Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Asian Champions Trophy 2023 : ભારતે ચોથી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી પોતાના નામે કરી

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીની ફાઇનલમાં ભારતે મલેશિયાને 4-3થી હરાવ્યું. ભારતીય ટીમે ચોથી વખત આ ખિતાબ જીત્યો છે, જ્યારે મલેશિયા ક્યારેય આ ખિતાબ જીતી શક્યું નથી. જોકે ટીમ પાંચ વખત ત્રીજા સ્થાને રહી છે. બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી...
asian champions trophy 2023   ભારતે ચોથી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી પોતાના નામે કરી

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીની ફાઇનલમાં ભારતે મલેશિયાને 4-3થી હરાવ્યું. ભારતીય ટીમે ચોથી વખત આ ખિતાબ જીત્યો છે, જ્યારે મલેશિયા ક્યારેય આ ખિતાબ જીતી શક્યું નથી. જોકે ટીમ પાંચ વખત ત્રીજા સ્થાને રહી છે. બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. ભારત 1-3થી નીચે આવીને 4-3થી જીત્યું. હવે ભારત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી સૌથી વધુ વખત જીતનાર દેશ બની ગયો છે. પાકિસ્તાન ત્રણ વખત આ ખિતાબ જીતી ચૂક્યું છે.

Advertisement

Advertisement

આ પહેલા ભારતે 2011, 2016 અને 2018માં આ ટ્રોફી જીતી હતી. ભારત અને પાકિસ્તાન 2018 માં સંયુક્ત વિજેતા હતા, કારણ કે ફાઈનલ રદ કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયા પાંચ વર્ષ બાદ ફરી એકવાર ચેમ્પિયન બની છે. આ સમગ્ર ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ અજેય રહી હતી. ભારતીય હોકી ટીમે હવે હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ભાગ લેવાની છે. આવી સ્થિતિમાં આ જીતે ભારતીય ખેલાડીઓનું મનોબળ વધાર્યું હશે.

Advertisement

ટીમ ઈન્ડિયાને આઠમી મિનિટે પેનલ્ટી કોર્નર મળ્યો હતો. તેના પર જુગરાજ સિંહે ડ્રેગ-ફ્લિક પર ગોલ કરીને ભારતને 1-0ની લીડ અપાવી હતી. એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં હાફ ટાઇમમાં મલેશિયા 3-1થી આગળ હતું. ભારતે ત્રીજા ક્વાર્ટરમાં જબરદસ્ત વાપસી કરી હતી. ભારતીય ટીમે એક મિનિટમાં જ બે ગોલ કરીને સ્કોર 3-3 કરી નાખ્યો હતો.

ચોથા ક્વાર્ટરમાં મજબૂત વાપસી કરીને 4-3ની સરસાઈ મેળવી લીધી

ભારતીય ટીમે ચોથા ક્વાર્ટરની 56મી મિનિટે પોતાનો ચોથો ગોલ કર્યો હતો. આકાશદીપ સિંહે વળતો હુમલો કર્યો અને શાનદાર ફિલ્ડ ગોલ કર્યો. આ સાથે જ ટીમ ઈન્ડિયા 4-3થી આગળ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા બીજા ક્વાર્ટરમાં 3-1થી પાછળ હતી, પરંતુ ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં મજબૂત વાપસી કરીને 4-3ની સરસાઈ મેળવી લીધી હતી.ભારત અને મલેશિયા વચ્ચેની સ્પર્ધાની વાત કરીએ તો બંને ટીમો 34 વખત આમને-સામને આવી ચુકી છે. ભારતે 23 અને મલેશિયાએ 7 મેચ જીતી છે. ચાર મેચ ડ્રોમાં સમાપ્ત થઈ. મલેશિયા સામે ભારતની જીતની ટકાવારી 67.65 છે.

ભારત: કૃષ્ણ બહાદુર પાઠક, વરુણ કુમાર, જરમનપ્રીત સિંહ, મનપ્રીત સિંહ, હાર્દિક સિંહ, ગુરજંત સિંહ, મનદીપ સિંહ, હરમનપ્રીત સિંહ, સુમિત, શમશેર સિંહ, આકાશદીપ સિંહ.

મલેશિયા: હફીઝુદ્દીન ઓથમાન, મુજાહિર અબ્દુ, મરહાન જલીલ, અશરન હમસામી, ફૈઝલ સારી, રઝી રહીમ, ફૈઝ જલી, અઝુઆન હસન, અબુ કમાલ અઝરાઈ, નઝમી જાજલાન, અમીરુલ અઝહર.

આ પણ  વાંચો-ASIAN CHAMPIONS TROPHY : જાપાનને હરાવીને ફાઈનલમાં પહોંચી ભારતીય હોકી ટીમ

Tags :
Advertisement

.