Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Aravalli: બાયડમાંથી પોલીસે બાંગ્લાદેશી યુવકની કરી ધરપકડ

અરવલ્લીના બાયડમાંથી બાંગ્લાદેશીની ધરપકડ બાંગ્લાદેશી યુવકના મોબાઈલમાંથી મળ્યું શંકાસ્પદ લખાણ મોબાઈલમાંથી ભારત વિરોધી લખાણ મળી આવ્યું Aravalli: બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તનને કારણે રમખાણ ફાટી નીકળ્યા હતા. જે બાદ બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બનાવવામાં આવી હતી. ત્યારે ગત રોજ અરવલ્લી(Aravalli)નાં બાયડમાંથી એક...
aravalli  બાયડમાંથી પોલીસે બાંગ્લાદેશી યુવકની કરી ધરપકડ
  1. અરવલ્લીના બાયડમાંથી બાંગ્લાદેશીની ધરપકડ
  2. બાંગ્લાદેશી યુવકના મોબાઈલમાંથી મળ્યું શંકાસ્પદ લખાણ
  3. મોબાઈલમાંથી ભારત વિરોધી લખાણ મળી આવ્યું

Aravalli: બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તનને કારણે રમખાણ ફાટી નીકળ્યા હતા. જે બાદ બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બનાવવામાં આવી હતી. ત્યારે ગત રોજ અરવલ્લી(Aravalli)નાં બાયડમાંથી એક બાંગ્લાદેશી યુવક(Bangladeshi youth)ને લોકોએ ઝડપી પાડી પોલીસને સોંપ્યો હતો.

Advertisement

અરવલ્લી પોલીસે યુવકની કરી ધરપકડ

મળતી માહિતી મુજબ બાંગ્લાદેશી યુવક છેલ્લા એક અઠવાડિયાથી બાયડનાં રમાસ ગામે રહેતો હતો. યુવકની શંકાસ્પદ પ્રવૃતિઓને લઈ ગામનાં કેટલાક યુવાનોને શંકા જવા પામી હતી. જે બાદ ગામનાં યુવકો દ્વારા બાંગ્લાદેશી યુવકને પૂછપરછ માટે બોલાવતા યુવક ડરનાં માર્યો બાઈક પર ફરાર થઈ ગયો હતો. જે બાદ ગ્રામજનો દ્વારા આ સમગ્ર બાબતે પોલીસને જાણ કરતા અરવલ્લી SOG પોલીસે શંકાઓનાં આધારે યુવકને ઝડપી પાડ્યો હતો.

Advertisement

આ પણ  વાંચો -Patan: કોંગ્રેસના MLAએ સરસ્વતી બેરેજમા પાણી છોડવા CM ને લખ્યો પત્ર

Advertisement

યુવકના મોબાઈલમાંથી મળ્યું શંકાસ્પદ લખાણ

બાયડનાં રમાસમાંથી ઝડપાયેલ બાંગ્લાદેશી યુવકનાં મોબાઈલની પોલીસે તપાસ હાથ ધરતા તેને ફેસબુક એકાઉન્ટમાં તેનું નામ એમડી બુશિરખાન હોવાનું માલુમ પડ્યું હતું. તેમજ યુવક દ્વારા સોશિયલ મીડિયામાં અનેક વાંધાજનક પોસ્ટ તેમજ લખાણ બહાર આવી ગયા હતા. તેમજ ફેસબુકમાં તે પોતે હાલ યુનાઈટેડ આરબ અમીરાતમાં રહેતો હોવાનું પણ તપાસમાં બહાર આવવા પામ્યું છે.

આ પણ  વાંચો -Surat : નકલી RC બુક બનાવાના રેકેટનો પર્દાફાશ, 2 આરોપીની ધરપકડ

પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ

આ બાબતે જીલ્લા પોલીસ વડા શેફાલી બરવાલે જણાવ્યું હતું કે, ઓસઓજીની ટીમ દ્વારા બાંગ્લાદેશી યુવકની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તેમજ સોશિયલ મીડિયામાં કરાયેલ વાંધાજનક પોસ્ટ બાબતે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

ઓસઓજીની ટીમે તપાસ શરૂ કરી

એસઓજી દ્વારા બાંગ્લાદેશી યુવક કેવી રીતે ગુજરાતમાં આવ્યો તેમજ તેને કોણે કોણે મદદ કરી. તેમજ બાયડનાં રમાસ ગામે તે કેવી રીતે પહોંચ્યો. અને કોનાં ઘરે રોકાયો છે. તે તમામ બાબતે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી છે.

Tags :
Advertisement

.