Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ola driver એ મહિલાને મુસાફરી રદ કરવા પર મારી થપ્પડ, જુઓ વીડિયો

એક મહિલાએ મુસાફરી માટે Ola Auto બુક કરી હતી Ola auto driver એ મહિલાને થપ્પડ મારી દીધી મહિલાઓની મુસાફરી પર ફરી એકવાર સવાલ ઉભા થયા Bengaluru Ola auto driver : આ આધુનિક યુગમાં કોઈપણ સ્થળે પરિવહન કરવું ખુબ જ...
ola driver એ મહિલાને મુસાફરી રદ કરવા પર મારી થપ્પડ  જુઓ વીડિયો
  • એક મહિલાએ મુસાફરી માટે Ola Auto બુક કરી હતી

  • Ola auto driver એ મહિલાને થપ્પડ મારી દીધી

  • મહિલાઓની મુસાફરી પર ફરી એકવાર સવાલ ઉભા થયા

Bengaluru Ola auto driver : આ આધુનિક યુગમાં કોઈપણ સ્થળે પરિવહન કરવું ખુબ જ સરળ બની ગયું છે. એક શહેર કે ગામડામાંથી કોઈ અન્ય સ્થળે જવું હોય, તો ખાનગી તેમજ સરકારી વાહનોની ઘણી સુવિધા ઉપલબ્ધ થશે. તે ઉપરાંત વિદેશમાં પ્રવાસ કરવા માટે ખાનગી કંપનીઓ દ્વારા સામાન્ય વિમાનથી લઈને અત્યાધુનિક વિમાનોને મુસાફરો માટે બનાવવામાં આવ્યા છે. હવે, કોઈપણ ખાનગી કંપનીના કોઈપણ પ્રકારના વાહનો ભાડા પટ્ટે પણ મળી શકે છે. તો શહેરમાં મુસાફરી કરવા માટે Ola, Uber અને Rapido જેવી સંસ્થાઓ ખુબ પ્રચલિત છે.

Advertisement

એક મહિલાએ મુસાફરી માટે Ola Auto બુક કરી હતી

ત્યારે સોશિયલ મીડિયા પર એક Ola auto driver નો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જોકે આ પહેલા આપણે એવા ઘણા કિસ્સાઓ જોયા છે. જેમાં auto driver સાથે મુસાફરો ગેરવર્તન કરતા હોય છે. પરંતુ આ વીડિયોમાં પરિસ્થિતિ વિપરીત જોવા મળી રહી છે. આ ઘટના Bengaluru માંથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ત્યારે Bengaluru માં એક મહિલાએ મુસાફરી માટે Ola Auto બુક કરી હતી. પરંતુ મહિલાને ઈંતેઝાર કરવો પડ્યો હતો. ત્યારે તેણીએ આ Ola Auto માં મુસાફરી કરવાનું ટાળીને અન્ય Ola Auto ને બુક કરી હતી.

આ પણ વાંચો: Zomato Agent તરીકે 2 વર્ષની દીકરી સાથે રાખી પુરુષાર્થ કરતો પિતા

Advertisement

Ola auto driver એ મહિલાને થપ્પડ મારી દીધી

પરંતુ ત્યારે સૌ પ્રથમ જે Ola Auto બુક કરી હતી, તે Ola auto driver આવી ગયો હતો. અને તેને બળજબરીપૂર્વક તેની રિક્ષામાં બેસવાનું કહી રહ્યો હતો. ત્યારે આ વાતચીત દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા લાગી હતી. જેના કારણે મહિલાએ Ola auto driver ને પોલીસ સ્ટેશન જવાની ધમકી આપી હતી. ત્યારે Ola auto driver એ કહ્યું કે, ચાલો ત્યારે મારી રિક્ષામાં બેસીને આપણે પોલીસ સ્ટેશન જઈએ. પરંતુ આ વાત સાંભળીને Ola auto driver એ મહિલાને થપ્પડ મારી દીધી હતી. જોકે આ બનાવામાં ઘટના સ્થળ પર હાજર એક પુરુષ વચ્ચે આવ્યો હતો. પરંતુ તેની પણ Ola auto driver એ અવગણના કરી હતી.

Advertisement

મહિલાઓની મુસાફરી પર ફરી એકવાર સવાલ ઉભા થયા

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. તો આ વીડિયોના કેપ્શનમાં તમામ લોકો કરી રહ્યા છે કે, જાહેર સ્થળો પર મહિલાઓની મુસાફરી પર ફરી એકવાર સવાલ ઉભા થયા છે. ઘોળા દિવસે પણ જો કોઈ વ્યક્તિ આ રીતે મહિલા સાથે વર્તન કરી શકે છે. તો વિચારો કે કોઈ મહિલા જ્યારે રાત્રે એકલી હોય, ત્યારે તેની સાથે શું થઈ શકે છે. આ પ્રકારની નાની ઘટનોની અવગણના કરવાને કારણે જ મોટી દુર્ઘટનાઓ મહિલાઓ સાથે બનતી હોય છે. Bangalore City Police આ Ola auto driver વિરુદ્ધ કેસ નોંધીને ખાસ તપાસ હાથ ધરવી જોઈએ. તે ઉપરાંત Ola કંપનીએ પણ આ પ્રકારના Ola auto driver ને હકાલી કાઢવા જોઈએ.

આ પણ વાંચો: World’s Loneliest House ની યુવકે મુલાકાત લઈને વીડિયો કર્યો શેર

Tags :
Advertisement

.