્ષિત રહેવા અને સતર્ક રહેવા સૂચન આપ્યું છે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : મણિનગર વોર્ડ ખાતે આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ

Tags :
Advertisement

.