Bharuch: હિંદુઓને દુષ્પ્રેરણા કરતી પત્રિકા તૈયાર કરનાર મુફ્તીની કરવામાં આવી ઘરપકડ
Bharuch: ભરૂચ જીલ્લામાં વિધર્મી મુફ્તીની ગંભીર પ્રકારની માનસિકતા પત્રિકામાં ઓકી હોય અને પત્રિકામાં હિંદુ મહાન ગ્રંથો તથા માંસાહાર ધર્મ સહિત વિવિધ શ્લોકોનું અર્થ ઘટન કરી મોટી પત્રિકા તૈયાર કરી વાયરલ કરી હતી. આ પત્રિકામાં હિંદુ વિરોધી ટિપ્પણીને લઈ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. જેથી પોલીસે તાબડતોબ ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરી મુફ્તીની ઘરપકડ કરી રિમાન્ડ મળેવવાની તજવીજ હાથધરી હતી.
આ પણ વાંચો: Harshad Bhojak ના બેંક લોકરમાંથી મળી આવ્યા સોનાના બિસ્કીટ અને ચાંદીનીં ઈંટો
હિંદુધર્મને બદનામ કરવાનો કર્યો પ્રયત્ન?
નોંધનીય છે કે, ભરૂચ (Bharuch) રૂરલ પોલીસ મથકમાં હિંદુસમાજની લાગણી દુભાવતી પત્રિકા (પેમ્પલેટ) માં હિંદુમહાન ગ્રંથોના અધ્યાયો, શ્લોકો તથા સંસ્કૃત ભાષાના શ્લોકો, મહાભારતના ગ્રંથોમાંથી વિવિધ મુદ્દાઓ ઉપર પેજ નંબર 1 થી 18 તથા ગૌ અને ગૌવંશ હત્યા? મુસલમાન શું કરે? તેવા વિષયો ઉપર હિંદુગ્રંથોનું અર્થ ઘટન કરી ગૌમાંસ ખાવા અંગેની હિંદુસમાજને દુષ્પ્રેરણા કરી હિંદુસમાજની લાગણી દુભાય તેવું ગંભીર પ્રકારનું કૃત્ય હતું. આ સાથે તેમજ હિંદુધર્મના લોકોનું અપમાન કરવાના હેતુથી ઈરાદાથી ગૌ હત્યા તેમજ માંસ ભક્ષણ હિંદુસમાજ કહીને હિંદુધર્મને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
આ પણ વાંચો: Gujarat: IPS હસમુખ પટેલને તેમના પદ પરથી હટાવાયા? નવા પરિપત્રમાં તેમનું નામ હટાવી દેવાતા મામલો ગરમાયો
પત્રિકા તૈયાર કરવા માટે કોને પ્રેરણા આપી?
તેમજ લોકોને ગૌ માણસ ખાવાનું દુષ્પ્રેરણ કરી હિંદુધર્મના લોકોનું અપમાનિત કરી બે ધર્મ વચ્ચે દુશ્મનાવટ અને લાગણી દુભાવાનુ કૃત્ય કરનાર ભરૂચ તાલુકાના કંથારીયા ગામના ટીપુ સુલતાન કોલોનીમાં રહેતા અબ્દુલ અઝીઝ અહેમદ પટેલ (મુસ્લિમ) સામે બીએનએસ ની કલમ 56, 57, 196(1)(એ)(બી), 197 (1)(સી)(ડી), 299, 302, 353 (1)(બી)(સી) મુજબ ગુનો દાખલ કર્યો છે. હિંદુવિરુદ્ધ માનસિકતા ઘરવાનાર મુફતીની તાત્કાલિક ઘરપકડ કરી પત્રિકા તૈયાર કરવા માટે કોને પ્રેરણા આપી? પત્રિકા ક્યાં ક્યાં વાયરલ કરી? કેટલી પ્રસિદ્ધ કરાવી? જેવા મુદ્દો ઉપર રિમાન્ડ મેળવવાની તજવીજ કરવામાં આવી હોવાનું નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલે માહિતી પુરી પાડી હતી.
આ પણ વાંચો: Gujarat Police: ASI વર્ગ-3 ની સીધી ભરતીને કરાઈ રદ, આ રીતે ભરાશે ખાલી જગ્યાઓ
પોલીસે વધારે તપાસ હાથ ધરી દીધી છે
ભરૂચમાં કંથારીયા ગામના મુફ્તી અબ્દુલ અઝીઝ અહેમદ પટેલ (મુસ્લિમ)ની નીચ કક્ષાની માનસિકતા ફલિત થઈ છે. જેમાં તેને હિંદુગ્રંથો અને મહાનગ્રંથો તથા સંસ્કૃત ભાષાના શ્લોકોનું અર્થ ઘટન કરી પત્રિકા તૈયાર કરી અને તે પત્રિકા લોકો સુધી પહોંચે તે પહેલા જ ભરૂચ પોલીસ (Bharuch Police)એ વય મનસ્ય ફેલાવવાનું કૃત્ય કરનાર મુફ્તીને તાત્કાલિક ઝડપી પાડી ગુનો દાખલ કરી કાયદાના પાઠ ભણાવી દીધા છે.