Morbi : 'હું હિન્દુ-મુસલમાન નથી કરતો, હું હિન્દુ-હિન્દુ કરું છું.' : પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી
- મોરબીમાં (Morbi) બાગેશ્વરધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન
- "મંદિરોને સુરક્ષિત રાખવા હોય તો 'સનાતન હિન્દુ બોર્ડ' જરૂરી"
- વકફ બોર્ડ હોય તો સનાનત હિન્દુ બોર્ડ પણ હોય : ધીરેન્દ્ર શાસ્ત્રી
Morbi : મધ્યપ્રદેશનાં (Madhya Pradesh) છતરપુર જિલ્લાનાં ગાડા ગામમાં સ્થિત બાગેશ્વર ધામનાં (Bageshwar Dham) પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી તેમના નિવેદનોનાં કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી આજે મોરબી પહોંચ્યા હતા. અહિં તેમણે હિન્દુ મંદિરો મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, મંદિરોને સુરક્ષિત રાખવા હોય તો 'સનાતન હિન્દુ બોર્ડ'ની રચના જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, 'હું દેશમાં દંગા નહીં, પણ ગંગા ઈચ્છું છું.'
આ પણ વાંચો - Rain in Gujarat : રાજ્યનાં આ જિલ્લાઓમાં મેહુલિયો મન મૂકી વરસ્યો, સુરતમાં 700 વિદ્યાર્થી ફસાયા!
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ હિન્દુ મંદિરોની સુરક્ષા મુદ્દે મોટું નિવેદન આપ્યું
બાગેશ્વર ધામ સરકારનાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી (Pandit Dhirendra Shastri) હાલ ગુજરાત, ઉત્તર પ્રદેશ અને બિહાર ત્રણ રાજ્યોની યાત્રા પર છે. દરમિયાન, આજે તેઓ ગુજરાતનાં મોરબી (Morbi) પહોંચ્યા હતા. અહીં, તેમણે હિન્દુ મંદિરોની સુરક્ષા મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, મંદિરોને સુરક્ષિત રાખવા હોય તો 'સનાતન હિન્દુ બોર્ડ'ની (Sanatan Hindu Board) રચના જરૂરી છે. જો વકફ બોર્ડ (Wakf Board) હોય તો સનાનત હિન્દુ બોર્ડ પણ હોવું જોઈએ. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી આગળ કહ્યું કે, 'હું દેશમાં દંગા નહીં, પણ ગંગા ઈચ્છું છું. હું હિન્દુ-મુસલમાન નથી કરતો, હું હિન્દુ-હિન્દુ કરું છું.'
Morbiમાં 'વકફ બોર્ડ' પર Dhirendra Shashtriનું મોટું નિવેદન | Gujarat First
મોરબીમાં બાગેશ્વર ધામના ધીન્દ્ર શાસ્ત્રીનું મહત્વનું નિવેદન જાણવા મળ્યું છે. તેમણે જણાવ્યું છે કે મંદિરોને સુરક્ષિત રાખવા માટે સરકારને તાત્કાલિક સનાતન હિન્દુ બોર્ડની રચના કરવાની આવશ્યકતા છે. જો કે વકફ… pic.twitter.com/XVeKi0P765— Gujarat First (@GujaratFirst) September 25, 2024
આ પણ વાંચો - સૌરાષ્ટ્ર-કચ્છમાં પાકોને બચાવવા ખેતીવાડીનાં દરેક ગ્રૂપને 10 કલાક વીજળી અપાશે : ઊર્જામંત્રી Kanubhai Desai
મારે નેતા નથી બનવું, મારે તમારી પાસે વોટ નથી જોતા : ધીરેન્દ્ર શાસ્ત્રી
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ (Pandit Dhirendra Shastri) આગળ કહ્યું કે, 'મારા બાપને બાપ કહું એમાં પણ બીજાને તકલીફ પડે છે. મારે નેતા નથી બનવું, મારે તમારી પાસે વોટ નથી જોતા, મારો એક જ ઉદેશ્ય છે કે આવતી પેઢીને કાશ્મીરની (Kashmir) જેમ પ્રદેશ છોડીને ભાગવું ન પડે. માછલીનાં તેલવાળો પ્રસાદ ભગવાનને ન ચડે તે માટે, પાલઘરની જેમ સંતો પર હવે કોઈ આંગળી ન ઉઠાવે તે માટે હિન્દુઓએ હવે ક્રાંતિ કરવી પડશે.'
આ પણ વાંચો - Surat : મેઘાની તોફાની બેટિંગ! ઉધના, વેસુ, જૂની RTO રોડ પર ઘૂંટણસમા પાણી!