Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Butterfly Day: ગુજરાત સાયન્સ સિટી ખાતે ‘નેશનલ લર્ન અબાઉટ બટરફ્લાય ડે’ની ઉજવણી કરાઈ

Butterfly Day: ગુજરાત સાયન્સ સિટી (Science City) દ્વારા નેશનલ લર્ન અબાઉટ બટરફ્લાય ડે (Butterfly) ની ઉજવણી કરવામાં આવી. આ નિમિત્તે વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને પતંગિયાઓની રસપ્રદ દુનિયા અને પર્યાવરણમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે શિક્ષિત અને સંલગ્ન કરવાના ઉદ્દેશ્યથી વાઇબ્રન્ટ ઉજવણીનું આયોજન...
butterfly day  ગુજરાત સાયન્સ સિટી ખાતે ‘નેશનલ લર્ન અબાઉટ બટરફ્લાય ડે’ની ઉજવણી કરાઈ

Butterfly Day: ગુજરાત સાયન્સ સિટી (Science City) દ્વારા નેશનલ લર્ન અબાઉટ બટરફ્લાય ડે (Butterfly) ની ઉજવણી કરવામાં આવી. આ નિમિત્તે વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને પતંગિયાઓની રસપ્રદ દુનિયા અને પર્યાવરણમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે શિક્ષિત અને સંલગ્ન કરવાના ઉદ્દેશ્યથી વાઇબ્રન્ટ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

Butterfly ની સમજ માટે વિવિધ Activities નું કરાયું આયોજન

આ ઇવેન્ટમાં લગભગ 200 વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓની ઉત્સાહપૂર્વક ભાગીદારી જોવા મળી હતી જેમણે વિવિધ Interactive session અને આકર્ષક પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લીધો હતો. આ ઇવેન્ટમાં Butterfly ઓ માટે વિશેષ સમજણ કેળવવા અને તેમના પર્યાવરણમાં મહત્વને સમજાવવા માટે વિવિધ Activities જેવી કે શોર્ટ Movie Screening, Butterfly Quiz, Paint Your Butterfly પ્રવૃત્તિ અને Butterfly સંરક્ષણ પર વિચાર-પ્રેરક સ્કીટનું આયોજન કરવામાં આવ્યું હતું.

Butterfly Day

Butterfly Day

Advertisement

યાજ્ઞિકા પટેલે Butterfly વિશે રશપ્રદ વાતો જણાવી

આણંદ જિલ્લાની સરદારપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ Science City ના ક્યુરેટર યાજ્ઞિકા પટેલ દ્વારા આપવામાં આવેલ પતંગિયા વિષેની રસપ્રદ માહિતી સાથે તેમનું ઇકોસિસ્ટમમાં તેમના વિશિષ્ટ પ્રદાનને સમજાવતા સેશનમાં હાજરી આપી હતી. વધુમાં, નર્મદા જિલ્લાની વાઘેલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ "Paint Your Butterfly" પ્રવૃત્તિમાં સક્રિયપણે ભાગ લીધો હતો, અને સાથે સાથે Butterfly સંરક્ષણ વિશેના મૂલ્યવાન પાઠો આત્મસાત કરીને તેમની સર્જનાત્મકતા દર્શાવી હતી.

વધુમાં, તેઓને સાયન્સ સિટીના પ્રતિભાશાળી ઈન્ટર્ન દ્વારા વિતરિત કરાયેલ આપણા પર્યાવરણમાં પતંગિયાના મહત્વ વિશે જાગૃતિ લાવવાના હેતુથી આકર્ષક સ્કીટ જોવાની તક મળી.

Advertisement

અહેવાલ સંજ્ય જોશી

આ પણ વાંચો: Sabarkantha Farmers Protest: વડાલી તાલુકામાં કિસાન સંઘે બંધનું એલાન જાહેર કરી રસ્તાઓ કર્યા જામ

આ પણ વાંચો: SMC Raid At Himatnagar: હિંમતનગરના ગોકુલનગર રેલવે ફાટક પાસેથી દારૂનું કટીંગ થતું પકડાયું

આ પણ વાંચો: TV Fraud: ઑનલાઈન ઑર્ડર કરતા પહેલા રહેજો સાવધાન, એકસાથે 147 TV નું કૌભાંડ આવ્યું સામે

Tags :
Advertisement

.