Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગરમીના કારણે ચામાચીડિયાનું અસ્તિત્વ જોખમમાં, આ રાજ્યમાં તો લોકો તેને ખાઇ રહ્યા છે!

People are Eating Bats : આકાશમાંથી આગ વરસી રહી હોય તેવી ગરમી પડી રહી છે. આ ગરમી (Heat) ના કારણે દેશવાસીઓમાં હાહાકાર મચી ગયો છે. ગરમી એટલી વધી રહી છે કે, હવે માણસ (Humans) ની સાથે સાથે પશુ (Animals), પક્ષીઓ...
ગરમીના કારણે ચામાચીડિયાનું અસ્તિત્વ જોખમમાં  આ રાજ્યમાં તો લોકો તેને ખાઇ રહ્યા છે

People are Eating Bats : આકાશમાંથી આગ વરસી રહી હોય તેવી ગરમી પડી રહી છે. આ ગરમી (Heat) ના કારણે દેશવાસીઓમાં હાહાકાર મચી ગયો છે. ગરમી એટલી વધી રહી છે કે, હવે માણસ (Humans) ની સાથે સાથે પશુ (Animals), પક્ષીઓ (Birds) ના મોત પણ થઇ રહ્યા છે. દેશમાં ઘણા રાજ્યોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર (Maximum Temperature has Crossed 40 Degree Celsius) કરી ગયું છે. આ સ્થિતિમાં ઝારખંડ (Jhatkhand) થી એક એવા સમાચાર સામે આવી રહ્યા છે કે જે તમને ચોક્કસપણે ચોંકાવી દેશે.

Advertisement

bats died

bats died

ચામાચીડિયાને ખાઇ રહ્યા છે લોકો

સતત પડી રહેલી ગરમી વચ્ચે ઝારખંડમાં ચામાચીડિયા (Bats) મરી રહ્યા છે અને આ મરેલા ચામાચીડિયાને ત્યાના લોકો ખાઇ રહ્યા છે. જેને લઈને આરોગ્ય વિભાગની ચિંતા વધી ગઈ છે. હવે એક મોટો પ્રશ્ન ઉભો થાય છે કે શું ચામાચીડિયા ખાવાથી દેશમાં ફરી કોરોના જેવી મહામારી ફેલાઈ શકે છે. ચામાચીડિયાના સૌથી વધુ મૃત્યુ રાંચી, હજારીબાગ અને ગઢવામાં થયા છે, જ્યાં મહત્તમ તાપમાન 45 ડિગ્રીથી 48 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે છે. ગઢવા જિલ્લાના સુંદીપુર ગામમાં લોકો હવે મરેલા ચામાચીડિયા ખાવા લાગ્યા છે. જે એક ચિંતાનો વિષય છે. આ સમાચાર સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગની એક ટીમ ગામમાં પહોંચી હતી અને 27 ગ્રામજનોનું ચેકઅપ કર્યું હતું. તબીબો દ્વારા તપાસ બાદ તમામ ગ્રામજનો સ્વસ્થ જણાયા હતા.

Advertisement

People are Eating Bats

People are Eating Bats

મૃત મળી આવેલા ચામાચીડિયાને દફનાવવામાં આવ્યા

આ અંગે આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે ચામાચીડિયા ખાતા ગ્રામજનોને અલગ કરવા વિચારણા ચાલી રહી છે. ઉપરાંત ગામમાં આરોગ્ય કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન, મૃત મળી આવેલા ચામાચીડિયાને દફનાવવામાં આવ્યા હતા. ચામાચીડિયાના મોતનું કારણ જાણવા પશુપાલન વિભાગની ટીમ પણ ગામમાં પહોંચી હતી અને સેમ્પલ લીધા હતા. આ અંગે સ્થાનિક લોકોનું કહેવું છે કે કોરોના મહામારી પછી લોકોએ ચામાચીડિયાનું માંસ ખાવાનું બંધ કરી દીધું હતું. હવે ફરી લોકો તેનું સેવન કરવા લાગ્યા છે.

Advertisement

bats

મોટી સંખ્યામાં ચામાચીડિયા મરી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે, ઝારખંડ બોર્ડર અને પોલીસ સ્ટેશન હેઠળના મુડીસેમર ગ્રામ પંચાયત સ્થિત ફોરેસ્ટ રેન્જ ઓફિસમાં ગત બુધવારે રાત્રે સેંકડો ચામાચીડિયાના મોત થયા હતા. દરરોજની જેમ આજે પણ ફોરેસ્ટ રેન્જ ઓફિસમાં પડેલા સેંકડો મૃત ચામાચીડિયામાંથી આવતી દુર્ગંધથી મોર્નિંગ વોક માટે નીકળેલા ગ્રામજનો રેન્જ ઓફિસમાંથી દોડી આવ્યા હતા અને ભારે ગરમીના કારણે તમામ ચામાચીડિયા મરી ગયા હોવાની આશંકા વ્યક્ત કરી હતી. લોકોએ ગરમીના કારણે ચામાચીડિયાના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરી છે. અને કહ્યું કે જો પાણીની વ્યવસ્થા હોત તો આટલી મોટી સંખ્યામાં ચામાચીડિયાના મોત ન થયા હોત.

આ પણ વાંચો - Delhi Water Crisis : દેશની રાજધાનીમાં પાણીના એક ટીપા માટે મથામણ, Video

આ પણ વાંચો - Extreme Heat : જીવલેણ બની ગરમી! દેશમાં એક જ દિવસમાં 200 થી વધુ લોકોના મોત

Tags :
Advertisement

.