Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CHM Amit Shah: કેન્દ્રીય ગૃહ મંત્રીએ ખુલાસો કર્યો કે, મુખ્યમંત્રી કેજરીવાલ કાયદાકીય ચાલ ચાલ્યા

CHM Amit Shah: તાજેતરમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી (Central Home Minister) અમિત શાહે (Amit Shah) એક ખાનગી મીડિયા હાઉસ (ANI) સાથે વાતચીત કરી હતી. તે દરમિયાન તેમણે અનેક રાજકીય પાસો પર નવા સમાચાર જાહેર કર્યા હતા. તે ઉપરાંત તેમણે...
chm amit shah  કેન્દ્રીય ગૃહ મંત્રીએ ખુલાસો કર્યો કે  મુખ્યમંત્રી કેજરીવાલ કાયદાકીય ચાલ ચાલ્યા

CHM Amit Shah: તાજેતરમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી (Central Home Minister) અમિત શાહે (Amit Shah) એક ખાનગી મીડિયા હાઉસ (ANI) સાથે વાતચીત કરી હતી. તે દરમિયાન તેમણે અનેક રાજકીય પાસો પર નવા સમાચાર જાહેર કર્યા હતા. તે ઉપરાંત તેમણે વિપક્ષ પાર્ટી અને નેતાઓને લઈ અનેક ખુલાસાઓ કર્યા હતા.

Advertisement

  • કેન્દ્રીય ગૃહ મંત્રીએ દિલ્હીના મુખ્યમંત્રીની કરી ટીકા

  • દિલ્હીના મુખ્યમંત્રીને જેલમાં ખાસ સુવિધા મળતી હતી

  • દિલ્હીના મુખ્યમંત્રી જ્યા જશે ત્યાં દારૂ કૌભાંડ તેની સાથે આવશે

આજરોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) કહ્યું કે મારી પાસે અરવિંદ કેજરીવાલ માટે ખરાબ સમાચાર છે, નરેન્દ્રભાઈ મોદી (PM Mod) 2029 સુધી વડાપ્રધાન રહેશે. પીએમ મોદી (PM Mod) 2029 પછી પણ આપણું નેતૃત્વ કરશે. તેની સાથે અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejriwal) ના આરોપોનો જવાબ આપતા Amit Shah એ જણાવ્યું કે કેવી રીતે સીએમ કેજરીવાલને જામીન મળ્યા.

દિલ્હીના મુખ્યમંત્રીને જેલમાં ખાસ સુવિધા મળતી હતી

Supreme Court દ્વારા CM Arvind Kejriwal ને વચગાળાના જામીન આપવા પર કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah એ કહ્યું કે હું Supreme Court ના નિર્ણય પર કંઈ નહીં કહીશ, પરંતુ તમે સંપૂર્ણ મામલાને સરખી રીતે સમજો. તેમની પ્રથમ અરજી એવી હતી કે ધરપકડ રદ કરવામાં આવે. ત્યારે કોર્ટ સંમત ન હતી. પછી ચૂંટણી પ્રચારની વાત થઈ અને કોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા હતા.

Advertisement

આ પણ વાંચો: Alamgir Alam Arrested: લોકસભા ચૂંટણીના સમયગાળામાં ED ના સંકજામાં વધુ એક દિગ્ગજ કોંગી નેતા

Advertisement

Supreme Court ને ન્યાયનું અર્થઘટન કરવાનો અધિકાર છે

તો Delhi CM Arvind Kejriwal એ બહાર આવીને કહ્યું હતું કે, તેઓ ફરીથી જેલમાં જશે નહીં. ત્યારે Amit Shah એ આ નિવેદનની ટીકા કરતા જણાવ્યું કે આ સુપ્રીમ કોર્ટનું અપમાન છે. Supreme Court ના જે ન્યાયાધીશોએ તેમને જામીન આપ્યા છે તેમણે જોવું જોઈએ કે તેમના ચુકાદાનો કેવો દુરુપયોગ થઈ રહ્યો છે. Supreme Court ને ન્યાયનું અર્થઘટન કરવાનો અધિકાર છે. આ કોઈ નિયમિત અને સામાન્ય પ્રકારનો ન્યાયિક ચુકાદો નથી.

આ પણ વાંચો: CAA Indian Citizenship: ભારતે પાડોશી દેશમાંથી આવેલા આટલા લોકોને સોંપી ભારતીય નાગરિકતા

કેજરીવાલ જ્યાં પણ જશે ત્યાં લોકોને દારૂનું કૌભાંડ યાદ આવશે

અમિત શાહે કહ્યું કે CM Arvind Kejriwal ને આ શરતે વચગાળાના જામીન આપવામાં આવ્યા છે કે તેઓ 2 જૂને ફરીથી આત્મસમર્પણ કરશે. જો કોઈ આને પોતાની જીત માની રહ્યું છે તો સમજણમાં ફરક છે. ચાર્જશીટ કોર્ટમાં પડી છે. જ્યાં સુધી મહાગઠબંધનની તાકાતનો સવાલ છે તો હું એટલું જ કહીશ કે કેજરીવાલ જ્યાં પણ જશે ત્યાં લોકોને દારૂનું કૌભાંડ યાદ આવશે.

આ પણ વાંચો: Amritpal Singh News: વારિસ પંજાબ દેના પ્રમુખ જેલમાંથી પંજાબની પ્રસિદ્ધ બેઠક પરથી લડશે ચૂંટણી

Tags :
Advertisement

.