BCCI સચિવ જય શાહને ICCમાં મળી મોટી જવાબદારી, ફાયનાન્સ અને કોમર્શિયલ અફેર્સ કમિટીના ચેરમેન બનાવાયા
ગ્રેગ બાર્કલે સર્વસંમતિથી બીજા કાર્યકાળ માટે ICCના ચેરમેન બીસીસીઆઇના સેક્રેટરી જય શાહને આઇસીસીમાં મોટી જવાબદારી મળી છે.. જય શાહને ICC ની ફાઈનાન્સ એન્ડ કોમર્શિયલ અફેયર્સ કમિટીના અધ્યક્ષ બનાવાયા છે. ન્યૂઝીલેન્ડના ગ્રેગ બાર્કલેને સર્વસંમતિથી બીજા કાર્યકાળ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન પદ પર પસંદ કરવામાં આવ્યા છે.બાર્કલેનો કાર્યકાળ 2 વર્ષનો હશે. ઝિમ્બાબ્વેના તાવ
ગ્રેગ બાર્કલે સર્વસંમતિથી બીજા કાર્યકાળ માટે ICCના ચેરમેન
બીસીસીઆઇના સેક્રેટરી જય શાહને આઇસીસીમાં મોટી જવાબદારી મળી છે.. જય શાહને ICC ની ફાઈનાન્સ એન્ડ કોમર્શિયલ અફેયર્સ કમિટીના અધ્યક્ષ બનાવાયા છે. ન્યૂઝીલેન્ડના ગ્રેગ બાર્કલેને સર્વસંમતિથી બીજા કાર્યકાળ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન પદ પર પસંદ કરવામાં આવ્યા છે.બાર્કલેનો કાર્યકાળ 2 વર્ષનો હશે. ઝિમ્બાબ્વેના તાવેંગ્વા મુકુહલાનીએ નામ પરત લીધા બાદ બાર્કલેને બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે. આઈસીસી બોર્ડે બાર્કલેને પૂર્ણ સમર્થનની પુષ્ટિ કરી છે.
દરેક સદસ્યએ જય શાહની વરણીને સ્વીકારી
જય શાહને આઈસીસીની સૌથી મહત્વપૂર્ણ સમિતિની અધ્યક્ષતાની જવાબદારી સોંપવામાં આવી છે. આ સમિતિ તમામ મોટા નાણાકીય નીતિગત નિર્ણયો કરે છે, ત્યારબાદ આઈસીસી બોર્ડ તેને મંજૂરી આપે છે.નાણા તથા વાણિજ્યિક મામલાની સમિતિના પ્રમુખ હંમેશા આઈસીસી બોર્ડ સભ્ય હોય છે અને જયશાહની પસંદગી એ સ્પષ્ટ કરે છે કે તે આઈસીસી બોર્ડમાં તેઓ BCCI નું પ્રતિનિધિત્વ કરશે.સુત્રોનું માનીએ તો દરેક સભ્યએ જય શાહને ફાઈનાન્સ અને કોમર્શિયલ અફેયર્સ કમિટીના પ્રમુખ તરીકે સ્વીકાર્યા છે. મહત્વપૂર્ણ છે કે ભારત વૈશ્વિક ક્રિકેટનું વ્યાવસાયિક કેન્દ્ર છે અને 70 ટકાથી વધુ સ્પોન્સર આ ક્ષેત્રથી આવે છે.
આ મારા માટે સન્માનની વાતઃ બાર્કલે
આ તરફ ગ્રેગ બાર્કલેએ તેમની પુનઃનિયુક્તિ પર કહ્યું, "ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે ફરીથી ચૂંટાવું એ એક સન્માનની વાત છે અને હું મારા સાથી ICC નિર્દેશકોનો તેમના સમર્થન માટે આભાર માનું છું." બાર્કલીને નવેમ્બર 2020માં ICC અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તે અગાઉ ન્યૂઝીલેન્ડ ક્રિકેટના ચેરમેન અને 2015માં ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપના ડિરેક્ટર હતા. તેઓ બિનહરીફ ચૂંટાયા હતા એટલે કે 17 સભ્યોના બોર્ડમાં તેમને BCCIનું સમર્થન પણ હતું.
આ પણ વાંચો - બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાનને કસ્ટમે એરપોર્ટ પર રોક્યા, કસ્ટમ ડ્યૂટી ભર્યા વિના લવાઈ હતી આ વસ્તુ
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement