Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

CID 2 પ્રથમ ઝલક, ફરીવાર ACP પ્રદ્યુમન ખૂની ખેલના કોયડા ઉકેલશે

CID 2 announced : CID 2 ની નવી સીઝનનો પ્રથમ વીડિયો શેર કર્યો છે
cid 2 પ્રથમ ઝલક  ફરીવાર acp પ્રદ્યુમન ખૂની ખેલના કોયડા ઉકેલશે
Advertisement
  • CID શોના નિર્માતાઓએ CID 2 ની જાહેરાત કરી
  • CID 2 ની નવી સીઝનનો પ્રથમ વીડિયો શેર કર્યો છે
  • CID 2 સ્પાય થ્રિલર ટીવી શોમાં વધુ સસ્પેન્સ જોવા મળશે

CID 2 announced : ટીવીના સૌથી લોકપ્રિય ટીવી શોની વાત કરવામાં આવે, ત્યારે CID નું નામ ચોક્કસપણે સામેલ કરવામાં આવશે. લગભગ 20 વર્ષથી આ સિરિયલે ભારતના દરેક ઘરમાં લોકોનું મનોરંજન કર્યું છે. આ શોએ માત્ર વર્ષો સુધી પ્રેક્ષકોનું મનોરંજન કર્યું જ નહીં પરંતુ બદલાતા ટીવી ટ્રેન્ડ વચ્ચે એક કલ્ટ ઈન્ડિયન શો પણ બની ગયો હતો. તો જ્યારે શો સમાપ્ત થયો ત્યારે સોશિયલ મીડિયા ઉપર ટીવી શોના અનેક યાદગાર પણોને શેર કરવામાં આવ્યા હતા.

CID શોના નિર્માતાઓએ CID 2 ની જાહેરાત કરી

CID ના મુખ્ય પાત્રો તરીકે એસીપી પ્રદ્યુમન, દયા, અભિજીત અને ફ્રેડી લોકોના દિલમાં વસી ગયા છે. ત્યારે CID ફરી એકવાર ટીવી સ્ક્રીન પર કમબેક કરી રહ્યું છે. CID શોના નિર્માતાઓએ આજરોજ CID ની જાહેરાત કરી છે. આ શો 6 વર્ષ પછી ટીવી પર કમબેક કરી રહ્યો છે. લાંબા વિરામ બાદ એસીપી પ્રદ્યુમન, દયા અને અભિજીત ફરી એકવાર હત્યારાઓનો ખુલાસો કરશે. આ વખતે શો એક નવા ફ્લેવર અને સ્ટાઇલ સાથે આવશે. આ શોનો પહેલો પ્રોમો 26 ઓક્ટોબરે રિલીઝ થશે.

Advertisement

આ પણ વાંચો: Pushpa 2 ની નવી રિલીઝ ડેટ સાથે અલ્લુ અર્જુનનો નવો લૂક જુઓ

Advertisement

CID 2 ની નવી સીઝનનો પ્રથમ વીડિયો શેર કર્યો છે

CID ની શરૂઆત વર્ષ 1998 માં સોની ટીવી પર થઈ હતી. 2018 સુધી આ શોએ દર્શકોનું ઘણું મનોરંજન કર્યું હતું. આ શો વર્ષોથી એક કલ્ટ સિરિયલ બની ગયો છે. તો 6 વર્ષના લાંબા ગાળા બાદ સોની ટીવી પર વાપસી કરવા જઈ રહી છે. સોની ટીવીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર CID ની નવી સીઝનનો પ્રથમ વીડિયો શેર કર્યો છે. જેમાં તમને એસપી પ્રદ્યુમન, ઈન્સ્પેક્ટર દયા અને સિનિયર ઈન્સ્પેક્ટર અભિજીતની ઝલક જોવા મળે છે.

CID 2 સ્પાય થ્રિલર ટીવી શોમાં વધુ સસ્પેન્સ જોવા મળશે

જે રીતે રામાનંદ સાગરના પૌરાણિક શો રામાયણ અને બીઆર ચોપરાના મહાભારતને નાના પડદાની કલ્ટ સિરિયલ ગણવામાં આવે છે. તેવી જ રીતે CID ને પણ તે દરજ્જો મળ્યો છે. દરેક એપિસોડમાં CID ટીમ એક રસપ્રદ કેસના સસ્પેન્સને ઉકેલે છે. જેને ચાહકો જોવાનું પસંદ કરે છે. આશા છે કે CID 2 માં આ સ્પાય થ્રિલર ટીવી શોમાં વધુ સસ્પેન્સ જોવા મળશે.

આ પણ વાંચો: Pushpa 2 ની નવી રિલીઝ ડેટ જાહેર,હવે આ દિવસે રિલીઝ થશે

Tags :
Advertisement

.

×