Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતમાં આવનારા Cyclone Biporjoy ને લઈને BSF તૈયાર

બોર્ડર સિક્યોરિટિ ફોર્સે (BSF) ગુજરાતના (Gujarat) દરિયા કિનારા તરફ આગળ વધી રહેલા ભયંકર ચક્રવાતી તોફાન Biporjoy ની અસરથી ઉભા થનારા પડકારનો સામનો કરવા માટે પુરતી તૈયારી કરી લીધી છે. Cyclone Biporjoy 15 જુનની સાંજે જખૌ બંદરે (Jakhou Port) ટકરાશે અને...
ગુજરાતમાં આવનારા cyclone biporjoy ને લઈને bsf તૈયાર

બોર્ડર સિક્યોરિટિ ફોર્સે (BSF) ગુજરાતના (Gujarat) દરિયા કિનારા તરફ આગળ વધી રહેલા ભયંકર ચક્રવાતી તોફાન Biporjoy ની અસરથી ઉભા થનારા પડકારનો સામનો કરવા માટે પુરતી તૈયારી કરી લીધી છે. Cyclone Biporjoy 15 જુનની સાંજે જખૌ બંદરે (Jakhou Port) ટકરાશે અને તે બાદ કચ્છના (Kutch) રણમાંથી થઈને રાજસ્થાન (Rajasthan) સુધી જાય તેવી શક્તતાઓ વર્તાઈ રહી છે.

Advertisement

BSF ના મહાનિરિક્ષકે સમિક્ષા કરી

બોર્ડર સિક્ચોરિટિ ફોર્સના (BSF) મહાનિરિક્ષક શ્રી રવી ગાંધીએ ભુજના (Bhuj) દરિયાઈ વિસ્તારની મુલાકાત લીધી અને ચક્રવાતથી ઉત્પન્ન થનારા સંભવિત વિનાશની અસરને ઘટાડવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની સાથે-સાથે કોઈ પણ આકસ્મિકતાનો સામનો કરવાની તૈયારીઓની સમિક્ષા કરી.

Advertisement

આવશ્યક સંસાધનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરાઈ

Advertisement

ચક્રવાત (Cyclone) ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદેથી (India Pakistan International Border) પસાર થવાની સંભાવના છે. આંતરરાષ્ટ્રીય સરહદની રક્ષા કરવાની સાથે-સાથે સમી સુરક્ષા દળ દ્વારા બચાવ કાર્યો માટે આવશ્યક સંસાધનની ઉપલબ્ધતા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે.

કાંઠા વિસ્તારના ગ્રામીમોનું સ્થળાંતર

સિવિલ અધિકારીઓ સાથે સમન્વય સ્થાપિત કરવામાં આવ્યા છે અને સિવિલ તંત્ર અને સ્થાનિક લોકોને દરેક પ્રકારની જરૂરી મદદ માટે કાર્યયોજના સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. જખૌના કિનારાની નજીક સ્થિત ગુનાઓ ગામથી લગભગ 50 ગ્રામીણોને બોર્ડર સિક્યોરિટિ ફોર્સની ગુનાઓ ચોકીમાં સ્થળાંતર કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો : રાહતની ખબર, બિપરજોય વાવાઝોડાની ચોમાસા પર નહીં થાય કોઇ અસર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.