Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બિગ બોસમાં સિલેક્શન કેવી રીતે થાય છે ?, અર્ચના ગૌતમે કર્યો મોટો ખુલાસો

અહેવાલઃ રવિ પટેલ, ગુજરાત ફર્સ્ટ  રાજકારણી અને અભિનેત્રી અર્ચના ગૌતમે સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસમાં સ્પર્ધકોની પસંદગીની પ્રક્રિયા વિશે જણાવ્યું છે. તે આ પ્રખ્યાત શોમાં કેવી રીતે પ્રવેશી ? કોના દ્વારા અને શું પ્રક્રિયા હતી ? આ તમામ સવાલોના...
બિગ બોસમાં સિલેક્શન કેવી રીતે થાય છે    અર્ચના ગૌતમે કર્યો મોટો ખુલાસો

અહેવાલઃ રવિ પટેલ, ગુજરાત ફર્સ્ટ 

Advertisement

રાજકારણી અને અભિનેત્રી અર્ચના ગૌતમે સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસમાં સ્પર્ધકોની પસંદગીની પ્રક્રિયા વિશે જણાવ્યું છે. તે આ પ્રખ્યાત શોમાં કેવી રીતે પ્રવેશી ? કોના દ્વારા અને શું પ્રક્રિયા હતી ? આ તમામ સવાલોના જવાબ અર્ચનાએ આપ્યા છે.

અર્ચના ગૌતમે હાલમાં જ એક વેબસાઈટને ઈન્ટરવ્યુ આપ્યો હતો, જ્યાં તેણે બિગ બોસ શો સાથે જોડાયેલા ઘણા સવાલોના જવાબ આપ્યા હતા. મેરઠના હસ્તિનાપુરથી બિગ બોસમાં કેવી રીતે પહોંચી અર્ચના? આ પ્રશ્ન દરેકના મનમાં હશે. હવે તેણે આ રહસ્ય ખોલી દીધો છે અને દિલ ખોલીને દરેક વાત કરી છે.

Advertisement

અર્ચના ગૌતમે કોનો સંપર્ક કર્યો ?

Advertisement

અર્ચના ગૌતમે ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેણે કાસ્ટિંગ ડિરેક્ટરનો સંપર્ક કર્યો હતો અને બિગ બોસમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તે પછી કાસ્ટિંગ ડિરેક્ટર અર્ચનાની પ્રોફાઇલને બિગ બોસમાં લઈ ગયા. પછી અર્ચનાને બિગ બોસ ઓફિસમાંથી ફોન આવ્યો અને તેણે ઓડિશનના ઘણા રાઉન્ડમાંથી પસાર થવું પડ્યું.

કેટલા રાઉન્ડ ક્લિયર કરીને પહોંચી બિગબોસ ?
અર્ચના ગૌતમે જણાવ્યું કે બિગ બોસનો ભાગ બનવા માટે તેણે પાંચ રાઉન્ડ ક્લિયર કરવા પડ્યા. અર્ચનાએ કહ્યું કે તેણે બિગ બોસના વડાઓ સાથે વીડિયો કોલ મીટિંગ કરી હતી. આ બધા રાઉન્ડ પછી, અર્ચનાને બિગ બોસના ઘરની ટિકિટ મળી. તેણે કહ્યું કે તેને રંગલો માસ્ક પહેરીને ઘરની અંદર મોકલવામાં આવી હતી. તેણે કહ્યું કે જ્યારે હું ઘરની અંદર ગઈ ત્યારે મને વિશ્વાસ આવ્યો કે હા હું આ શોની સ્પર્ધક બની છું.

અર્ચના ગૌતમે બિગ બોસની સિઝન 16માં ભાગ લીધો હતો. ઘરની અંદર તેણે દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું. અભિનેત્રી પોતાની રમતના કારણે ટોપ ફાઈવમાં પહોંચી ગઈ હતી. ઘરમાં તેમની વાતચીત કરવાની શૈલી પણ ઘણી પસંદ કરવામાં આવી હતી. જોકે, અર્ચના જીતવામાં સફળ રહી શકી ન હતી. આ સિઝનમાંથી રેપર એમસી સ્ટેન વિજેતા બન્યો હતો.

Tags :
Advertisement

.