વારંવાર શરદી અને અસહ્ય માથું દુખવાનું કારણ..
ઘણાં લોકોને વારંવાર શરદી થતી રહેતી હોય છે. અને શરદી થાય ત્યારે તે સામાન્ય રીતે 2-3 દિવસ તો અવશ્ય હેરાન કરે છે. વારંવાર શરદી થવી તે સાઈનસની બીમારી હોવાનું પણ લક્ષણ હોઈ શકે છે. આવો જાણીએ સાઈનસ થવાના કારણો.. વારંવાર શરદી થવી એ સાઇનસનું સૌથી સામાન્ય કારણ છે. જેમાં કારણે તમારું નાક સતત વહેતું રહે છે અથવા તો બંધ થઇ જાય છે. જેથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તેમજ શરદી ખૂબ જ ચેપી હોય છે. જો તમને વારà
ઘણાં લોકોને વારંવાર શરદી થતી રહેતી હોય છે. અને શરદી થાય ત્યારે તે સામાન્ય રીતે 2-3 દિવસ તો અવશ્ય હેરાન કરે છે. વારંવાર શરદી થવી તે સાઈનસની બીમારી હોવાનું પણ લક્ષણ હોઈ શકે છે. આવો જાણીએ સાઈનસ થવાના કારણો..
વારંવાર શરદી થવી એ સાઇનસનું સૌથી સામાન્ય કારણ છે. જેમાં કારણે તમારું નાક સતત વહેતું રહે છે અથવા તો બંધ થઇ જાય છે. જેથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તેમજ શરદી ખૂબ જ ચેપી હોય છે. જો તમને વારંવાર શરદી થાય છે તો તેનાથી સાઇનસ થવાનો ખતરો વધી જાય છે.
નાકમાં એલર્જી કે ઈન્ફેક્શન હવામાનને કારણે પણ થઈ શકે છે. તેનાથી માથામાં દુખાવો, અવાજમાં ફેરફાર, માથાનો વગેરે તકલીફો પણ સામાન્ય બની જાય છે, પરંતુ આ લક્ષણોને હળવાશથી ન લેવી જોઈએ. આ જ લક્ષણો સાઇનસને આમંત્રણ આપે છે.
ઘણી વખત હવાના રજકણો તેમજ પ્રદૂષણના કારણે પણ સાઇનસની સમસ્યા થઇ શકે છે. વાતાવરણના ડસ્ટ, ધૂળના કણો, સ્મોક અને દૂષિત હવાના કારણે આવા પ્રદૂષિત વિસ્તારમાં રહેતા લોકોને સાઇનસ થવાની શક્યતા વધી જાય છે. આ હાનિકારક ડસ્ટ સીધી જ આપણા શ્વાસ દ્વારા શ્વાસનળી પર હુમલો કરે છે. જેનાથી ધીમે-ધીમે શરદી, નાક વહેવું જેવી સમસ્યાઓ થાય છે.
જે વ્યક્તિને અસ્થમાની બીમારી હોય તેવા દર્દી યોગ્ય રીતે શ્વાસ પણ નથી લઈ શકતા. જેના માટે તેને સ્પેસરની જરૂર પડે છે. આ પરિસ્થિતિઓમાં, દર્દીને સાઇનસની સમસ્યા થવાની શક્યતા વધી જાય છે.
ઘણી વખત બાળપણમાં નાક પર ઇજા અથવા દબાણ થવાને કારણે નાકનું હાડકું એક તરફ વળી જાય છે. જેના કારણે નાકનો આકાર વાંકોચૂંકો દેખાય છે. હાડકાનો આ વળાંક નસકોરાને અસર કરે છે, જેથી સાઇનસની સમસ્યા થવાના ચાન્સ વધી જાય છે.
Advertisement