Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ban on Social Media: આ દેશમાં 16 વર્ષના બાળકો માટે સોશિયલ મીડિયા પર મૂક્યો પ્રતિબંધ

ઓસ્ટ્રેલિયન સરકારનો મહત્ત્વનો નિર્ણય બાળકો માટે સોશિયલ મીડિયા પર મૂક્યો પ્રતિબંધ સમગ્ર વિશ્વ માટે એક નવો દાખલો બેસાડ્યો Ban on Social Media: Facebook, Instagram, X વાપરવા માટે નવો અને કડક કાયદો આવી રહ્યો છે. 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો...
ban on social media  આ દેશમાં 16 વર્ષના બાળકો માટે સોશિયલ મીડિયા પર મૂક્યો પ્રતિબંધ
  • ઓસ્ટ્રેલિયન સરકારનો મહત્ત્વનો નિર્ણય
  • બાળકો માટે સોશિયલ મીડિયા પર મૂક્યો પ્રતિબંધ
  • સમગ્ર વિશ્વ માટે એક નવો દાખલો બેસાડ્યો

Ban on Social Media: Facebook, Instagram, X વાપરવા માટે નવો અને કડક કાયદો આવી રહ્યો છે. 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે નહીં. ઓસ્ટ્રેલિયન (australia)સરકાર આ અંગે ગંભીર છે અને સમગ્ર વિશ્વ માટે એક નવો દાખલો બેસાડ્યો છે. બાળકોમાં સોશિયલ મીડિયાના વ્યસન અને તેના ગંભીર પરિણામોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જવાબદાર રહેશે

ઓસ્ટ્રેલિયન (australia)વડાપ્રધાન એન્થની અલ્બનીઝે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા અને ટેક કંપનીઓની જવાબદારી રહેશે અને તેણે ખાતરી કરવાની રહેશે કે યૂઝર્સની વય મર્યાદા મુજબ હોય. તેમણે કહ્યું કે આની જવાબદારી બાળકોના માતા-પિતાની રહેશે નહીં. કારણ કે તે પહેલાથી જ બાળકોની ઓનલાઈન સુરક્ષાને લઈને ચિંતિત છે. આવી સ્થિતિમાં જો 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, તો માતાપિતા અથવા યુવાનો પર કોઈ દંડ થશે નહીં.

Advertisement

આ પણ  વાંચો -WhatsApp માં આવ્યું નવું ફીચર,Sticker Prompt ની મદદથી કરો આ કામ

નિર્ણયને હકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે

સોશિયલ મીડિયાના ઉપયોગ માટે વય મર્યાદા નક્કી કરવાના નિર્ણયને હકારાત્મક સમર્થન મળ્યું છે. એન્થની અલ્બનીઝે કહ્યું કે નવા કાયદા આ સપ્તાહ સુધીમાં જાહેર કરવામાં આવશે. આ સાથે નવેમ્બરમાં આ કાયદો સંસદમાં રજૂ કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે તેની શરૂઆત ઓસ્ટ્રેલિયાથી થઈ રહી છે અને ભવિષ્યમાં તેની અસર અન્ય દેશોમાં પણ જોવા મળશે. જે રીતે સોશિયલ મીડિયા બાળકોને નુકસાન પહોંચાડી રહ્યું છે. આથી આ નિર્ણયને આવકારવામાં આવી રહ્યો છે.

Advertisement

આ પણ  વાંચો -Truecaller ઓફિસમાં ઇન્કમટેક્ષની રેડ,જાણો સમગ્ર મામલો

સોશિયલ મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધ

ગયા વર્ષે ફ્રાન્સે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે, માતાપિતાની સંમતિ પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા છે. આ સિવાય અમેરિકામાં 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર લાંબા સમયથી પ્રતિબંધ છે. મેટા સહિતના મોટાભાગના પ્લેટફોર્મ્સે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની વય મર્યાદા માત્ર 13 વર્ષની રાખી છે.

Tags :
Advertisement

.