Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઘરફોડ ચોરી કરનારા બે શખ્સોને બોડકદેવ પોલીસે રાજસ્થાનથી ઝડપ્યા, 6 ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો

અહેવાલ - પ્રદિપ કચીયા અમદાવાદના બોડકદેવ પોલીસે ઘરફોડ ચોરી કરતી ગેંગના બે સાગરીતોને ઝડપી પાડ્યા છે. અત્યાર સુધીમાં અમદાવાદ અને ગાંધીનગર સહિત સંખ્યાબંધ ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે. ત્યારે તાજેતરમાં જ બોડકદેવ વિસ્તારના ભાઈકાકા નગર પાસેથી એક મકાનમાં...
ઘરફોડ ચોરી કરનારા બે શખ્સોને બોડકદેવ પોલીસે રાજસ્થાનથી ઝડપ્યા  6 ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો

અહેવાલ - પ્રદિપ કચીયા

Advertisement

અમદાવાદના બોડકદેવ પોલીસે ઘરફોડ ચોરી કરતી ગેંગના બે સાગરીતોને ઝડપી પાડ્યા છે. અત્યાર સુધીમાં અમદાવાદ અને ગાંધીનગર સહિત સંખ્યાબંધ ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે. ત્યારે તાજેતરમાં જ બોડકદેવ વિસ્તારના ભાઈકાકા નગર પાસેથી એક મકાનમાં થયેલી ઘરફોડ ચોરી સહિત છ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

પોલીસ કસ્ટડીમાં રહેલા આ બંને આરોપીઓને ધ્યાનથી જુઓ. આ કોઈ સામાન્ય આરોપીઓ નથી. પરંતુ ચોરી કરવામાં માસ્ટર માસ્ટરમાઈડ ગેંગના સાગરીતો અને રીઢા ગુનેગારો છે. જેમને બોડકદેવ પોલીસે ઝડપી લઇ 6 જેટલી ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. આરોપીઓને નામ છે ગૌરવ ઉર્ફે ગુલ્લુ રામૈયા અને હિરેન મકવાણા. અમદાવાદમાં રહી છૂટક મજૂરી કામ કરી ઘરફોડ ચોરીઓના ગુનાઓને અંજામ આપતા આ બંને આરોપીઓને પોલીસે ઉદયપુર રાજસ્થાન થી ઝડપી પાડ્યા છે. જેને પગલે તાજેતરમાં જ ભાઈ કાકાનગર થલતેજ વિસ્તારમાં આવેલા કૃપા મનન એપાર્ટમેન્ટના એક મકાનમાં થયેલી ઘરફોડ ચોરીનો પણ ભેદ ઉકેલાયો છે.

Advertisement

પોલીસ તપાસમાં સામે આવ્યું છેકે આરોપી ગૌરવ ઉર્ફે ગુલ્લુ રામૈયા અને હિરેન મકવાણા અગાઉ પણ ગાંધીનગર વિસ્તારમાં આ જ મોડશ ઓપરેન્ડી થી અનેક ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે. પકડાયેલા બંને આરોપીઓની મોડેશ ઓપરેન્ડીની વાત કરીએ તો આરોપીઓ કોઈપણ મકાન કે દુકાનમાં રહેલા તાળાઓને માત્ર એક ડિસમિસથી તોડી નાખતા. અને રેકી કર્યા વગર જ ગરફોડ ચોરી કરતા જેથી કોઈને શંકા પણ ન જાય. અને ચોરી કર્યા બાદ સીધા રાજસ્થાન ફરાર થઈ જતા જ્યાં ચોરી કરેલ મુદ્દામાલની વહેંચણી કરી લેતા હતા. જોકે હાલમાં બોડકદેવ વિસ્તારના મકાનમાંથી 35 લાખથી વધુની મત્તાની ચોરી કર્યાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ હતી. જે પૈકી પોલીસે સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા સહિત ગુનામાં વાપરેલું વાહન પણ કબજે કરી કુલ ₹18.41 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Advertisement

મહત્વનું છે કે તાજેતરમાં જ ઘરફોડ ચોરીની આ ઘટના બનતા બોડકદેવ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજેન્ટ્સ ની મદદથી તપાસ કરતા એક વિહિકલ શંકાસ્પદ રીતે નજરે પડ્યું અને તેના આધારે અન્ય ગુનાઓનો પણ ભેદ ઉકેલાયો છે. ત્યારે હવે આરોપીઓ પાસેથી વધુ મુદ્દામાલ રિકવર થાય અને અન્ય કોઈ ગુનાઓ આરોપીઓએ આચરેલે છે કે કેમ ? તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો - ગેરકાયદેસર ડ્રાઈવિંગ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવતા કૌભાંડનો સાયબર ક્રાઈમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.