Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ મોટી આગાહી, જાણો અંબાલાલ પટેલે શું કહ્યું

ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઇ હતી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ મોટી આગાહી કરી હતી. અંબાલાલ પટેલના મતે રાજ્યમાં સાત જૂલાઇથી ભારે વરસાદ વરસશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ગુજરાતના અનેક...
રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ મોટી આગાહી  જાણો અંબાલાલ પટેલે શું કહ્યું

ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઇ હતી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ મોટી આગાહી કરી હતી. અંબાલાલ પટેલના મતે રાજ્યમાં સાત જૂલાઇથી ભારે વરસાદ વરસશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

Advertisement

ગુજરાતના અનેક ભાગોમાં પડશે વરસાદ 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે હજુ પણ આગામી દિવસોમાં બે તબક્કામાં મેઘરાજા ગુજરાતના અનેક વિસ્તારમાં મન મૂકીને વરસશે. આગામી 7 થી 15 જૂલાઇ દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર - કચ્છના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. ઉપરાંત 25 જૂલાઇથી 8 ઓગસ્ટ સુધીમાં ફરી એક વખત ગુજરાતના અનેક ભાગોમાં સારો વરસાદ પડશે. ગુજરાતની અંદર એક લો પ્રેશર સિસ્ટમ બની રહી છે અને બીજી વધુ એક સિસ્ટમ આવનારા દિવસોમાં બનશે. જેના પરિણામે પવન સાથે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

Advertisement

નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાશે

મહેસાણા, પાલનપુર, બનાસકાંઠા, મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. 25મી જૂલાઈથી 8મી ઓગષ્ટ સુધી પણ ફરી ભારે વરસાદ થશે. ઉત્તર ભારતની નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાશે.

Advertisement

આપણ  વાંચો -અમદાવાદ સોની સાથે લૂંટનો મામલો, પેરોલ પર છૂટેલો કૈદી નીકળ્યો મુખ્ય આરોપી

Tags :
Advertisement

.