Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'ચીનની મહિલાઓ લગ્ન અને બાળકો પેદા કરો...'શી જિનપિંગે લગાવી મદદની ગુહાર

વિશ્વના બીજા નંબરની સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ ચીનમાં એક નવી ચિંતા ઉભી થઈ છે. એક તરફ ચીનની વસ્તી ધીમે ધીમે વૃદ્ધ થઈ રહી છે તો બીજી તરફ ચીનનો પ્રજનન દર પણ તેના સૌથી નીચા સ્તરે છે. હાલના ટ્રેંડ દર્શાવે...
 ચીનની મહિલાઓ લગ્ન અને બાળકો પેદા કરો    શી જિનપિંગે લગાવી મદદની ગુહાર

વિશ્વના બીજા નંબરની સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ ચીનમાં એક નવી ચિંતા ઉભી થઈ છે. એક તરફ ચીનની વસ્તી ધીમે ધીમે વૃદ્ધ થઈ રહી છે તો બીજી તરફ ચીનનો પ્રજનન દર પણ તેના સૌથી નીચા સ્તરે છે. હાલના ટ્રેંડ દર્શાવે છે કે ચીનની મહિલાઓ હવે બાળકો પેદા કરવાનું ટાળી રહી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ આ સમસ્યા તરફ દેશનું ધ્યાન દોર્યું છે.

Advertisement

Advertisement

ઓલ ચાઇના વુમન્સ ફેડરેશનની એક બેઠકમાં બોલતા જિનપિંગે કહ્યું હતું કે, 'મહિલાઓના ઉદયને માત્ર તેમના કાર્યસ્થળના પ્રદર્શનથી જ નહીં પરંતુ પારિવારિક સંવાદિતા, સામાજિક સમરસતા અને રાષ્ટ્રીય વિકાસ દ્વારા આંકવામાં આવવો જોઈએ.' જિનપિંગે કહ્યું હતું કે આજના યુવાનોએ લગ્ન અને સંતાનો પ્રત્યે પોતાની વિચારસરણી મજબૂત કરવી જોઈએ.

ચીન અનેક મોરચે સંઘર્ષ કરી રહ્યું છે

Advertisement

હાલમાં ચીન ઘણા મોરચે આંતરિક રીતે સંઘર્ષ કરી રહ્યું છે જેમ કે મહિલાઓમાં સંતાનનો ડર, યુવાનોમાં લગ્ન પ્રત્યેનો મોહભંગ, લિંગ ભેદભાવ, નવજાત શિશુના ઉછેરનો ખર્ચ. નોંધનીય છે કે ચીનની વસ્તી ગત વર્ષે છ દાયકામાં પ્રથમ વખત ઘટી હતી. આ સંખ્યા વધારવા માટે સરકાર ઘણી યોજનાઓ પર સતત કામ કરી રહી છે.ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે મે મહિનામાં આ મુદ્દે એક બેઠક પણ કરી હતી. તમામ પ્રયાસો છતાં ચીનનો પ્રજનન દર ઘટી રહ્યો છે. આમાં સ્થિરતા લાવવા માટે અનેક પ્રકારની યોજનાઓ પણ લાવવામાં આવી છે.

શું ચીન ભારતને ખતરા તરીકે જુએ છે?

ચીનની વસ્તી વૃદ્ધ થઈ રહી છે અને તેના પાડોશી ભારતમાં યુવાનોની મોટી વસ્તી છે. ચીની સરકારને ડર છે કે ભવિષ્યમાં કંપનીઓ કામદારોની શોધમાં ભારત તરફ વળી શકે છે.

આ  વાંચો -ફ્રાન્સમાં હિજાબ પહેરેલી મહિલાને પોલીસે અચાનક ગોળી કેમ મારી?, કારણ જાણી તમે પણ ચોંકી જશો…

Tags :
Advertisement

.