રાજસ્થાનમાં CM ગેહલોતનો મોટો ચૂંટણીલક્ષી દાવ, 100 યૂનિટ સુધી વીજળી ફ્રી કરી
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજ્યના લોકોને મોટી રાહત આપી છે. દર મહિને 100 યુનિટ સુધીનો વીજળીનો ઉપયોગ કરનારા ગ્રાહકોનું વીજ બિલ શૂન્ય થશે. તેનાથી રાજ્યના લાખો લોકોને ફાયદો થશે.
ટ્વિટર પર જાહેરાત કરતા સીએમ અશોક ગેહલોતે કહ્યું કે મોંઘવારી રાહત શિબિરોનું નિરીક્ષણ કર્યા પછી અને લોકો સાથે વાત કર્યા પછી, પ્રતિસાદ આવ્યો કે વીજળીના બિલમાં સ્લેબ મુજબ મુક્તિમાં કેટલાક ફેરફારો કરવા જોઈએ. મે મહિનાના વીજ બિલમાં ફ્યુઅલ સરચાર્જ અંગે પણ લોકો પાસેથી પ્રતિભાવો મળ્યા હતા, જેના આધારે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
આમ રાજસ્થાનમાં હવે 100 યુનિટ સુધી વીજળીનો ખર્ચ કરનારા ગ્રાહકોનું વીજ બિલ શૂન્ય થશે. 100 યુનિટથી વધુ વીજળીનો ખર્ચ કરનારા પરિવારોને પ્રથમ 100 યુનિટ વીજળી વિનામૂલ્યે આપવામાં આવશે, બાકીના યુનિટ માટે વીજળીનું બિલ ચૂકવવાનું રહેશે.
સીએમની જાહેરાત હેઠળ, એક મહિનામાં 200 યુનિટ વીજળીનો ખર્ચ કરનારા ગ્રાહકોને પ્રથમ 100 યુનિટ વીજળી મફત મળશે, સાથે 200 યુનિટ સુધીના ફિક્સ ચાર્જ, ફ્યુઅલ સરચાર્જ અને અન્ય તમામ ચાર્જ માફ કરવામાં આવશે. તેમના માટે રાજ્ય સરકાર ચૂકવણી કરશે.
આ પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે લગભગ 10 વાગ્યે તેમણે ટ્વીટ કર્યું કે તેઓ 10:45 વાગ્યે એક મોટી જાહેરાત કરશે જેનાથી રાજ્યની જનતાને મોટી રાહત મળશે,જે બાદ તેમણે ઉપરોક્ત જાહેરાત કરી હતી