Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રિય અમદાવાદને ભવ્ય અને દિવ્ય બનાવવા માટે આપણે સહુએ સતત જાગૃત રહેવું જોઈએ

કવિ શ્રી આદિલ મન્સૂરીની ગઝલનો આ શેર આપણા  પ્રિય અમદાવાદને  કવિના અંદાજમાં એક આગવી ઓળખ આપનારો બન્યો છે. પ્રત્યેક નગરવાસીઓને આપણા પ્રિય અમદાવાદ વિશે ગૌરવ હોવું ઘટે એટલું જ નહીં પણ આપણી જીવનશૈલીમાં આપણા પ્રિય અમદાવાદને વધુ ને વધુ ઝળહળતું ભવ્ય અને દિવ્ય બનાવવા માટે આપણે સહુએ સતત જાગૃત રહેવું જોઈએ.મિરાતે અહેમદી પુસ્તકમાં વિક્રમ સંવત 1449 માં વૈશાખ સુદ પાંચમને રોજ અમદાવાદ અસ્તિત્વમાà
પ્રિય અમદાવાદને ભવ્ય અને દિવ્ય બનાવવા માટે આપણે સહુએ સતત જાગૃત રહેવું જોઈએ
કવિ શ્રી આદિલ મન્સૂરીની ગઝલનો આ શેર આપણા  પ્રિય અમદાવાદને  કવિના અંદાજમાં એક આગવી ઓળખ આપનારો બન્યો છે. પ્રત્યેક નગરવાસીઓને આપણા પ્રિય અમદાવાદ વિશે ગૌરવ હોવું ઘટે એટલું જ નહીં પણ આપણી જીવનશૈલીમાં આપણા પ્રિય અમદાવાદને વધુ ને વધુ ઝળહળતું ભવ્ય અને દિવ્ય બનાવવા માટે આપણે સહુએ સતત જાગૃત રહેવું જોઈએ.
મિરાતે અહેમદી પુસ્તકમાં વિક્રમ સંવત 1449 માં વૈશાખ સુદ પાંચમને રોજ અમદાવાદ અસ્તિત્વમાં આવ્યાની નોંધ મળે છે. આપણા પ્રિય અમદાવાદની સ્થાપનાને 611 વર્ષ વીતી ચૂક્યાં છે અને આ 600 વર્ષના આ સમયગાળામાં અમદાવાદ એના સ્થાપત્યો થકી એની  સંસ્કૃતિ થકી, મહાત્મા ગાંધીએ સ્થાપેલા સાબરમતી આશ્રમ થકી અને આજે રીવરફ્રન્ટ અને મેટ્રો થકી સતત વિકસતું અને વિસ્તરતું રહ્યું છે. આજે આપણે ગર્વ સાથે કહી શકીએ છીએ કે દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદમાં છે. અમદાવાદમાં મોટી મોટી કોર્પોરેટ કંપનીઓ આજે કામ કરી રહી છે. આપણને એ વાતનું પણ ગૌરવ હોવું ઘટે કે વિશ્વના ધનાઢ્ય વ્યક્તિઓની યાદીમાં પણ અમદાવાદમાં વસેલા નાગરિકોનું સ્થાન અને માન છે. આમ ઘણી બધી બાબતોમાં અમદાવાદ વિશિષ્ટ છે.
આજે અમદાવાદ એની વૈવિધ્યસભર સંસ્કૃતિ આબાદી ભવ્ય ઇમારતો માર્ગ અને બાગ બગીચા સહિતની તેની નગીના વાડીથી માંડીને આજના સાયન્સ સીટી વિસ્તારની અધ્યતન ઇમારતો સુધી એક વિકાસની આ તવારીખ બન્યું છે. એક જમાનામાં માત્ર અમદાવાદ કોટ વિસ્તારની અંદર સીમિત હતું. આજે તો એ આપણુ પ્રિય અમદાવાદ સાડા 400 કિલોમીટરના વિસ્તારમાં વિકસતું અને વિસ્તરતું જાય છે.
અમદાવાદની પરંપરાએ શરૂ કરેલી શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ આજે પણ વિશ્વના વિદ્યાર્થીઓને આકર્ષી રહી છે. હજુ ગઈકાલે જ અમદાવાદની વિશ્વવિખ્યાત સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં એક વધુ પદવીદાન સમારંભ યોજાયો ત્યારે અમદાવાદના વિકાસમાં મહત્વનું યોગદાન આપનારા શેઠ  કસ્તૂરભાઈ લાલભાઈથી માંડીને ડોક્ટર વિક્રમ સારાભાઈ સુધીના પૂર્વ સૂર્યને યાદ કરવામાં આવ્યા.
અલબત્ત અહીં વાત પૂરી થતી નથી પણ ખરું કહીએ તો શરૂ થાય છે.
આપણા પ્રિય અમદાવાદ શહેરના ભવ્ય ભૂતકાળનું ગૌરવ લેવું એ એક નાગરિક તરીકેનું આપણું સદભાગ્ય છે. પણ એ સદભાગ્યની સાથે સાથે આપણા પ્રિય અમદાવાદને સ્વચ્છ અને વધુ ભવ્ય અને દિવ્ય બનાવવાની દિશામાં આપણે શું કરી શકીએ છીએ એના માટે પણ આપણે કૃતસંકલ્પ થવું પડશે. કદાચ એ રીતેજ આપણે આપણા પ્રિય અમદાવાદની સાચી ઓળખને સાચવી શકીશું અને જગતના ચોકમાં આજે છે તેના કરતાં પણ વધારે સુંદર અમદાવાદનું નિર્માણ અને જતન કરી શકીશું.
Advertisement
Tags :
Advertisement

.