Chenab Bridge: વિશ્વના સૌથી ઊંચા પુલ પર ભારતીય રેલવેએ ટ્રેન સફળતાપૂર્વક દોડાવી, જુઓ વિડીયો
Chenab Bridge: વિશ્વના સૌથી ઊંચા ચેનાબ Bridge પર આજરોદ પહેલીવાર રેલવેને ચલાવવામાં આવી છે. ભારતીય રેલવેએ 8 ડબ્બાવાળી MEMU train ને વિશ્વના સૌથી ઊંચા ચેનાબ Bridge પર પ્રાયોગિક ધોરણે ચલાવી હતી. તો MEMU train રામબન જિલ્લાના સંગલદાન અને રિયાસીની વચ્ચે આશરે 46 કિમી સુધી અંતર કાપ્યું હતું.
ટ્રેનની ઝડપ આશરે 40 કિમી પ્રતિ કલાક રાખવામાં આવી
વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ આર્ચ Bridge છે
Chenab Bridge પરથી ટ્રેન સફળતાપૂર્વક ચલાવવામાં આવી
તો આ વખતે ટ્રેનની ઝડપ આશરે 40 કિમી પ્રતિ કલાક રાખવામાં આવી હતી. તો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ખુદ આ વાતની પુષ્ટિ કરી હતી. તો ભારતીય રેલવે અનુસાર MEMU train આશરે સંગલદાનથી 12:35 કલાકે નીકળી હતી. અને 1:05 કલાકે રિયાસી પહોંચી ગઈ હતી. તો આ મુસાફરી દરમિયાન MEMU train 9 જેટલા અંડરપાસથી પસાર થઈ હતી. જેની કુલ લંબાઈ 40.787 કિમી છે. તેની સાથે સૌથી લાંબો અંડરપાસ T-44 11.13 કિમી લાંબો છે.
વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ આર્ચ Bridge છે
Successful trial run of MEMU train between Sangaldan - Reasi section of USBRL project.
📍Jammu & Kashmir pic.twitter.com/GjaKX6Ci8Q
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) June 20, 2024
તો પહેલીવાર MEMU train ચેનાબ Bridge પર દુગ્ગા અને બક્કલ સ્ટેશનોની વચ્ચેથી પસાર કરી ગઈ. જોકે વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ આર્ચ Bridge છે. રિયાસી, બક્કલ, દુગ્ગા અને સાવલકોટે સ્ટેશન જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં આવેલા છે. 48.1 કિલોમીટર લાંબા બનિહાલ-સંગલદાન વિભાગ સહિત USBRL પ્રોજેક્ટનું ઉદ્ઘાટન 20 ફેબ્રુઆરી 2024 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.
Chenab Bridge પરથી ટ્રેન સફળતાપૂર્વક ચલાવવામાં આવી
118 કિલોમીટર લાંબા કાઝીગુંડ-બારામુલ્લા વિભાગને આવરી લેતા આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન ઓક્ટોબર 2009 માં કરવામાં આવ્યું હતું. 18 કિમી લાંબા બનિહાલ-કાઝીગુંડ સેક્શનનું જૂન 2013માં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને 25 કિમી લાંબા ઉધમપુર-કટરા સેક્શનનું ઉદઘાટન જુલાઈ 2014માં કરવામાં આવ્યું હતું અને આજે Chenab Bridge પરથી ટ્રેન સફળતાપૂર્વક ચલાવવામાં આવી હતી.
આ પણ વાંચો: મુંબઈમાં Ice cream માંથી નીકળેલી આંગળીનો ભેદ ઉકેલાયો, જાણો… કોની હતી આંગળી