Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Barwala : ચોકડી ગામે ઘર પાસે ભરાયેલા પાણીના નાના ખાડામાં ડૂબી જવાથી 4 વર્ષના બાળકનું મોત

બરવાળા તાલુકાના ચોકડી ગામે ઘર પાસે ભરાયેલા પાણીના નાના ખાડામાં ડૂબી જવાથી 4 વર્ષના બાળકનું મોત. બાળકના મોત બાદ પરિવાર જનોમાં જોવા મળ્યો રોષ. બનાવ પગલે બરવાળા મામલતદાર, ટી.ડી.ઓ ઘટના સ્થળે દોડી આવ્યા.બનાવ પગલે તપાસ હાથ ધરી.જો કોઈ જવાબદાર હશે...
barwala   ચોકડી ગામે ઘર પાસે ભરાયેલા પાણીના નાના ખાડામાં ડૂબી જવાથી 4 વર્ષના બાળકનું મોત

બરવાળા તાલુકાના ચોકડી ગામે ઘર પાસે ભરાયેલા પાણીના નાના ખાડામાં ડૂબી જવાથી 4 વર્ષના બાળકનું મોત. બાળકના મોત બાદ પરિવાર જનોમાં જોવા મળ્યો રોષ. બનાવ પગલે બરવાળા મામલતદાર, ટી.ડી.ઓ ઘટના સ્થળે દોડી આવ્યા.બનાવ પગલે તપાસ હાથ ધરી.જો કોઈ જવાબદાર હશે તો પગલાં લેવામાં આવશે.

Advertisement

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ ચોકડી ગામ કે જ્યાં નિતેશભાઈ ગોરસવા પોતાના પરિવાર સાથે રહે છે ત્યારે તેમના ઘરની આજુબાજુ અન્ય મકાનો આવેલ છે તેમજ ઘરની પાસે ખુલ્લી જગ્યા હોઈ જેમાં નાના ખાડા હોઈ અને તેમાં વરસાદ તેમજ અન્ય ગામના પાણી ભરાયેલા હોઈ છે.

આજરોજ સવારે સોહમ નિતેશભાઈ ગોરસવા ઉવ 4 કુદરતી હાજતે ગયેલ હોઈ અને કોઈ કારણોસર પાણી માં પડી ગયેલ અને તેનું મોત થતા ચકચાર મચી જવા પામ્યો હતો.મુત્તક બાળકને બાહર કાઢી અને તેના મૃતદેહ ને બરવાળા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.જ્યારે બીજી તરફ બાળકના મોત ને લઈ પરિવાર જનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

Advertisement

4 વર્ષના બાળકના મોત બાદ બરવાળા મામલતદાર તેમજ ડી.ડી.ઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા બનાવ અંગેની જાણકારી મેળવી હતી .બિજી તરફ જે જગ્યા ઉપર વરસાદ ના પાણી ભરાય છે તે પાણી ન નિકાલ માટે અગાઉ આ લોકો દ્વારા રજુઆત કરવામા આવેલ હતી.પરંતુ કોઈ કામગીરી કરવામાં આવેલ ના હોઈ જેને લઇ ગામના સરપચ સામે પરિવાર જનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

બરવાળા મામલતદાર અને ટીડીઓ ઘટના સ્થળે મુલાકાત બાદ જણાવેલ કે બનાવની વિગતો મેળવી છે તાલુકામાં પ્રિ મોન્સૂમ કામગીરી કરવામા આવે છે અને ચોકડી તેમજ અન્ય ગામોમાં પાણી ભરાયા જવાની પરિસ્થિતિ હોઈ છે અને જો ગ્રામ પંચાયત દ્વારા કોઈ કામગીરી નહિ કરવામાં આવી હોઈ તો ચોકસસ પગલાં ભરવામાં આવશે તેમ જણાવેલ તેમજ વરસાદ ના પાણી ને લઈ પહેલાથી જ તમામ ગ્રામ પંચાયત ને અગમચેતી ના ભાગે રૂપે પાણી ન નિકાલ માટેની સુચના આપેલ છે.

Advertisement

અહેવાલ : ગજેન્દ્ર ખાચર, બોટાદ

આ પણ વાંચો : Banaskantha : વાવના MLA Geniben Thakor ની દારૂબંધી મુદ્દે બે મોંઢાની વાત, જુઓ Video

Tags :
Advertisement

.