Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Canada : ઓન્ટારિયો શહેરમાં ગોળીબારની ઘટના,3 બાળક સહિત 5ના મોત

કેનેડામાં ફરી એકવાર ગોળીબારની ઘટના બની છે જેમાં ત્રણ બાળકો સહિત કુલ પાંચ લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર આ ઘટના સોમવારે રાત્રે બની છે. પોલીસ હાલ આ ઘટનાની તપાસ (currently investigating) કરી રહી છે.   ઘટના કેનેડાના...
canada   ઓન્ટારિયો શહેરમાં ગોળીબારની ઘટના 3 બાળક સહિત 5ના મોત

કેનેડામાં ફરી એકવાર ગોળીબારની ઘટના બની છે જેમાં ત્રણ બાળકો સહિત કુલ પાંચ લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર આ ઘટના સોમવારે રાત્રે બની છે. પોલીસ હાલ આ ઘટનાની તપાસ (currently investigating) કરી રહી છે.

Advertisement

ઘટના કેનેડાના ઓન્ટોરિયોમાં બની હતી

પોલીસના જણાવ્યા અનુસાર રાત્રે 10.20 વાગ્યે ગોળીબારની ઘટના (firing was reported)ની જાણ થઈ હતી, પોલીસને ઘટના અંગે જાણ (informed about the incident) થતા જ ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં તેમને પહેલા 41 વર્ષીય યુવક મૃત હાલતમાં મળી આવ્યો હતો ત્યારબાદ 6 વર્ષના અને 12 વર્ષના બાળકોના મૃતદેહ પણ મળ્યા હતા. આ સિવાય પોલીસને 45 વર્ષિય વ્યક્તિ પણ ગોળીબારમાં ઘાયલ થયેલો જોવા મળ્યો હતો. આ ઘટના કેનેડાના ઉત્તરી ઓન્ટોરિયો શહેર (northern city of Ontario)માં ફાયરિંગની ઘટના બની હતી.

Advertisement

Advertisement

બાળકોની ગોળી મારીને હત્યા કરી

તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે ગોળીબારમાં 6 વર્ષના અને 12 વર્ષના બાળકોના મોત પણ ગોળીબારમાં થયા છે. આ ઉપરાંત અધિકારી (officials said)એ જણાવ્યું હતું કે તેમને 44 વર્ષિય વ્યક્તિ પણ મૃત હાલતમાં મળી આવ્યો હતો. એવું લાગી રહ્યું હતું કે તેણે પોતાની જાતને જ ગોળી મારી (shot himself) હતી. હાલ પોલીસની ટીમ આ ઘટનાની તપાસ કરી રહી છે અને આગળની કાર્યવાહી (further action) હાથ ધરી છે.

પોલીસની ટીમે તપાસ શરુ કરી

પ્રાથમિક તપાસમાં પોલીસે જણાવ્યું હતું કે આ ગોળીબારનું કારણ આંતરિક ઝગડો (mutual quarrel) હોઈ શકે છે. આ ઉપરાંત જણાવ્યું હતું કે બિનજરુરી રીતે જીવ ગુમાવી (unnecessary loss) રહ્યાની ઘટનાઓ બની રહી છે. પોલીસ અધિકારી હ્યુ સ્ટીવનસને જણાવ્યું હતું કે આ ઘટનાને પગલે પીડિત પરિવાર (victims), મિત્રો તેમજ પ્રિયજનો જે દુઃખનો અમે અનુભવ કરી રહ્યા છીએ અને અમારી સહાનુભૂતી તેમની સાથે છે.

આ  પણ  વાંચો -UNSC: ભારતે ઇઝરાયલનું સમર્થન કર્યું, પેલેસ્ટાઇનના લોકો પ્રત્યે વ્યક્ત કરી સંવેદના

Tags :
Advertisement

.